જામનગર: દેશમાં ડીજીટાઈઝેશન ઝડપથી વધી રહ્યું છે. તો તેની સામે આ મામલે ગુનો કરવાવાળાની પણ સમસ્યાઓ વધી રહી છે. આધુનિક સમયમાં ગુનેગારો પણ આધુનિક રીતે ચોરી કરતાં થઈ ગયા છે. આ દરમિયાન જામનગર પોલીસે જિલ્લામાં ઓનલાઈન ગેમીંગના નામે લૂંટ કરતી ટોળકીને ઝડપી પડી છે. પોલીસને ઓનલાઈન ગેમીંગથી લૂંટ મચાવતા શખ્સો વિશે બાતમી મળી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ અધિકારીઓએ એસ.ઓ.જી સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ પાડી હતી. જ્યાં આરોપીઓ પોતાની પાસે રહેલ અને કમીશનથી મેળવેલ અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ફ્રોડના અને ગેરકાયદેસર ચાલતી ઓનલાઈન ગેમીંગના નાણા રાખ્યા હતા. જે રેડ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની પોતાની પાસે રહેલ લેપટોપ, ટેબલેટ અને મોબાઈલ ફોન તથા મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, આ ગુનેગારો લેપટોપ, ટેબલેટ અને મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન બેંકિંગના માધ્યમથી તેમજ ઓ.ટી.પી શેર કરી પોતાના મળતીયાઓ સાથે મળીને લૂંટ મચાવતા હતા. જે અંતર્ગત પોલીસે જામનગર ખાતેના સહ આરોપી તથા મુદ્દામાલ સાથે ગુનેગારોને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચાર આરોપી ઝડપાયા: મૂળ અમરેલી જિલ્લાનો રાહુલ હિરાભાઈ નારોલા કે જે વરાછા સુરતમાં રહે છે, મૂળ પશ્ચિમ બંગાળના એમ.ડી.બાદશા અને એમ.ડી. નાસિર, મૂળ ઝારખંડનો અવિનાશ પ્રસાદ ઓમપ્રકાશ મહતો અને જામનગરનો તુષાર ઘેટીયા, આ તમામ 5 આરોપીઓને પોલીસ ઝડપી પડ્યા છે.
આરોપીઓ પાસેથી શું મળ્યો મુદ્દામાલ: પોલીસને રેડ દરમિયાન અલગ-અલગ બેંક એકાઉન્ટની 3 ચેકબુક, અલગ-અલગ બેંકના 8 ડેબીટ કાર્ડ, 1 લેપટોપ, 1 ટેબલેટ, 6 મોબાઈલ ફોન અને 3 છુટક રહેલ સીમકાર્ડ મળી આવ્યા છે. આ તમામ સમાનને પોલીસ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: