જુનાગઢ : કેરીની સીઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે કેરીના રસિકો માટે કેટલા જાતની કેરીની ખેતી થઈ શકે છે તે અહેવાલ ખૂબ જ રસપ્રદ બની શકે છે. તેના માટે અમે કેરીના ચાહકોને લઈને આજે રસપ્રદ અહેવાલ લઈને આવ્યા છે. સમગ્ર વિશ્વમાં 2000 જેટલી અને ભારતમાં 1000 જેટલી અલગ અલગ જાતોની કેરીની ખેતી થાય છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં અલગ અલગ જાતની 25 કરતાં વધુ કેરીની જાતોની ખેતી થાય છે, જે પૈકી કેસર આફુસ અને રાજાપુરીનું વાવેતર વ્યાપારિક ધોરણે કરવામાં આવે છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં 25 જાતની કેરીઓ : કેરીની સીઝન બિલકુલ શરૂ થઈ ચૂકી છે. ત્યારે સમગ્ર વિશ્વમાં તેમની આબોહવા પ્રમાણે કેરીની ખેતી થઈ રહી છે. આજથી 4000 વર્ષ પૂર્વે કેરીની ખેતી થવાની શરૂઆત થઈ હશે તેવો તેમના ઇતિહાસ પરથી જાણવા મળે છે. આંબાને કુદરતની ભેટ સમાન ફળ વૃક્ષ તરીકે માનવામાં આવે છે. જેમાં કેરીની ખેતી સાઉથ ઇસ્ટ એશિયામાં થવાની શરૂઆત આજથી ચાર હજાર વર્ષ પૂર્વે થઈ હશે. જેમાં સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતા સાઉથ ઇસ્ટ એશિયામાં કેરીનો જન્મ થયો હશે. તેવું કેરીના ઇતિહાસ પરથી જાણવા મળે છે કેરીની ખેતી ઉષ્ણ કટિબંધ વાતાવરણમાં ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. જેથી કેરી જે વિસ્તારમાં ઉષ્ણ કટિબંધીય વાતાવરણ મળે તે વિસ્તારમાં ખૂબ સારી રીતે ખેતી થાય છે.
ભારતમાં 1000 કરતાં વધુ કેરીની જાતો : જે રીતે સમગ્ર વિશ્વમાં 2000 જેટલી કેરીની જાતોની ખેતી થાય છે. તેવી જ રીતે ભારતમાં પણ 1000 જેટલી અલગ અલગ કેરીની જાતોની ખેતી ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં ખાસ કેરીનું વાવેતર થાય છે. પશ્ચિમ બંગાળમાં પણ હવે કેરીનું વાવેતર અને તેનું ઉત્પાદન થતું જોવા મળે છે.
કેરીની જાતોનું વાવેતર તેની સાથે સૌરાષ્ટ્રમાં 25 જાતની કેરીનું વાવેતર આજે પણ જોવા મળે છે. જે પૈકી કેસર હાફૂસ અને રાજાપુરીનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન થાય છે. પરંતુ આ સિવાયની બીજી 20 કરતાં વધુ જાતની કેરી છે કે જેનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન થતું નથી, પરંતુ તેઓ આ પ્રકારની આંબાના ઝાડ આજે પણ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે.
જમાદાર દૂધ પૈડો ખોડી અમીર પસંદ વગેરે અલગ જાતો : સૌરાષ્ટ્રમાં મોટેભાગે વ્યાપારિક ધોરણે કેસર કેરીની ખેતી અને તેનું ઉત્પાદન થાય છે આ સિવાય સૌરાષ્ટ્રમાં આજે પણ જેને ખૂબ જ મહત્વની અને રેરેસ્ટ ઓફ ધ રેર કહી શકાય તેવી કેરીઓ આજે પણ ગીરના આંબાવાડીમાં જોવા મળે છે. જેમાં ખોડી અમીરપસંદ આમ્રપાલી વઝીર પસંદ જમાદાર દૂધ પૈડો જેવી અલગ અલગ જાતની 22 જાતની કેરીઓ ગીરના આંબાવાડીઓમાં થાય છે. જુનાગઢના નવાબને કેરીના શોખીન માનવામાં આવતા હતાં. જેથી ગીર વિસ્તારમાં કેરીની જેટલી જાતો આજે પણ જોવા મળે છે, તે પ્રકારની જાતો આખા દેશમાં કોઈ રાજ્યમાં જોવા મળતી નથી એટલે ગીરને કેસર કેરીનું ઘર જ નહીં, પરંતુ અલગ અલગ જાતની કેરી માટે સ્વર્ગ સમાન પણ માનવામાં આવે છે જેનો શ્રેય જૂનાગઢના નવાબને આજે પણ જાય છે.