જૂનાગઢ: આગામી ગુરુવારથી શારદીય નવરાત્રી શરૂ થઈ રહી છે. ત્યારે પાછલા કેટલાક વર્ષોમાં નવરાત્રીના દિવસો દરમિયાન પંડાલમાં ગરબા કરવાની એક પરંપરા શરૂ થઈ છે. જે દર વર્ષે વિસ્તરતી થઈ જાય છે. જેને ધ્યાને રાખીને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરબાના પંડાલો અને પ્રત્યેક ગરબાનું આયોજન કરનારા વ્યક્તિ અને ખેલૈયાઓએ માટે જૂનાગઢ કોર્પોરેશનને 31 જેટલા દિશા નિર્દેશો સાથે ગરબા મંડળને મંજૂરી આપવા માટે ધારાધોરણ નિર્ધારિત કર્યા છે. કોર્પોરેશનને સાત જેટલા ગરબા મંડળો દ્વારા ઓનલાઇન ગરબા શરૂ કરવાની મંજૂરી માંગવામાં આવી છે.
ગરબા મંડળો અને ખેલૈયાઓ માટે દિશા નિર્દેશો: આગામી ગુરૂવારથી શારદીય નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં પાછલા કેટલાક વર્ષોથી પાર્ટી પ્લોટમાં ગરબા કરવાની એક પરંપરા શરૂ થઈ છે. જે દર વર્ષે વિસ્તરતી જાય છે. ખૂબ મોટી સંખ્યામાં ગરબાના સમય દરમિયાન લોકો અને ખેલૈયાઓ એકત્રિત થતા હોય છે. ત્યારે ગરબા પંડાલની સાથે એકત્રિત થયેલા તમામ લોકોને સુરક્ષા માટે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 31 જેટલા દિશાનિર્દેશો જાહેર કર્યા છે.
જૂનાગઢ મનપા દ્વારા અંતિમ મંજૂરી અપાશે: દિશાનિર્દેશોનું પાલન કરવાની શરતે જ પ્રત્યેક ગરબા મંડળને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંતિમ મંજૂરી આપવામાં આવશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ 7 ગરબા મંડળો દ્વારા ગરબાનું આયોજન થવા અંગેની ઓનલાઇન એપ્લિકેશન અને તેમના પુરાવાઓ સાથે અરજી મોકલી આપવામાં આવી છે. જેના પર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરી રહી છે.
31 જેટલા દિશા નિર્દેશો જાહેર: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરબા મંડળને મંજૂરી આપવાની અને સુરક્ષા હેતુની ચકાસણી કરવાની તમામ કામગીરી ફાયર વિભાગને આપવામાં આવી છે. તે મુજબ ફાયર વિભાગે 31 જેટલા દિશા નિર્દેશો જાહેર કર્યા છે. જે પૈકી ગરબા પંડાલની ઊંચાઈ 6 મીટરથી વધારે રાખવાની હોય છે. અને તેમાં પોલીમર કે રેશમી પ્રકારના વસ્ત્ર કે કાપડનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પ્રત્યેક વ્યક્તિ માટે 1 ચોરસ મીટરની જગ્યા અનામત રાખવાની થાય છે, પ્રત્યેક ગરબા પંડાલની રચના કરતી વખતે તેમાં કોઈ પણ પ્રકારના ફિક્સ પાર્ટીશન રાખવાની મનાઈ કરાઈ છે.
આ નિયમોનું કરવું પડશે પાલન: વધુમાં દરરોજ જે ગરબા મંડળમાં લોકોની પ્રત્યક્ષ હાજરી હોય તેવા તમામ લોકોનો હાજરીનો પુરાવો પણ રાખવાનો હોય છે, તમામ ગરબા મંડળમાં 2 એક્ઝિટ વિરુદ્ધ દિશામાં રાખવાના સૂચન પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે, જે જગ્યા પર ગરબાનું આયોજન થઈ રહ્યું છે તે તમામ જગ્યા નો સ્મોકિંગ ઝોન તરીકે પણ રાખવાની હોય છે, વધુમાં ગરબા મંડળમાં જે કપડા પડદા કે અન્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ થાય છે તેના પર ફાયર રીટાઇન્ડ પેઈન્ટ લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: