ETV Bharat / state

'એ પબ્લિક હૈ એે સબ જાનતી હૈ'... નવસારી લોકસભા બેઠકના મતદારોનો મિજાજ જાણો - Special Chopal of ETV BHARAT - SPECIAL CHOPAL OF ETV BHARAT

લોકસભા ચૂંટણી 2024 માટે 7 મેના રોજ મતદાન યોજાશે ત્યારે નવસારીના મતદારોનો શું મિજાજ છે, તે જાણવા માટે ETV BHARAT દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે નવસારીના બાજપાઈ ગાર્ડન પાસે આવેલા મોર્નિંગ વોક યોગા કરતા શહેરીજનો પાસે જઈ ETV BHARATએ તેઓનો મિજાજ જાણી લોકસભા ઉમેદવાર પર તેઓની શું અપેક્ષાઓ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. Special Chopal of ETV BHARAT

નવસારી લોકસભા બેઠકના મતદારોનો મિજાજ જાણો
નવસારી લોકસભા બેઠકના મતદારોનો મિજાજ જાણો (Etv bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 5, 2024, 8:37 PM IST

નવસારી લોકસભા બેઠકના મતદારોનો મિજાજ જાણો (Etv bharat Gujarat)

નવસારી: નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ જેને ભાજપે ચોથી વાર રીપીટ કર્યા છે. ત્યારે કોંગ્રેસે નૈષધ દેસાઈને મેદાને ઉતાર્યા છે. બંને પક્ષો પ્રચાર કરીને પ્રજા સમક્ષ મત માંગવા આવી રહ્યા છે. ત્યારે નવસારી શહેરના મતદારો સાથે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી અને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે, ચૂંટણીનો કેવો માહોલ છે. મતદારોની કેવી આશા અપેક્ષાઓ છે.

લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદારોનો શું છે મિજાજ: નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદારોનું શું મિજાજ છે, તે જાણવા માટે ETV BHARAT દ્વારા આજે વહેલી સવારે નવસારીના બાજપાઈ ગાર્ડન પાસે આવેલા ગાર્ડનમાં વોક કરતા અને યોગ કરતા લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં લોકોએ વિકાસના કામો તો થયા છે. પરંતુ સાથે સાથે કેટલીક ખૂટતી કડીઓ અને ખાસ કરીને રોજગાર શિક્ષણ તેમજ રેલવે કનેક્ટિવિટી જેવા મહત્વના મુદ્દાઓ પર હજુ પણ વિકાસ થયો જોઈએ તેવી અપેક્ષાઓ રાખી હતી.

નવસારીમાં ત્રણ ટર્મથી સીઆર પાટીલ ચૂટાયા: ખાસ કરીને મહિલા મતદાર જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લી ત્રણ ટર્મથી નવસારી લોકસભા બેઠક પર સી આર પાટીલ ચૂંટાતા આવ્યા છે. જેમાં મહિલાઓને લઈને ઘણા સારા કામ થયા છે. જેમાં મહિલાઓની સુરક્ષા સૌથી મહત્વની બાબત છે. જેમાં મહિલાઓ પર થતા અત્યાચારો કે ગુનાહોનો ગ્રાફ નહીવત જોવા મળે છે. પરંતુ મહિલા સશક્તિકરણની વાત આવે તો મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ શકે તેવા પ્રયાસો કરવાની જરૂર છે. તેવી વાત મહિલા મતદારે કરી હતી. તો બીજી તરફ સીઆર પાટીલ ચોથી વાર જો જીતીને આવશે તો મોંઘવારી મુદ્દે પણ મહિલાઓને ઘણી રાહત થશે અને તેમણે ઘર ચલાવવું આસાન બનશે.

શિક્ષણનો ગ્રાફ અન્ય રાજ્યો કરતા ઘણો નીચે: શિક્ષણ મુદ્દે મતદારો જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણનો ગ્રાફ અન્ય રાજ્યો કરતા અહીં ઘણો નીચે છે. તેથી શિક્ષણનો ગ્રાફ ઉપર આવે તેવા પ્રયાસો કરવામાં આવે તેથી અહીંની જે ગવર્મેન્ટ સ્કૂલો છે તેમને ડેવલોપમેન્ટ કરી સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓએ પોતાનો વિસ્તાર છોડી મોટા શહેરોમાં શિક્ષણ માટે ડોટ ના મૂકવી પડે શિક્ષણમાં જે ખાનગીકરણ થઈ રહ્યું છે. જેને કારણે શિક્ષણ સામાન્ય વ્યક્તિઓ માટે ખર્ચાળ બની રહ્યું છે તેથી શિક્ષણના ખાનગીકરણ પર રોક લગાવી જોઈએ ની વાત કરી હતી.

સીઆર પાટીલના પ્રયાસોથી મહાનગરપાલિકા બન્યુ: અન્ય એક પુરુષ મતદાર જોડે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, નવસારી હાલ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. તો બીજી તરફ સીઆર પાટીલના પ્રયાસોથી નવસારી મહાનગરપાલિકા બન્યું છે. શહેરને મોટા ગાર્ડન, સ્પોર્ટ સંકુલ જેવા વિશેષ ઉપહાર આપવામાં આવ્યા છે અને આવનાર સમયમાં નવસારીનો વિકાસ ખૂબ સુંદર રીતે કરવામાં આવશે. કારણ કે, મહાનગરપાલિકા બનવાથી વિકાસની ગતિમાં વધારો થશે. જેમાં મોટા રોડ રસ્તાઓ બનવાના કારણે ટ્રાફિકની સમસ્યા વગેરે દૂર થશે. નવસારી શહેરની પ્રાથમિક જરૂરિયાતોમાં પીવાનું પાણી, ડ્રેનેજ સમસ્યા તેને ડામવા માટેના મોટા પ્રોજેક્ટ સીઆર પાટીલ દ્વારા લાવવામાં આવ્યા છે. જેથી અમે આશા રાખીએ છીએ કે, ચોથી ટર્મમાં પણ સી આર પાટીલ ફરી રીપીટ થઈને આવે તે માટે અમે ખુબ ઉત્સાહપૂર્વક મતદાન કરીશું.

રોજગારીની ઘણી તકો ઊભી કરવામાં આવી: રોજગારીના પ્રશ્નો વિશે મતદારોનો મત જાણતા મતદારોએ જણાવ્યું હતું કે, સીઆર પાટીલના આવવાથી રોજગારીની ઘણી તકો ઊભી કરવામાં આવી છે. તેમાં પણ વાસી બોરસી ખાતે 1100 એકમમાં પીએમ મિત્ર પાર્ક સ્થપાવા જઈ રહ્યો છે. તે નવસારીના સાંસદ સીઆર પાટીલના વિશેષ પ્રયાસોના કારણે નવસારીને મળ્યો છે. જેના કારણે મોટી રોજગારીનો તકો નવસારીને મળશે. નવસારીના યુવાનો રોજગારની શોધમાં સુરત તેમજ વાપી તરફ જઈ રહ્યા છે તેમને અન્ય જગ્યાએ રોજગાર માટે જવાની જરૂર પડશે નહીં અને નવસારીમાં જ રોજગાર મળી રહેશે. બીજી તરફ રેલવે કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો સીઆર પાટીલના અથાગ પ્રયત્નોથી નવસારી રેલવે સ્ટેશનને ઘણી ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે. જેના કારણે નવસારીના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને અને અન્ય રાજ્યોમાંથી આવતા વેપારીઓને સીધી કનેક્ટિવિટી મળી છે. જેથી હીરા ઉદ્યોગને વેગ મળ્યો છે તેમજ અપડાઉન કરતા લોકોને પણ ઘણો ફાયદો થયો છે.

તો બીજી તરફ કોંગ્રેસ માટે મતદારોએ પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું હતું કે, હાલ જે ઇલેક્શનનો માહોલ છે તેમાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ઊભું કરવામાં અસફળ રહી છે. ચૂંટણીને લઈને પ્રચાર હોય કે મતદારોને રીઝવવાનો પ્રયાસ તમામ મોરચે કોંગ્રેસ અસફળ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. તેની સામે ભાજપ પોતાના વિકાસના કાર્યોને લઈને મતદારોને રીઝવવામાં સફળ રહ્યું છે.

ETV BHARAT નવસારીના મતદારો પાસે જઈ મતદારોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં પ્રજાએ પોતાનો મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો સાથે વિકાસના કાર્યોને લઈને ચાલતી સરકારને અમે ફરી સત્તા પર જોવા માંગીએ છીએ તેવી વાત કરી હતી સાથે સાતમી મેના રોજ તમામ મતદારો અવશ્ય મત આપે અને મોટી સંખ્યામાં મતદાન થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

  1. મહિલાઓને ટિકિટ આપવામાં પાછળ છે રાજકીય પક્ષો ! અમદાવાદ પશ્ચિમ બેઠક પર અત્યાર સુધી કોઈ મહિલાને ટિકિટ નહીં. - Lok Sabha Election 2024
  2. કોળી સમાજ પર મંત્રી કનુ દેસાઈના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે પૂર્વ સાંસદે કોંગ્રેસ પર કર્યા પ્રહાર - Loksabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.