ETV Bharat / state

'સરકાર જમણા હાથે વીજળી આપીને ડાબા હાથે પરત ખેંચી લે છે', સાંભળો શું કહે છે સોરઠ પંથકના ખેડૂતો - lectricity power supply - LECTRICITY POWER SUPPLY

શનિવારે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલે જુનાગઢમાં ખેતીલક્ષી વીજ પુરવઠાને લઈને ઉર્જા વિભાગ સાથે સંકલન સાધીને સમગ્ર રાજ્યમાં 10 કલાક વીજળીનો પુરવઠો ખેડૂતોને મળે તે માટેનું આયોજન થઈ ચૂક્યું છે અને 10 કલાક વિધિ પૂરી પાડવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. સમગ્ર મામલાને લઈને સોરઠ વિસ્તારના ખેડૂતો આજે પણ સરકાર પાસે 10 કલાક નહીં પરંતુ આઠ કલાક એકધારી વીજળીની માંગ કરી રહ્યા છે. સમગ્ર પંથકમાં ક્યાંય 10 કલાક સતત વીજળી આવતી હોય તેવો એક પણ કિસ્સો નોંધાયો નથી.

સોરઠ પંથકના ખેડૂતોની વીજળીને લઈને વ્યથા
સોરઠ પંથકના ખેડૂતોની વીજળીને લઈને વ્યથા (Etv Bharat Graphics Team)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2024, 6:21 PM IST

Updated : Sep 24, 2024, 10:32 PM IST

જુનાગઢ: શનિવારે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ જુનાગઢની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે ખેતીલક્ષી વીજ પુરવઠો 10 કલાક આપવાની વાતને સમર્થન આપ્યું હતું, અને રાજ્યના ઉર્જા વિભાગના સંકલનમાં રહીને ખેડૂત માટે દિવસ દરમિયાન 10 કલાક વીજળીનો પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલામાં ઉર્જા વિભાગ દ્વારા ખેતીલક્ષી વીજ પુરવઠાનું 10 કલાકનું ટાઈમ ટેબલ ગોઠવી દેવામાં આવ્યું છે, પરંતુ વીજ વિભાગના આ સમયપત્રક દરમિયાન આજે પણ આઠ કલાક વીજ પુરવઠો સતત આવતો હોય તેવો એક પણ કિસ્સો સામે આવ્યો નથી. સમગ્ર સોરઠ પંથકમાં ખેડૂતો સતત 10 કલાક વીજળીની સરકારની વાતો છે તેને પોકળ ગણાવી રહ્યા છે.

સોરઠ પંથકના ખેડૂતોની વીજળીને લઈને વ્યથા (Etv Bharat Gujarat)

વીજ લાઈન ટ્રીપ થતા અનેક મુશ્કેલી: આઠ કલાક વીજ પુરવઠાના ટાઈમ ટેબલમાં પણ વીજ પુરવઠો શરૂ થતાં અનેક વખત લાઈનમાં ટ્રેપ આવી જાય છે, જેને કારણે 15 મિનિટથી લઈને 45 મિનિટ સુધીનો ફરજિયાત આવી જાય છે.આવા સમયે આઠ કલાકનું ટાઈમ ટેબલ પૂરું થતાં ફરી વીજ પુરવઠો બીજા દિવસ માટે પૂર્વવત બનતો હોય છે. પરંતુ એક કલાક વીજ પુરવઠો પૂર્વવત રહ્યા બાદ 30 કે 45 મિનિટ વીજ સપ્લાય કટ થઈ જતા ખેતીમાં પાણીનો બગાડ થાય છે અને ખેડૂતોએ એકડે એક થી ફરીથી કૃષિ પાકોને પાણી આપવું પડે છે આવા કિસ્સામાં 40 થી 50% જ ખેતરમાં પાણી પહોંચી શકે છે.

10 કલાક નહીં પરંતુ આઠ કલાક એકધારી વીજળી આપો તો પણ સારૂ
10 કલાક નહીં પરંતુ આઠ કલાક એકધારી વીજળી આપો તો પણ સારૂ (Etv Bharat gujarat)

સોરઠ પંથકના ખેડૂતોનો અભિપ્રાય: વંથલીના ખેડૂત હમીરભાઇ વીજ પુરવઠો 10 કલાક આપવાની વાતને સમર્થન આપે છે, પરંતુ આઠ કલાક સુધી એકધારો વીજ પ્રવાહ મળતો નથી, જેને કારણે અનેક મુશ્કેલી ઉભી થાય છે.

ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનું આયોજન
ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનું આયોજન (Etv Bharat gujarat)

આ જ પ્રમાણે ગલીયાવડના મહેમુદભાઈ પણ જણાવે છે કે સરકાર જાહેરાત કરે છે, પરંતુ 10 કલાક વીજળી હજી સુધી મળી નથી.

તો આ તરફ તાલાળાના ધવલભાઈ કોટડીયા પણ સરકારની આ જાહેરાત મુજબનું ટાઈમ ટેબલ વીજ વિભાગે ગોઠવી દીધું છે, પરંતુ 10 કલાક નહીં પરંતુ છ કલાક એકધારો વીજ પ્રવાહ પૂરું પાડવામાં ઉર્જા વિભાગ વામણો સાબિત થયો છે.

કોડીનારના દેવડી ગામના જગુભાઈ મોરી સરકારની આ જાહેરાતને આવકારે છે પરંતુ જાહેરાત વાસ્તવમાં અમલમાં આવે અને સતત 10 કલાક ખેડૂતોને વીજ પુરવઠો મળી રહે તેવું આયોજન સરકારે કરવું જોઈએ, તે વાત પર ભાર મૂકી રહ્યા છે.

તો બીજી તરફ ચોરવાડના રમેશભાઈ વાજા પણ જણાવે છે કે, છેલ્લાં કેટલાક મહિનાઓથી આઠ કલાક વીજ પુરવઠો આપવાની વાત હતી તેમાં ચાર થી પાંચ કલાક વીજ પ્રવાહ દિવસ દરમિયાન મળે છે, હવે જ્યારે 10 કલાકની વાત સરકારે કરી છે તો કઈ રીતે પૂરી થશે તેને લઈને પણ તેઓ સવાલ ઊભા કરી રહ્યા છે.

  1. ભૂખ્યા અને જરૂરિયાતમંદોને ભોજનની સેવા: છેલ્લા 15 વર્ષથી રાધે શ્યામજી રામરોટી સેવાનો અવિરત ભોજન યજ્ઞ - JUNAGADH RAM ROTI SEVA YAGNA
  2. જૂનાગઢના ઈતિહાસમાં પ્રથમવાર થયું આવું! તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફ્રેમ મયુર વાકાણીએ હેપ્પી સ્ટ્રીટને બિરદાવી - Happy Street event in junagadh

Last Updated : Sep 24, 2024, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.