જૂનાગઢ: નડિયાદ ખાતે અખિલ ગુજરાત એથ્લેટિકસ મંડળ દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સિનિયર ખેલાડીઓ માટે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાંથી અંદાજિત 400 જેટલા ખેલાડીઓએ એથલેટીક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સિનિયર ખેલાડીઓની સ્પર્ધામાં જુનાગઢમાંથી 40 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે અંતર્ગત જૂનાગઢને ગૌરવ મળે તે પ્રકારે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળીને કુલ 44 મેડલો જૂનાગઢ વાસીઓ જીતીને આવ્યા હતા.
જૂનાગઢના સિનિયર એથલીટોનો યશસ્વી દેખાવ: સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં યોજાયેલ 35 વર્ષથી લઈને 90 વર્ષ સુધીના સિનિયર સિટીઝન માટેની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં આ સ્પર્ધાની રમતોમાં સમગ્ર ગુજરાતમાંથી 400 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જૂનાગઢમાંથી 40 જેટલા મહિલા અને પુરુષ ખેલાડીઓ પણ નડિયાદ ખાતે હાજર રહ્યા હતા. બે દિવસ માટે યોજાયેલ આ વિવિધ સ્પર્ધાઓમાં જુનાગઢના સિનિયર સિટીઝન એથલીટોએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળીને કુલ 44 જેટલા પદકો પ્રાપ્ત કરીને જુનાગઢને ગૌરવની ક્ષણ અપાવી હતી.
44 જેટલા પદકો જૂનાગઢને થયા પ્રાપ્ત: માસ્ટર એથ્લેટિક્સમાં વિવિધ કેટેગરીમાં દોડ, ઝડપી ચાલ, લાંબી અને ઊંચી કૂદ, લંગડી, વાંસકુદ ગોળા અને ચક્રફેકની સાથે હથોડા ફેક અને બરછી ફેક જેવી અનેક ઍથલેટિક્સની રમતો રમાડવામાં આવી હતી. જેમાં જૂનાગઢના રેવતુભા જાડેજાએ હેમરથ્રો ચક્ર અને ગોળા ફેંકમાં ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. તો બીજી તરફ જૂનાગઢના જ રમાબેન જોષીએ ગોળા અને ચક્રફેકમાં સફળતાપૂર્વક ભાગ લઈને ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. ઉપરાંત જૂનાગઢના જ મહિલા સ્પર્ધક કિરણબેન રાવલે પાંચ કિલોમીટર 1800 અને 1500 મીટર રનીંગમાં ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને જૂનાગઢને સિનિયર સિટીઝન રમતગમતના ક્ષેત્રમાં બહુમાન અપાવ્યું છે.
જૂનાગઢના ખેલાડીઓએ વિદેશમાં પણ કર્યો છે યશસ્વી દેખાવ: જૂનાગઢના સિનિયર સિટીઝન ખેલાડીઓ ન માત્ર ભારત પરંતુ વિદેશની ભૂમિમાં પણ આયોજિત થતા સિનિયર સિટીઝનો માટેના રમતોત્સવમાં યશસ્વી દેખાવ કરી ચૂક્યા છે. જૂનાગઢના હીરાબેન વાસણ, ભાનુબેન પટેલ, રેવતુભા જાડેજા સહિત જિલ્લાના ઘણા ખેલાડીઓ છે કે જેઓએ ચાઇના, થાઈલેન્ડ, રશિયા, ફ્રાંસ જેવા દેશોમાં સિનિયર સિટીઝનો માટે આયોજિત થતાં રમતોત્સવમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીતવા સુધીની સીધી પણ પ્રાપ્ત કરી છે.
આ પણ વાંચો: