જૂનાગઢ : જૂનાગઢના ગાયત્રી મંદિરમાં ભાગવત કથા ચાલી રહી છે આ દરમિયાન સતયુગના પ્રસંગનું કળિયુગમાં નિરૂપણ થતું જોવા મળ્યુ. ભાગવત કથા દરમિયાન કૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહના પ્રસંગનું આયોજન પણ થતું હોય છે. જેમાં પ્રતિકાત્મક રીતે કૃષ્ણ વિવાહ પ્રસંગ ભાગવત કથા દરમિયાન ધાર્મિક રીતે ઉજવવામાં આવતો હોય છે. જેમાં પ્રતિક રૂપે કૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ થતા હોય છે પરંતુ જૂનાગઢની ભાગવત કથામાં પ્રતીક નહીં પરંતુ વાસ્તવિક રીતે યુવક અને યુવતીના વિવાહનો પ્રસંગ યોજાયો હતો. આ લગ્ન પ્રસંગ ગાયત્રી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી શક્તિ મંડળ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યો હતો.
સંયુક્ત રીતે લગ્નનું આયોજન ગાયત્રી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી શક્તિ મંડળ દ્વારા સંયુક્ત રીતે જૂનાગઢના ભાર્ગવ અને હાર્દિકાના લગ્ન પ્રસંગ ઉજવાયો હતો. જેમાં મહિલાને કરિયાવરની તમામ ચીજ વસ્તુઓ શ્રી શક્તિ મંડળ દ્વારા આપવામાં આવી હતી. તો બીજી તરફ આ લગ્નમાં ભોજન સહિત અન્ય વ્યવસ્થા ગાયત્રી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી કરવામાં આવી હતી. પ્રસંગ ભાગવત કથાનો હતો પરંતુ કૃષ્ણ અને રુક્ષ્મણીના લગ્નનો પ્રસંગ યોજવાનો હતો. જેથી વર અને કન્યા પક્ષના લોકો પણ ભાગવત કથામાં શામેલ થઈને જાનૈયાની માફક કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહના સાક્ષી બન્યા હતાં.
કૃષ્ણ અને રુક્ષ્મણી વિવાહના પ્રસંગે લગ્ન આમ જૂનાગઢના ગાયત્રી મંદિરમાં ભાગવત સપ્તાહ ચાલી રહી છે તેમાં સતયુગનો પ્રસંગ ફળીભૂત થયો છે. ભાગવત કથા દરમિયાન કૃષ્ણ અને રુક્ષ્મણી વિવાહના પ્રસંગે જૂનાગઢની હાર્દિકા અને ભાર્ગવ નામના યુવતી અને યુવકના લગ્ન કરીને કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો.