જૂનાગઢ: ભારતીય મુદ્રા પ્રદર્શન શીર્ષક અન્વયે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં વર્ષ 1835થી લઈને 2023 સુધીના સિક્કાઓનું એક પ્રદર્શન યોજવામાં આવ્યો હતો. જેમાં 1835 થી શરૂ કરીને 2023 સુધીના સિક્કાઓ સામાન્ય લોકો જોઈ શકે તેની વિગતો પ્રાપ્ત કરી શકે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું જેમાં ભારતના સિક્કા છાપવાની શરૂઆત અને પદ્ધતિથી લઈને વર્ષ 2023માં છાપવામાં આવેલા સિક્કાઓ પ્રદર્શિત કરાયા હતા.
રાજા-રજવાડાના અને રાણી સિક્કા: ભારતની શાસન પ્રણાલી સાથે જોડાયેલા રાજા-રજવાડાઓ તેમના સમયમાં તેમનું ખાસ ચલણ સિક્કાના રૂપમાં પ્રદર્શિત કરતા હતા તે સિવાય રાણી સિક્કા પણ પ્રદર્શનમાં મુકાયા છે. મોટેભાગે બ્રિટિશ રાજા-રજવાડાઓને સાંકળીને બનાવવામાં આવ્યા હતા. ભારતમાં 565 જેટલા દેશી રાજા રજવાડાઓનો શાસનકાળનો ઇતિહાસ પણ જોડાયેલું છે. જે પૈકીના 40થી 45 જેટલા રાજા-રજવાડાઓના શાસન કાળના સિક્કાઓ પણ પ્રદર્શિત કરાયા છે. જેમાં વિદેશના સિક્કાઓનો પણ સમાવેશ થાય છે. આ પ્રદર્શનમાં ફનમ ગોલ્ડ સિક્કા પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે જે 15 કે 16મી સદીના હોવાનું પણ સામે આવે છે.
ચંદ્રકેતુ ગઢના સિક્કાઓ: સિક્કા પ્રદર્શનમાં ચંદ્રકેતુ ગઢના ટેરાકોટા સિક્કાઓ પર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જે આજથી ત્રણ હજાર વર્ષ પૂર્વેના હોવાનું પણ ઇતિહાસમાં જોવા મળે છે. જે પહેલા 3000 વર્ષ પૂર્વે થયેલા ખોદકામમાંથી મળ્યા હોવાનું પણ ઇતિહાસમાં લખાયેલું છે. સિક્કા પ્રદર્શનમાં એક આખી થીમ કે જેને જુનાગઢ સાથે જોડવામાં આવી છે તેવા જનપદથી લઈને બાબી વંશ સુધીનો ઇતિહાસ જે સિક્કામાં સમાયેલો છે તેને પ્રદર્શિત કરાયો છે. જેના એક એક સિક્કા પણ પ્રદર્શનમાં મુકાયા છે આ સિવાય છત્રપતિ મહારાજના સમયમાં ચલણ તરીકે ઉપયોગમાં લેવાતા સિક્કા તેમજ ટીપુ સુલતાનના સમયમાં અર્થ વ્યવસ્થા માટે જાહેર કરાયેલા સિક્કાઓ પ્રદર્શનમાં મુકાયા છે.