જામનગરઃ રાજકોટ ગેમ ઝોન બ્લાસ્ટ બાદ સરકારી વિભાગો ચકાસણી બાબતે ઘણા એલર્ટ થઈ ગયા છે. જામનગર આરટીઓ દ્વારા સતત શાળા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 20 જેટલા વાહનોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
20 શાળા વાહનોને દંડઃ રાજકોટ ગેમ ઝોન બ્લાસ્ટની ગોજારી ઘટના બાદ જામનગર આરટીઓ દ્વારા શાળા વાહનોનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે સત્ય સાઈ સ્કૂલ પાસે આરટીઓ અધિકારીઓ દ્વારા સ્કૂલ વાન ચેકિંગ દરમિયાન 20 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે.
60થી વધુ શાળાને સીલઃ જામનગર આરટીઓ દ્વારા જે વાહન ચાલકો પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જામનગર મહા નગર પાલિકા દ્વારા 60થી વધુ સ્કૂલ સિલ કરવામાં આવી છે. રાજકોટ જેવી દુર્ઘટના જામનગરમાં ન સર્જાય તે માટે વિવિધ જગ્યાએ જામનગર મહા નગર પાલિકાની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
સરકારી વિભાગો બન્યા સજાગઃ રાજકોટ ગેમ ઝોન બ્લાસ્ટની ગોજારી ઘટના બાદ જામનગર આરટીઓ દ્વારા શાળા વાહનોનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે સત્ય સાઈ સ્કૂલ પાસે આરટીઓ અધિકારીઓ દ્વારા સ્કૂલ વાન ચેકિંગ દરમિયાન 20 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે. જામનગર આરટીઓ દ્વારા જે વાહન ચાલકો પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જામનગર મહા નગર પાલિકા દ્વારા 60થી વધુ સ્કૂલ સિલ કરવામાં આવી છે. રાજકોટ જેવી દુર્ઘટના જામનગરમાં ન સર્જાય તે માટે વિવિધ જગ્યાએ જામનગર મહા નગર પાલિકાની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.