ખેડા: તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદને લઈને ચાલી રહેલાં વિવાદ વચ્ચેે ડાકોરના રણછોડરાયજી મંદિરના પ્રસાદની તપાસ કરવામાં આવે તેવી કરી માંગ કરાઈ છે. ડાકોર મંદિરના પૂજારી આશિષ સેવકે પોતાના સોસિઅલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ મુકી હતી.
જેમાં તેમણે ડાકોર રણછોડરાયજી મંદિરમાં આપવામાં આવતા પ્રસાદના લાડુની તપાસની માંગ કરી હતી. સાથે જ તેમણે કોમેન્ટ બોક્સમાં લાડુ પ્રસાદીનો વીડિયો પણ અપલોડ કર્યો હતો.
ચાર પાંચ દિવસમાં લાડુમાં સ્મેલ આવવા માંડે છે: આશિષ સેવકે જણાવ્યું હતું કે, 'જેવી રીતે તિરૂપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ તેવી રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ. કારણ કે પહેલા જામ ખંભાળિયાનું ઘી આવતું હતું, એક મહિના સુધી લાડુને કશું થતું નહોતું. અત્યારના ઘીમાં ચાર પાંચ દિવસમાં લાડુમાં સ્મેલ આવવા માંડે છે. લાડુ વળતા નથી. મારી એ માંગણી છે અને લાગણી સાથે કહું છું કે, પ્રસાદની તપાસ થવી જોઈએ અને મંદિરના પ્રસાદનો રિપોર્ટ થવો જોઈએ.
હાલ અમુલના શુદ્ધ ઘીમાંથી બનાવાય છે લાડુ: હાલ રણછોડરાયજી મંદિરમાં અમુલના શુદ્ધ ઘીમાંથી લાડુ બનાવવામાં આવી રહ્યા છે. તે પહેલા જામ ખંભાળિયાથી ઘી આવતું હતું. તેમાંથી લાડુનો પ્રસાદ બનાવાતો હતો. જોકે હાલ તો મંદિરના સેવક પૂજારીની સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી આ પોસ્ટને લઈ વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો: