જૂનાગઢઃ શહેરના કાળવા ચોક વિસ્તારમાં ગત 31મી મેના દિવસે ચંદુ સોલંકી નામના દલિત યુવાન પર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અપરણ અને માર મારવાના કિસ્સામાં અત્યાર સુધીમાં મુખ્ય આરોપી ગણેશ જાડેજા ની સાથે 10 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જો કે આ સમગ્ર મામલાની તપાસમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસે ખાસ તપાસ ટીમની રચના કરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ ગત 31મી મેના દિવસે મોડી રાત્રે જૂનાગઢના દાતાર રોડ વિસ્તારમાં રહેતા ચંદુ સોલંકી નામના યુવાન પર ગોંડલના ધારાસભ્ય ના પુત્ર ગણેશ જાડેજા અને તેના મળતીયાઓ દ્વારા પ્રથમ માર માર્યા બાદ અહીંથી તેનું અપરણ કર્યુ હતું. ગોંડલ નજીકના કોઈ ખેતરમાં નગ્ન અવસ્થામાં માર મારી તેનો વિડીયો બનાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની પોલીસ ફરિયાદ ચંદુ સોલંકીએ જૂનાગઢ પોલીસ મથકમાં દાખલ કરી હતી. ચંદુ સોલંકી નામના દલિત યુવાન પર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અપરણ અને માર મારવાના કિસ્સામાં અત્યાર સુધીમાં મુખ્ય આરોપી ગણેશ જાડેજા ની સાથે 10 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જો કે આ સમગ્ર મામલાની તપાસમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસે ખાસ તપાસ ટીમની રચના કરી છે.
પોલીસ કાર્યવાહીઃ આ સમગ્ર મામલામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, 2 દિવસ પૂર્વે જસદણ થી આ કેસમાં સામેલ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ગતરાત્રિના સમયે મુખ્ય આરોપી ગણેશ જાડેજા સહિત અન્ય 7 આરોપીની અટકાયત જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી છે.