ETV Bharat / state

પરીએજ તળાવના કિનારે આગ લાગતા પાંચ મગર દાઝ્યા, એકનું મોત - fire incident in pariyej talav - FIRE INCIDENT IN PARIYEJ TALAV

ખેડા જીલ્લાના માતર તાલુકાના પરીએજ તળાવમાં કોઈ કારણસર ઝાડી ઝાંખરામાં આગ લાગતા પાંચ જેટલા મગર દાઝી ગયા હતા. જ્યારે એક મગરનું મોત નિપજ્યુ હતું. મૃત્યું પામેલા મગરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જાણો સમગ્ર ઘટના...fire incident in kheda pariej talav

આગ લાગતા 1 મગરનું મોત નિપજ્યુ 5ને સારવાર અપાઈ
આગ લાગતા 1 મગરનું મોત નિપજ્યુ 5 ને સારવાર અપાઈ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 19, 2024, 4:57 PM IST

ખેડા: ખેડા જીલ્લાના માતર તાલુકાના પરીએજ તળાવના કિનારે ઝાડી ઝાંખરામાં કોઈ કારણોસર આગ લાગી હતી. ઘટનાની જાણ થતા વન વિભાગ તેમજ વિદ્યાનગર નેચર ક્લબના કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમાં પાંચ જેટલા મગરો દાઝી ગયા હતા. દાઝી ગયેલા મગરોનું વન વિભાગ અને નેચર ક્લબ દ્વારા રેસ્ક્યુ કરી તેમને સારવાર આપવામાં આવી હતી. જે બાદ ચાર મગરોને તળાવમાં છોડવામાં આવ્યા હતા. જ્યારે એક મગર હાલ સારવાર હેઠળ છે. જેમાં એક મગરનું મોત નિપજ્યું હતું. જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી: પરીએજ તળાવમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે. અને લાંબા સમયથી અહીં રહે છે. જે બાબતે હાલ કરોડોના ખર્ચે આ તળાવનું રિનોવેશન પણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આ કેવી રીતે લાગી તેનું કારમ જાણી શકાયું નથી. જો કે ઘટનામાં વન વિભાગની પણ બેદરકારી જણાઈ આવે છે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટેના તંત્ર દ્વારા પગલા લેવાય તે જરૂરી બન્યું છે.

તાત્કાલિક મગરોનું રેસ્કયુ કરાયુ હતું: આ બાબતે રેસ્ક્યુ કરનાર ખેડા આરએફઓ જયદીપ ભાટિયાએ જણાવ્યુ હતું કે આ ઘટના અંગેની જાણ થતા અમે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં નેચર ક્લબના સહયોગથી તાત્કાલિક મગરોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતુ. કોઈ કારણસર ઝાડી ઝાંખરામાં આગ લાગતા ત્યાં રહેલા મગરો ગરમીથી ભાગી દૂર જતા રહ્યા હતા. મગરોનું સલામત રેસ્ક્યુ કરી તેમને સારવાર આપવામાં આવી હતી. જે બાદ તેમને ફરી તળાવમાં છોડવામાં આવ્યા છે. જ્યારે એક મગરનો મૃતદેહ મળ્યો હતો. જેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

  1. જામનગરની મોદી સ્કૂલમાં લાગી આગ...કોઈ જાનહાનિ નહિં - fire incident in Jamnagar school
  2. રાજકોટની શાળાઓમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી - Fire safety check in Rajkot schools

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.