ETV Bharat / state

ખેડામાં લગ્ન પ્રસંગે ખેલાયેલા ખૂની ખેલના મામલામાં 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ - kheda crime - KHEDA CRIME

ખેડાના ઠાસરા તાલુકાના મોરઆમલી ગામે યુવકના લગ્ન પ્રસંગે ખૂની ખેલ ખેલાયો હતો. ડાન્સ કરવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.આ મામલે ડાકોર પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. kheda crime

ડાંસ કરવા જેવી સામાન્ય બાબતમાં એકની થઇ હત્યા
ડાંસ કરવા જેવી સામાન્ય બાબતમાં એકની થઇ હત્યા (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 18, 2024, 5:11 PM IST

ખેડામાં લગ્ન પ્રસંગે ખેલાયેલા ખૂની ખેલમાં 4 આરોપીઓની ધરપકડ (etv bharat gujarat)

ખેડા: ઠાસરા તાલુકાના મોરઆમલી ગામે યુવકના લગ્ન પ્રસંગે ખુની ખેલ ખેલાયો હતો. ડાન્સ કરવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.આ મામલે ડાકોર પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ચાર આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. વડોદરા પોલીસને સાથે રાખીને સાવલી તાલુકાના નારા ગામના ચારેય આરોપીઓને ઝડપી લઇને તપાસ માટે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા.

4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ (etv bharat gujarat)

લગ્ન પ્રસંગે ખેલાયો ખૂની ખેલ: ઠાસરાના મોરઆમલી ગામે રહેતા પ્રવિણભાઈ નામના વ્યક્તિના દિકરાના લગ્ન હોવાથી ગામમાં વરઘોડો નીકળ્યો હતો.જેમાં ડાન્સ કરવા બાબતે પ્રવિણસિંહના જમાઈ સાથે ગામના અન્ય વ્યક્તિને બોલાચાલી થઇ હતી.જ્યારે મામલો ઉગ્ર બનતા લગ્નમાં આવેલા સાવલી તાલુકાના નારા ગામના સુરવીરસિંહ ઉર્ફે જીગ્નેશ પરમાર (જમાઈ) તેમજ તેની સાથેના લોકોએ પોતાની કારમાં લાવેલા ચપ્પુ સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.જેમાં ગોવિંદસિંહ પ્રભાતસિંહ સોલંકીનું ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ગુલાબસિંહ સોલંકી,નરવતસિંહ સોલંકી,મહેન્દ્રસિંહ સોલંકી અને વિક્રમસિંહ સોલંકીને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે નડીયાદ SP,DYSP સહિતનો પોલીસ કાફલો મોરઆમલી ગામે પહોંચ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ
1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ (etv bharat gujarat)

4 આરોપીઓ ઝડપાયા: સમગ્ર મામલે ડાકોર પોલીસે સાવલી તાલુકાના નારા ગામના સુરવીરસિંહ ઉર્ફે જીગ્નેશ પરમાર(જમાઈ), અંકુરભાઈ પરમાર, અલ્પેશભાઈ પરમાર, ચેતનસિંહ પરમાર તેમજ અન્ય પાંચ અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન ખેડા પોલીસે વડોદરા પોલીસને સાથે રાખીને ગણતરીના કલાકોમાં જમાઈ સહિત મુખ્ય 4 આરોપીની ધરપકડ કરીને તેમની સાથેના બીજા આરોપીઓને ઝડપી પાડવા વધુ કવાયત હાથ ધરી છે.

  1. મદરેસામાં બાળકો અન્ય વિષયો ભણે છે કે નહીં તેની તપાસ, સુરતના 50 મદરેસામાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ - Investigation in madrasas
  2. વલસાડ જિલ્લાના ગામોમાં કેરીના પાકને નુકસાન, કમોસમી વરસાદ બાદ થયેલા નુકશાનનો સર્વે શરુ - Damage to mango crop

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.