ETV Bharat / state

કેન્દ્રીય બજેટને લઈને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશને શું આપી પ્રતિક્રિયા જાણો... - FOKIA

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણે દેશનું વર્ષ 2024-25નું સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું હતું. આ કેન્દ્રીય બજેટમાં યુવાઓને રોજગાર અને કૌશલ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તો ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ આ બજેટ કેવું છે તે અંગે etv ભારતે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનનો પ્રતિભાવ જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 24, 2024, 3:22 PM IST

FOKIA
FOKIA (Etv Bharat Gujarat)
મમતા વાસાણી,સીનીયર એક્ઝિક્યુટિવ, FOKIA (Etv Bharat Gujarat)

કચ્છ: યુનિયન બજેટની અંદર ઔદ્યોગિક વિકાસ માટેની મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકારનાં બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચર વધારવામાં આવતા ઔદ્યોગિક માળખાકીય સુવિધાનો વધારો થશે તેમજ ખનિજ ઉત્પાદન સહિતના નિર્ણયોથી કચ્છને પણ મહત્તમ ફાયદો થશે. કારણ કે, કચ્છમાં પણ ભરપૂર માત્રામાં મિનરલ્સ ઉપલબ્ધ છે. આગામી સમયમાં ક્રિટિકલ મિનરલ ફોરમનું નિર્માણ થશે. જેનાથી ડોમેસ્ટિક અને વિદેશમાં મિનરલમાં રોકાણ કરવા માગતા ઉદ્યોગોને ઝડપથી સહાય મળી શકશે, જેનો લાભ કચ્છને પણ મળશે.બજેટ મુજબ 100 જેટલા શહેરોમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, 27 જેટલા મિંરકમાં ડયૂટી નાબૂદ કરવા સહિતના પગલાં કચ્છ માટે પણ લાભકારક રહેશે. આ ઉપરાંત કચ્છમાં ઇન્ડસ્ટ્રીઝ વધુ હોતા શ્રમિકો પણ વધારે માત્રામાં છે. ત્યારે સરકાર દ્વારા શ્રમિકો માટે રેન્ટલ હાઉસિંગ ડોગ બનાવશે જેનો ફાયદો કચ્છની વિવિધ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા શ્રમિકોને મળશે.

ઉદ્યોગોને પણ વિકાસની દિશામાં અગ્રીમતા મુકવા માટે સક્ષમ કરે તેવું વિકાસલક્ષી બજેટ: આ વર્ષનું યુનિયન બજેટ રોજગાર અને કૌશલ્ય સબંધિત હોવાની સાથે સાથે ઉદ્યોગોને પણ વિકાસની દિશામાં અગ્રીમતા મુકવા માટે સક્ષમ કરે તેવું વિકાસલક્ષી બજેટ છે. આ વખતે બજેટમાં સફળતાપૂર્વક લોનની ચૂકવણી કરનારા ઋણધારકો માટે મુદ્રા લોન મર્યાદા 10 લાખથી વધારીને સીધી બમણી એટલે કે 20 લાખ કરવામાં આવી છે, જે નાના ઉદ્યોગો માટે આશીર્વાદ સમાન રહેશે.

માઈક્રો અને કુટીર ઉદ્યોગોને ફાયદો થશે: ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સિનિયર એક્ઝિક્યુટિવ મમતા વાસાણીએ જણાવ્યું હતું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ સ્પેન્ડિંગ માટે 11 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે જીડીપીના 3.4 ટકા છે. પાછલા વર્ષે તેની રકમ 7.5 લાખ કરોડ હતી. આ વર્ષે તેમાં સારો એવો વધારો કરવામાં આવ્યો છે, જેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક પણ ઇમ્પ્રૂવ થશે અને ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીઝ સસ્ટેન્શીયલ ગ્રોથ મળશે. આ ઉપરાંત એમએસએમઇ સેક્ટર માટે 100 કરોડની ક્રેડિટ ગેરેન્ટી અપાશે તેની જાહેરાત કરવામાં આવી છે, જેથી માઈક્રો અને કુટીર ઉદ્યોગોને ફાયદો થશે.તો સાથે જ મશીનરીની ખરીદી માટે પણ સ્પેશિયલ લોનની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી એમએસએમઇ સેક્ટરને ફાયદો થશે.

યુથ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ સ્કીમ ચાલુ કરવામાં આવશે: કચ્છમાં 270 પ્રકારના મિનરલ્સ ઉપલબ્ધ છે. ત્યારે મિનરલ સેક્ટર માટે ક્રિટિકલ મિનરલ મિશન સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, જેમાં અમુક ક્રિટિકલ મિનરલ્સ માટે ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવી છે. જેથી ફોરેનના મિનરલ અસેટને એકવાયર કરવામાં મદદરૂપ થશે. જેથી કચ્છ માટે આ જોગવાઈ સારી છે. તે ઉપરાંત કચ્છમાં રીન્યુએબલ એનર્જી માટેનો વર્લ્ડનો મોટામાં મોટો પ્લાન્ટ આવી રહ્યો છે તેના માટે પણ ફાયદાની વાત છે. દેશના યુથને અપસ્કીલ કરવા માટે યુથ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ સ્કીમ ચાલુ કરવામાં આવશે. આ સ્કીમમાં અંદાજિત એક કરોડ જેટલા યુવાનોને ટોપ 500 કંપનીમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે, જે રોજગારી માટેની સારી વાત છે.

  1. પાટણની મહિલાના શંકાસ્પદ મોતના બનાસકાંઠામાં પડઘા પડ્યા, રાવળ સમાજે કરી નિષ્પક્ષ તપાસની માંગ - Patan woman Suspicious death
  2. દુષ્કર્મના ફરાર આરોપી સ્વામી વિરુદ્ધ વોરંટ છૂટ્યું, જાણો સમગ્ર મામલો... - Khirsara Gurukul rape case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.