જુનાગઢ: જુનાગઢ અને સોમનાથ જિલ્લામાં આજ સવારથી જ વરસાદે અચાનક પોતાનો પ્રવાહ બદલ્યો છે. સવારથી જ અટકી અટકીને ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સોમનાથ જિલ્લામાં આજે દિવસ દરમિયાન સરેરાશ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડતા પ્રાચીન નજીક સરસ્વતી નદીના પટમાં આવેલા માધવરાય મંદિર પર પૂરનું પાણી ફરી વળ્યું હતું. દર વર્ષે ચોમાસા દરમિયાન હિરણ નદીમાં આવેલા આવતા વરસાદી પૂરને કારણે સરસ્વતી નદી પણ ગાંડીતુર બનીને જતી હોય છે ત્યારે નદીના પટમાં આવેલા અતિ પ્રાચીન માધવરાય મંદિર પણ પાણીમાં જળમગ્ન બન્યું હતું.
વેરાવળમાં વરસાદી પાણી: જૂનાગઢમાં આજ સવાર થી સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે વેરાવળ શહેરમાં 116 મિલીમીટર એટલે કે 4:30 ઈચ વરસાદ નોંધાયો છે તેજ રીતે સુત્રાપાડા શહેર અને તાલુકામાં 121 મિલીમીટર એટલે કે 4.70 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કોડીનારમાં આજે દિવસ દરમિયાન અઢી ઇંચ જેટલો વરસાદ થયો છે અન્ય તાલુકાઓમાં સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે પરંતુ વેરાવળ શહેરમાં 4:30 ઇંચ વરસાદ પડવાને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને ખાસ કરીને મુખ્ય બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. વરસાદને કારણે વેરાવળ શહેરના માર્ગો પરથી જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા.