જૂનાગઢ :ઈકોઝોનના વિરુદ્ધમાં હવે ધીમે ધીમે વિરોધ પ્રદર્શન વધારે વિસ્તૃત બની રહ્યું છે. આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામથી ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢીને કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં મહિલા ખેડૂત પણ જોડાઈ હતી. કાલસારીથી નીકળેલી રેલી વિસાવદર પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી હતી, જ્યાં ખેડૂતોએ ઈકોઝોનના કાયદા સામે રોષ પ્રગટ કરીને તેને પરત ખેંચવાની માંગ કરી હતી.
વિસાવદરમાં ઈકોઝોનનો વિરોધ: ઇકોઝોનનો વિરોધ હવે તમામ ગામોમાં થતો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં પ્રાથમિક જાહેરનામું કેન્દ્ર સરકારે બહાર પાડતા જ તેના વિરોધમાં રોષ ભેર ખેડૂત બેઠક અને ખેડૂત સંમેલન થઈ રહ્યા છે. તેની વચ્ચે આજે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામથી ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને ખાસ કરીને મહિલા ખેડૂતોએ પણ હાજરી આપીને કાયદાનો વિરોધ કર્યો હતો.
દિવાળીના દિવસોમાં પણ વિરોધનું આયોજન: ઇકોઝોનની વિરુદ્ધમાં આજે કાલસારી ગામમાં જે ટ્રેક્ટર રેલીનું આયોજન થયું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ સંયુક્ત રીતે હાજર રહ્યા હતા. વિસાવદર તાલુકાના પણ 26 કરતાં વધારે ગામો ઇકોઝોનના કાયદામાં સામેલ થયા છે જેને કારણે પણ આ વિસ્તારમાં વ્યાપક રોષ જોવા મળે છે.
મહિલા ખેડૂતો વિરોધમાં જોડાઈ: જૂનાગઢ જિલ્લાનું વિસાવદર તાલુકો કે જ્યાં ઇકો ટુરીઝમ કે સફારીને લગતી કોઈપણ પર્યટન ગતિવિધિ જોવા મળતી નથી, સાથે સાથે અહીં કોઈ હોટેલ કે રિસોર્ટ પણ આવેલા નથી. આવી પરિસ્થિતિમાં વિસાવદર તાલુકાના ગામોના લોકો અને ખેડૂતોમાં કાયદાની સામે વિશેષ રોષ જેવા મળી રહ્યો છે. આજની ટ્રેક્ટર રેલીમાં મહિલા ખેડૂતોએ પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લઈને આગામી દિવાળીના તહેવારોમાં રંગોળીના માધ્યમથી વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: