ભાવનગર: શહેરમાં રાવણદહન ઘણા વર્ષોથી થઈ રહ્યું છે. શહેરમાં પૌરાણિક પરંપરા જવાહર મેદાનમાં રાવણદહનની બની ગઈ છે. આશરે આઝાદી બાદ આવેલા ભાવનગર સિંધી સમાજ અચૂક રાવણદહન કરતા આવ્યા છે. આ વર્ષે પણ તૈયારી કરી લેવાઈ છે. જો કે વીમો પણ ઉતારવામાં આવે છે. ચાલો જાણીએ.
અંદાજે 1955 થી થતું રાવણદહન શહેરમાં: ભાવનગર આવેલા સિંધી સમાજ આજે પણ વર્ષો બાદ રાવણદહન કરી રહ્યું છે. ત્યારે સિંધી સમાજના આગેવાન મનસુખભાઇ પંજવાણી જણાવ્યું હતું કે, હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે અમારા વડીલો ભાવનગર આવેલા ત્યારે મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી અમને તબેલાને, રસાલાને બધી જગ્યાએ અમને રહેવા માટે જગ્યા આપી અને શરૂઆતમાં અમારા વડીલો અત્યારે લીમડા ટ્રાવેલ છે એની સામે બરોબર પ્લોટ છે ત્યાં ગરબીને એવું બધા કાર્યક્રમ કરતા હતા.
1955 સાલની આસપાસ ખર્ચ: મનસુખભાઇ પંજવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડીલો રામ લક્ષ્મણ અને જાનકીના પાત્ર ભજવતા અને રાવણ બન્યા પછી ઈ વખતે મહારાજા કૃષ્ણકુમારસિંહ પણ એ જોવા પધારતા અને પછી સમાજ દ્વારા રાવણદહન કાર્યક્રમ કરવામાં આવતો, તે વખતે અમારા બુજુર્ગો જે હતા એ પોતે હાથેથી બોમ્બ બનાવતા અને હાથેથી રાવણ બનાવી રાવણદહન કરતા ત્યારે 20 થી25 હજાર જેવો ખર્ચ થતો હતો.

રાવણદહન માટે ખર્ચ અને ફાળો: સિંધી સમાજના આગેવાન કિશોરભાઈ ગુરુમુખાણીએ જણાવ્યું હતું કે, અમારે રાવણ દહનનો ખર્ચો રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ એમાં એક દિવસનો રાવણનો ખર્ચો 2 થી 2.50 લાખ રૂપિયા થતો હોય ત્યાં અને સાથે સાથે ત્રણ દિવસનું વિનામૂલ્ય સિંધી સમાજની દીકરીનો પણ અમે નોરતાનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ. જે અમે દરેક ભાવનગરની સિંધી સમાજની દુકાને આ ઉઘરાણી કરતા હોઈએ અને આમાં બધાના સહમતથી ફાળો અમને મળતો હોય અને અમે આ કાર્યક્રમ કરતા હોય છે.

રાવણદહનમાં વિસ્ફોટ અને વીમો: કિશોર ગુરુમુખાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાવણ જોઇએ તો રાવણમાં અમે વિસ્ફોટ 200 બોમ્બ નાખતા હોઈએ, કુંભકરણ અને મેઘનાથમાં 150 બોમ્બ નાખતા હોય અને જાહેર પણ અમે કરતા હોઈએ. દરેક વર્ષે વીમો પણ અમે ઉતારતા હોઈએ છીએ. અમે એક કરોડનો વીમો પણ ઉતારતા હોઈએ છે. અમને પોલીસ કર્મીનો પણ ખૂબ સહકાર મળે છે.
આ પણ વાંચો: