ETV Bharat / state

JMC સ્પેશિયલ જનરલ બોર્ડમાં ભરતી અને બઢતીના ઠરાવ, વિપક્ષ કોર્પોરેટરે સભામાંથી વોક આઉટ કર્યું - JMC General Board - JMC GENERAL BOARD

હાલમાં જ જામનગર મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં યોજાઈ હતી. જેમાં વિપક્ષના કોર્પોરેટરોએ વેધક સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ કર્મચારીઓની નિમણુંક અને બઢતી અંગે ચર્ચા કરાઈ હતી. આ સાથે વિપક્ષ કોર્પોરેટરે સભામાંથી વોક આઉટ કર્યું હતું. જાણો સમગ્ર વિગત..

JMC સ્પેશિયલ જનરલ બોર્ડ
JMC સ્પેશિયલ જનરલ બોર્ડ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2024, 2:20 PM IST

જામનગર : મેયર વિનોદ ખીમસુરીયાના અધ્યક્ષ સ્થાને કુંવરબાઈ જૈન ધર્મશાળામાં જામનગર મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી ઉપરાંત અધિકારીઓ-પદાધિકારીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. સીધી ભરતી/બઢતીના રિક્રૂટમેંટ નિયમો મંજૂર કરવા અંગેની કમિશનની દરખાસ્ત અને વિપક્ષના કોર્પોરેટરે ચર્ચામાં ભાગ લીધો હતો.

વિપક્ષ દ્વારા વેધક સવાલ : જેનબબેન ખફીએ જણાવ્યું હતું કે, એક દરખાસ્ત માટે આટલી ઉતાવળે અને ખાસ સામાન્ય સભા બોલાવવાની શું જરૂર હતી ? દર વખતે અલગ અલગ જગ્યાએ સામાન્ય સભા બોલાવવાથી આવી જગ્યાના ભાડા ભરવા પડે છે. તો પછી નિયત સમયે મળતી સામાન્ય સભામાં આ દરખાસ્તોને કેમ લાવવામાં આવતી નથી ? શું ફક્ત એક જ એજન્ડા પૂરતી સામાન્ય સભા બોલાવવામાં આવી છે ? આ યોગ્ય નથી તેમ જણાવી તેઓએ સામાન્ય સભામાંથી વોક આઉટ કર્યું હતું.

JMC સ્પેશિયલ જનરલ બોર્ડમાં ભરતી અને બઢતીના ઠરાવ (ETV Bharat Gujarat)

કર્મચારીઓની નિમણુંક અંગે ચર્ચા : કોર્પોરેટર રાહુલ બોરીચાએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, રોસ્ટરના નિયમોની અમલવારી થતી નથી, નિયમનો પાલન થતું નથી અને લાગવગના ધોરણે બઢતી આપવામાં આવે છે. રચનાબેન નંદાણીયા એવી રજૂઆત કરી હતી કે, જે તે વિભાગમાં નિષ્ણાત અધિકારી/ કર્મચારીને જ નિમણૂક આપવી. આખરે 35 કર્મચારીઓ 11 માસના કોન્ટ્રાક્ટ પદ્ધતિના ધોરણે વર્ષોથી ફરજ બજાવે છે. તેનો પણ આમાં સમાવેશ કરવો જોઈએ.

અધિકારીઓની જવાબદારી પર પ્રશ્ન : અસ્લમ ખીલજીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયાનો કોઈ વિરોધ નથી, પરંતુ અતિવૃષ્ટિએ શહેરના લોકોની દશા અને દિશા બગાડી નાખી હતી. આજે પણ વોર્ડ નંબર 12 ના અનેક વિસ્તારમાં લોકોના ઘરમાં ગંદા પાણી ભર્યા છે. તે બાબતે પણ તંત્રએ વિચારવું જોઈએ. પાંચ દિવસનું કામ 25 દિવસે પણ પૂરું નથી થતું. આથી બેદરકાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવા જોઈએ એવી માંગણી કરી હતી.

  1. જામનગર મનપાના અધિકારી સામે 5 મહિલા કર્મચારીઓએ નોંધાવી જાતીય સતામણીની ફરિયાદ
  2. વિકાસની આડમાં ભ્રષ્ટાચારના આરોપ, વિપક્ષે જામનગર મનપા કચેરી માથે લીધી, જાણો મામલો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.