ETV Bharat / state

સોરઠના કેટલાક વિસ્તારોમાં ઉનાળુ પાકોનું વાવેતર વધ્યું તો ક્યાંક ઘટ્યું - Junagadh Summer Crops

સોરઠ પ્રદેશમાં ઉનાળુ પાકોના વાવેતરમાં કેટલાક વિસ્તારમાં વધારો તો ક્યાંક ઘટાડો નોંધાયો છે. જૂનાગઢ અને સોમનાથ જિલ્લાને સાંકળતા સોરઠ પંથકમાં છેલ્લા 3 વર્ષની સરખામણીમાં આ વર્ષે કેટલાક વિસ્તારોમાં ઉનાળુ પાકોના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં વધ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તાર પૂર્વક. Junagadh Summer Crops

સોરઠના કેટલાક વિસ્તારોમાં ઉનાળુ પાકોનું વાવેતર વધ્યું તો ક્યાંક ઘટ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 9:39 PM IST

સોરઠના કેટલાક વિસ્તારોમાં ઉનાળુ પાકોનું વાવેતર વધ્યું તો ક્યાંક ઘટ્યું

જૂનાગઢઃ સોરઠ પંથકમાં એટલે કે જૂનાગઢ અને સોમનાથ જિલ્લાની તમામ ખેતી લાયક જમીનમાં ઉનાળુ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થયું છે. જેમાં જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં જો છેલ્લા 3 વર્ષમાં થયેલા વાવેતરની સરખામણી કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં વાવેતર ઘટ્યું છે અને સોમનાથ જિલ્લામાં વાવેતર વધ્યું છે.

છેલ્લા 3 વર્ષની સરખામણીઃ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 61,990 હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકોનું વાવેતર થયું હતું જેમાં આ વર્ષે ઘટાડો થઈને કુલ 55,322 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. સોમનાથ જિલ્લામાં પાછલા 3 વર્ષની સરેરાશ મુજબ 45,689 હેક્ટરમાં વાવેતર થયું હતું જેમાં આ વર્ષે વધારો થઈને કુલ 51,180 હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકોનું વાવેતર થયું છે. ઉનાળુ પાકોના વાવેતરમાં જૂનાગઢ જિલ્લામાં ઘટાડો તો સોમનાથ જિલ્લામાં વધારો થયા હોવાની વિગતો જિલ્લા ખેતીવાડી અધિકારી જૂનાગઢ અને ગીર સોમનાથ દ્વારા પૂરી પાડવામાં આવી છે.

વધારા-ઘટાડાના વિસ્તારોઃ ભેસાણ માળીયા હાટીના માંગરોળ, વિસાવદર અને જૂનાગઢ શહેરની સાથે ગીર-ગઢડા, કોડીનાર સુત્રાપાડા અને ઉના તાલુકામાં ઉનાળુ પાકોના વાવેતરમાં પાછલા 3 વર્ષની સરખામણીએ વધ્યું છે. બીજી તરફ જુનાગઢ તાલુકા કેશોદ, માણાવદર, મેંદરડા, વંથલી, તાલાલા, વેરાવળ તાલુકામાં આ વર્ષે ઉનાળુ પાકોના વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. 3 વર્ષની સરખામણીએ ગીર સોમનાથ જિલ્લાના કેટલા તાલુકામાં વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે પરંતુ જિલ્લાના સરેરાશ વાવેતર વિસ્તારમાં વધારો થતો જોવા મળે છે.

ઉનાળુ પાકો ઉપરાંત ઘાસચારાનું પણ વાવેતરઃ સોમનાથ જિલ્લાની આબોહવા અને ખેતીલાયક જમીન બિલકુલ એકસરખી જોવા મળે છે. જેને કારણે અહીં ઉનાળા દરમિયાન બાજરી, મકાઈ, ડાંગર, મગ, અડદ, મગફળી, તલ, ડુંગળી, શાકભાજી અને પશુધનોના નિભાવ માટે તેમજ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને ઘાસચારાનું વાવેતર પણ ખેડૂતો કરે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધનકાર ડૉ. જી.આર. ગોહિલે જણાવ્યું હતું કે, મોટેભાગે ઉનાળા દરમિયાન તલ, અડદ, મગ અને મગફળીની સાથે હવે કેટલાક તાલુકામાં ઉનાળા દરમિયાન સોયાબીનનું પણ વાવેતર થતું હોય છે. સોરઠ પંથકને ઉનાળુ મગફળી માટે પણ ખૂબ જ અનુકૂળ માનવામાં આવ્યો છે. કેટલાક તાલુકામાં ઉનાળુ બાજરીનું વાવેતર પણ થઈ રહ્યું છે.

  1. Tauktae Cyclone માં ઉનાળુ પાક તેમજ બાગાયતી પાક નુકશાની સહાયની 46 કરોડ 37 લાખ ચૂકવણી થઈ
  2. ભાવનગરમાં વાવાઝોડાના કારણે કુલ 31,000 હેકટર પાકોમાં ભારે નુકસાન: સર્વે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.