જુનાગઢ: શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ટીપી સ્કીમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેને લઈને ઝાંઝરડા ગામના લોકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગામ લોકો ત્રણ દિવસથી પ્રતિક આંદોલન પર ઉતરી ગયા છે અને તેમના વિસ્તારમાં લાગુ કરવામાં આવેલી ટી.પી યોજના રદ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ટી.પી યોજના નો વિરોધ: જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા મનપા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં મુકાઈ છે. જેને કારણે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતા ઝાંઝરડા ગામના ખેડૂતો અને લોકો પાછલ ત્રણ દિવસથી ઝાંઝરડા ટીપી સ્કીમ પાંચ અને સાતને તાકીદે રદ કરવામાં આવે તેવી માગ સાથે ત્રણ દિવસથી પ્રતિક ધરણા પર ઉતર્યા છે. ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી ટીપી યોજના સરકાર પરત નહીં ખેંચે ત્યાં સુધી તેમનું આંદોલન બંધ થવાનું નથી. ટીપી યોજનાથી ખેડૂતોની સાથે ઝાંઝરડામાં રહેતા અનેક લોકોની મહામૂલી જમીન સરકાર પડાવી લેવા માંગે છે, જેના વિરોધમાં ખેડૂતો અને ગામ લોકો આંદોલન પર ઉતરી ગયા છે.
ટીપીને કારણે ખેડૂતોને થશે નુકસાન: જુડા દ્વારા ટી પી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. જે વિસ્તારમાં ટીપી યોજના લાગુ કરવામાં આવનાર છે. તે વિસ્તાર બિલકુલ ખેતરો અને ખેતી લાયક જમીનનો છે. આ વિસ્તારમાં શહેર વસાવવું આવનારા 50 વર્ષ સુધી પણ શક્ય નહીં બને તેવી જગ્યા પર જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ ટીપીના બહાને ખેડૂતોની ખેતીલાયક જમીન પડાવી રહી છે, તેવો આક્ષેપ કિસાન સંઘના અગ્રણીઓએ પણ કર્યો છે.
1993 માં ટીપી સ્કીમ પ્રથમ વખત લાગુ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન માં પ્રથમ વખત વર્ષ 1993 માં ટીપી સ્કીમ યોજના લાગુ કરવામાં આવી હતી. શહેરમાં કુલ 12 જેટલી ટીપી સ્કીમ યોજનાઓ કાર્યરત છે, જેમાં ટીંબાવાડી ચોબારી જુનાગઢ ઝાંઝરડા જોશીપુરા સુખપુર અને શાપુર ગામનો સમાવેશ થાય છે. જેમાં 1831.33 હેક્ટર જમીન ટી.પી યોજના અંતર્ગત સામેલ કરવામાં આવી છે. આવનારા 25 વર્ષને ધ્યાને રાખીને જૂનાગઢનો વિકાસ કરી શકાય તે માટે આ ટીપી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેનો ખેડૂતો પહેલા દિવસથી વિરોધ કરી રહ્યા છે.
ટી.પી યોજના અંતર્ગત વિકાસ: જે ટી.પી યોજનાઓ મંજૂર કરવામાં આવેલી છે. તેમાં વર્ષ 2031 સુધીમાં શહેરીકરણ યોજના હેઠળ, પીવાના પાણીની જરૂરિયાત ગટર વ્યવસ્થા વરસાદી પાણીનો નિકાલ લાઈટ શાળાઓ રમતગમતનું મેદાન બગીચાઓ અને તળાવના વિકાસની સાથે લોકોની પ્રાથમિક સુવિધાઓ વધે તે માટે ટીપી યોજના બનાવવામાં આવી છે, જેમાં આર્થિક અને નબળા વર્ગના લોકોને રહેવા માટેનું મકાન ઉપલબ્ધ થાય તે માટેનું આયોજન કરવાની જોગવાઈ પણ ટીપી સ્કીમ માં રાખવામાં આવશે.
1 PM Modi Ahmedabad Visit : ગાંધી આશ્રમ પુનઃનિર્માણની તક મારું સૌભાગ્ય છે - PM નરેન્દ્ર મોદી