ETV Bharat / state

કચ્છમાં સાયબર ક્રાઇમ પોલીસે ચોખાના જથ્થાની આડમાં TAX ચોરી કરવાના મામલે બે આરોપી ઝડપ્યા - KUTCH CRIME NEWS

કચ્છમાં ચોખાના જથ્થાની આડમાં અલગ અલગ કંપીનીના રેડીમેડ કપડાના જથ્થા સાથે બે આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા છે.

કચ્છમાં સાયબર ક્રાઇમ પોલીસે ચોખાના જથ્થાની આડમાં કંપીનીના રેડીમેડની ફેરફેરી કરતાં બે આરોપી ઝડપ્યા
કચ્છમાં સાયબર ક્રાઇમ પોલીસે ચોખાના જથ્થાની આડમાં કંપીનીના રેડીમેડની ફેરફેરી કરતાં બે આરોપી ઝડપ્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2024, 9:10 PM IST

કચ્છ: જિલ્લામાં ચોખાના જથ્થાની આડમાં અલગ અલગ કંપીનીના રેડીમેડ કપડાના જથ્થા સાથે બે આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા છે. અહીં આ ગુના અંતર્ગત જીન્સ, સ્વેટરના ખોટા બીલ બનાવી, ટેક્સ ચોરી કરી, બીલનો ખરા તરીકે ઉપયોગ કરી હરિયાણાથી ગાંધીધામ ખાતે પહોંચાડવામાં આવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, કુલ 2 લાખ રૂપિયાના 2000 કિલો કપડાના કુલ 80 બોરા પકડાયા છે. ઉપરાંત ચોખાના કુલ 1000 કટાની આડમાં કપડાં લઈ જવામાં આવી રહ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસે બંને આરોપી વિરૂદ્ધ બી.એન.એસ.એસ. કલમ-35(2) (ઇ) મુજબ અટકાયત કરી છે.

ખોટા બીલ બનાવી ટેક્સ ચોરી કરી કપડાં લાવવામાં આવ્યા: આરોપીઓ ગુનાહીત કાવતરૂ રચી અલગ અલગ કંપીનીના રેડીમેડ કપડા જેમ કે જીન્સ, સ્વેટર વિગેરેના ખોટા બીલ બનાવી, ટેક્સ ચોરી કરી, બીલનો ખરા તરીકે ઉપયોગ કરતા હતા. હરીયાણા રાજ્યના પાણીપત ઝોન ખાતેથી આ માલ ટ્રેલરમાં ભરી ગાંધીધામ પહોંચાડવાના ષડયંત્રને પકડી પાડી સાયબર ક્રાઈમ પોલીસે સરાહનીય કામગીરી કરી છે.

સાયબર ક્રાઇમ પોલીસ
સાયબર ક્રાઇમ પોલીસ (Etv Bharat Gujarat)

બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસે કરી કાર્યવાહી: આ અંગે જાણકારી આપતા પશ્ચિમ કચ્છના DySP પાર્થ ચોવટીયાએ કહ્યું કે, સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા દ્વારા સાયબર ક્રાઈમના ગુનાઓ શોધી કાઢવા તેમજ આ પ્રકારના ગુના બનતા અટકાવવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત સાયબર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એલ.પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજની ટીમ સામખીયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

સામખીયારી ટોલનાકાથી ગાંધીધામ જતા હાઇવે પર ઝડપાયું ટ્રેલર: પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ખાનગી રીતે બાતમી મળી હતી કે, ટ્રેલર રજીસ્ટર નંબર જીજે-39-ટી-3059 પાણીપત હરીયાણાથી ચોખાની આડમાં આઘાર પુરાવા વગરના કપડા ભરેલા બોરા લઈને ગાંધીધામ-કંડલા તરફ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજની ટીમે તરત જ સામખીયારી ટોલનાકાથી ગાંધીધામ તરફ જતા હાઇવે પર તપાસ હાથ ધરી હતી, જ્યાં પ્રેમલ હોટલ પર બાતમી મુજબનું ટ્રેલર મળી આવ્યું હતું.

બે આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા
બે આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા (Etv Bharat Gujarat)

ચોખ્ખાના જથ્થાની આડમાં 80 બોરા કપડાના ઝડપાયા: ટ્રેલરના રાજસ્થાનના 28 વર્ષીય ડ્રાઇવર સાવરલાલ કાનારામજી ગુર્જરને સાથે રાખી ટ્રેલરમાં તપાસ કરતા તેમાં ચોખાના કટ્ટા ભરેલા હતા. આ ચોખાના એક કટ્ટાનું વજન 40 કિલો જેટલું હતું અને કુલ ચોખાના 1000 કટ્ટા ભરેલા હતા. જેના બીલ ડ્રાઇવરે રજુ કર્યા હતા. પરતું વધુ તપાસ કરતા આ ચોખાના કટ્ટાની આડમાં બાતમી મુજબના કપડાના 80 બોરા જેનો કુલ વજન આશરે 2000 કિલો થાય છે તે મળી આવ્યું હતું. અહીં જાણવા જેવી બાબત એ છે કે, આ કપડાના બીલ ડ્રાઇવર પાસે હાજર ન હતા.

પોલીસે કુલ 22 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો: સાયબર પોલીસની ટીમને આ મુદ્દામાલ ચોરી કે છળકપટથી ભરાવેલા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે 2 લાખની કિંમતના કુલ 2000 કિલોના કપડાના 80 બોરા તથા 20 લાખનું ટ્રેલર મળીને કુલ 22 લાખની કિંમતનો મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ-106 મુજબ કબ્જે કર્યો છે. તેમજ ટ્રેલર ચાલક સાવરલાલ કાનારામજી ગુર્જરની બી.એન.એસ.એસ. કલમ-35(2)(ઇ) મુજબ અટકાયત કરી છે.

કપડાના ખોટા બિલ રજૂ કરવામાં આવ્યા: સાયબર પોલીસે વધુ તપાસ કરતા આ બાબતે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ટ્રેલર ચાલક સાવરલાલ કાનારામજી ગુર્જર પાસે old and Used Mixed Multilated Hosiry Rags (જુના અને વપરાયેલ મિશ્ર કપડાં) લખેલ જેના કિલોના 25 રૂપિયા ભાવ લેખે અને પાંચ ટકા GST ગણી કુલ 52,763 રૂપિયાનુ બીલ હતું, પરંતુ ગાડીમાં લોડ કરેલ માલ આખા રેડીમેડ કપડાં જેમા અલગ અલગ કંપનીના જીન્સ, સ્વેટર વગેરે હતા અને એ બંને સમાન ન હતા, એટલે કે બીલમાં જણાવ્યા મુજબનો માલ ગાડીમાં હતો નહીં.

ટેક્સ ચોરી કરી પોતાના આર્થીક ફાયદો: ટ્રેલર ચાલકે અટકાયત દરમિયાન old and Used Mixed Multilated Hosiry Rags (જુના અને વપરાયેલ મિશ્ર કપડાં) વાળું બીલ રજૂ કર્યું પરંતુ આ બિલ મુદ્દામાલ કરતા અલગ હતું. ટ્રેલર ચાલકે ટ્રેલરમાં હરીયાણા પાણીપત ઝોનમાંથી ચોરી કે છળકપટથી રેડીમેડ અલગ અલગ કંપીનીના જીન્સ, સ્વેટર જેવા કપડાંના 80 બોરા એટલે કે 2000 કિલો કપડાં જેની કિંમત 2 લાખ જેટલી છે તે માલ ભરી ગાંધીધામમાં આપવાનું ષડયંત્ર રચ્યું હતું. આમ, પોતાનો કપટી ઇરાદો પાર પાડવા માટે ગાંધીધામના સફા ટેક્સટાઇલ્સનું old and Used Mixed MultilatedHosiry Rags ( જુના અને વપરાયેલ મિશ્ર ચીંથરા)નું ઓછા ભાવનું ખૂટું બીલ બનાવી, ટેક્સ ચોરી કરી પોતાના આર્થીક ફાયદા માટે બીલનો ઉપયોગ કર્યો હતો.

વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ: આ માલ ગાંધીધામના આરોપી સદામ હનીફભાઈ તાલુએ મંગાવી ગુનો કર્યા હોવાનું જણાઈ આવતા આ બાબતે સામખીયારી પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. કલમ 61(2),336(3), 340(2), 3(5),305(C) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આ ગુનાના કામના આરોપીઓની અટકાયત કરી છે. હાલમાં આ આરોપીઓ રિમાન્ડ પર છે જેની વધુ તપાસ GST અને કસ્ટમ વિભાગને સાથે રાખીને કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. સોશિયલ મીડિયા પોસ્ટ પર આપત્તિજનક ટિપ્પણી કરવી પડી મોંઘી, પોલીસે આરોપીને દબોચ્યો
  2. 'કાંડ અને કૌભાંડ એ ભાજપા સરકારની વિશિષ્ટ સિદ્ધી': નસબંધી કાંડને લઈને ડૉ.મનીષ દોષીના સણસણતા આરોપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.