ETV Bharat / state

Junagadh News : ગરીબોના ઘરના ઘરનું લોકાર્પણ જૂનાગઢમાં 634 લાભાર્થીઓને મળ્યો લાભ, પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ - Virtual presence of PM Modi

આજે સમગ્ર રાજ્યમાં ગરીબોને ઘરના ઘરનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે. ત્યારે જુનાગઢમાં પણ મંજુર થયેલા 634 જેટલા આવાસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઘર મેળવનાર પ્રત્યેક ગૃહિણીએ સરકારનો આભાર માન્યો હતો.

Junagadh News : ગરીબોના ઘરના ઘરનું લોકાર્પણ જૂનાગઢમાં 634 લાભાર્થીઓને મળ્યો લાભ, પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2024, 5:31 PM IST

634 જેટલા આવાસોનું આજે લોકાર્પણ

જુનાગઢ : આજે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠક પર ગરીબ લાભાર્થીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી મળેલા ઘરના ઘરનું લોકાર્પણ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ઘરનું ઘર પ્રાપ્ત કરેલા લાભાર્થીઓને આજે વિધિવત રીતે તેમનું ઘર સુપ્રત કરાયું હતું. ઘર મેળવેલા પ્રત્યેક વ્યક્તિએ કેન્દ્રની સાથે રાજ્યની સરકારનો ઘર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

634 આવાસ પૂર્ણ : જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ચાર ઘટકો પૈકી બીએલસી અંતર્ગત ફેસ 1 થી 8 ના 743 જેટલા આવાસ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવ્યા હતાં. જે પૈકીના 634 જેટલા આવાસ બાંધકામ થઈને પૂર્ણ થયા છે અને 82 જેટલા આવાસનું કામ આજે ખૂબ ઝડપભેર પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. જેના માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા 23.26 કરોડની આર્થિક સહાય પણ જે તે લાભાર્થીઓને ચૂકવી દેવામાં આવી છે. જુનાગઢ વિધાનસભાના 17 જેટલા ગામોમાં 148 જેટલા લાભાર્થીઓ ઘરના ઘરની યોજનામાં સામેલ થઈને આજે પાકી છતવાળું ઘર મેળવવામાં સફળ બન્યા છે.

ગુજરાતના 115 ગ્રામીણ મતવિસ્તાર સાથે જોડાયાં : આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના 115 ગ્રામીણ મતવિસ્તાર અને 67 શહેરી મતવિસ્તાર ક્ષેત્રો જોડાયાં હતાં. એટલે કે તમામ 182 વિધાનસભા ક્ષેત્રો આ કાર્યક્રમમાં સહભાગી થયાં બતાં. જુનાગઢ ઉપરાંત રાજ્યના અન્ય સ્થળોએ પણ પીએમ મોદીએ ઓનલાઇન જોડાઇ ઘણાં લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના ( શહેરી )ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 5.96 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલી લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે.

  1. PM Narendra Modi: PM મોદી ગુજરાતમાં કુલ 1,31,454 આવાસોનું કર્યું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત, લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ
  2. Junagadh News : જૂનાગઢમાં આવકવેરા સંબંધિત સેમિનાર યોજાયો, ચીફ ઇન્કટેક્સ કમિશનરે આપી સરળ માહિતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.