ETV Bharat / state

વાવ બેઠક અંગે જાણોઃ 1.61 લાખ પુરુષો અને 1.49 મહિલાઓ કરશે મતદાન - VAV BY ELECTION 2024 EC

વાવ વિધાનસભા બેઠક માટે 192 મતદાન મથક કેન્દ્રો પરના 321 મતદાન મથકો પર યોજાશે મતદાન... VAV BY ELECTION 2024 EC

વાવ વિધાનસભા બેઠક
વાવ વિધાનસભા બેઠક (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2024, 7:41 PM IST

અમદાવાદઃ ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 97 સંવેદનશીલ કેન્દ્ર મળી કુલ 321 મતદાન મથકો પર બુધવારે 13મી નવેમ્બરે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે વાવ બેઠક પર એક પછી એક મત પડવાના શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. મતદારો આ સમય દરમિયાન ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે.

07-વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે તા. 13 નવેમ્બર, 2024 એટલે કે બુધવારે મતદાન યોજાશે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ (10) ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાતની વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 07.00 થી સાંજના 06.00 કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો ખાતે કુલ 1412 જેટલા અધિકારીઓ/કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,64,296 પુરૂષ અને 1,49,478 સ્ત્રી ઉપરાંત 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ બેઠક પરના મતો તા. 23 નવેમ્બર, 2024ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.

  1. જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમામાં આવતા લાખો ભક્તો માટે 24 કલાક ધમધમી રહ્યા છે 200થી વધુ અન્નક્ષેત્ર
  2. ગીર સોમનાથ ડિમોલિશન: સુપ્રીમ કોર્ટે 2 ડિસેમ્બર સુધી સુનાવણી મુલતવી રાખી, જાણો...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.