જુનાગઢ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના શાસનના આજે પાંચ વર્ષ શાસનનો અંતિમ દિવસ છે. આવતી કાલથી જુનાગઢ મનપા વિસ્તારમાં વહીવટદારનું શાસન આવી રહ્યું છે. બિલકુલ તેવા સમયે જુ.મ્યુ.કો. માં કોંગ્રેસના કોર્પોરેટર તરીકે સેવા આપતા લલિત પરસાણાએ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગામી પાંચ વર્ષ સુધી વહીવટદારનું શાસન લગાવવાની પત્ર દ્વારા રાજ્યપાલ અને મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે.
![લલિત પરસાણા એ લખ્યો પત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2024/gj-jnd-01-vegatable-vis-01-byte-01-pkg-7200745_31072024125007_3107f_1722410407_1047.jpg)
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યાને આજે 22 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન બાળક અવસ્થામાં જોવા મળે છે. જેને કારણે આગામી પાંચ વર્ષ સુધી જુનાગઢ મનપામા વહીવટદારનું શાસન લગાવવાની માંગ કરી છે.
![લલિત પરસાણા એ લખ્યો પત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2024/gj-jnd-01-vegatable-vis-01-byte-01-pkg-7200745_31072024125007_3107f_1722410407_41.jpg)
પાંચ વર્ષમાં અનેક ગેરરીતિનો આક્ષેપ: કોંગ્રેસના કોર્પોરેટર લલિત વરસાણાએ ભૂગર્ભ ગટર ફેસ 02, નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું કામ, જુનાગઢ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન, સ્વીમીંગ પુલ, રમતગમત માટે સાયકલ ટ્રેક, દોલતપરામાં બનાવવામાં આવેલો બગીચો, કચરામાંથી ગેસ બનાવવાનો પ્લાન્ટ, જોષીપરા અંડરબ્રિજ રીનોવેશન અને સમગ્ર જૂનાગઢ મનપા વિસ્તારમાં માર્ગોના સમારકામ અને નવા બનાવવાને લઈને વર્તમાન સત્તાધીશો દ્વારા અનેક ગેરરીતી આચરવામાં આવી છે. તેની વહીવટદારના શાસનમાં સંપૂર્ણ તપાસ થાય તે માટે પણ આગામી પાંચ વર્ષ સુધી જુનાગઢ મનપા વિસ્તારમાં વહીવટદારનું શાસન લગાવવાની માંગ કરી છે.
![જૂનાગઢ મનપાની કામગીરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2024/gj-jnd-01-vegatable-vis-01-byte-01-pkg-7200745_31072024125007_3107f_1722410407_475.jpg)
કર્મચારી અને અધિકારીઓની ભરતી બંધ: જુનાગઢ મનપામાં ભાજપના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી અને અધિકારીઓની ભરતી કરવામાં આવતી નથી. જેને કારણે મોટાભાગની શાખાઓ અધિકારી અને કર્મચારી વગરની જોવા મળે છે. જેને કારણે સ્થાનિક જૂનાગઢ વાસીઓને પોતાના સામાન્ય કામો કરાવવા માટે પણ ખૂબ જ મુશ્કેલી ઉભી થાય છે. કેટલીક શાખામાં વર્તમાન સત્તાધિશોએ પોતાના માનીતા કર્મચારી અને અધિકારીને ગોઠવી દીધા છે.
![જૂનાગઢ મનપાની કામગીરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-07-2024/gj-jnd-01-vegatable-vis-01-byte-01-pkg-7200745_31072024125007_3107f_1722410407_560.jpg)
બીજી તરફ આઉટ સોર્સિંગની મદદથી કર્મચારીઓ રાખીને લોકોને વહીવટી કામોમાં પણ ખૂબ મુશ્કેલી ઉભી થાય તે પ્રકારના પ્રયાસો પાછલા પાંચ વર્ષ દરમિયાન થયા છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાછલા પાંચ વર્ષના શાસનનો હિસાબ કરીએ તો લોકોને માત્ર નિરાશા મળી છે. જેની સામે આગામી પાંચ વર્ષ સુધી વહીવટદારનું શાસન લગાવીને તમામ કામોની ચકાસણી થાય અને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી અને અધિકારીની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે.