જામનગર: જોડિયા પંથક અને તેની આજુબાજુના વિસ્તારો ખનીજખોરી માટે ખૂબ જ વિખ્યાત છે. ભાદ્રા ગામ નજીક આવેલ ઉંડ નદી વિસ્તારમાં ખનીજચોરીના ફોટો તથા વિડીયોગ્રાફી કરવા બાબતનો ખાર રાખી યુવાનને ખનીજ માફિયાઓએ ઢોરમાર માર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
જીવલેણ હુમલોઃ જામનગર પંથકમાં જોડિયા આજુબાજુના વિસ્તારોમાં મોટાપાયે ખનીજખોરી થતી હોય છે. તેથી જોડિયાના ભાદ્રા ગામના નજીક આવેલ ઉંડ નદી વિસ્તારમાં ફ્લાઇંગ સ્કોવડની દ્વારા કામગીરી ચાલી રહેલ હતી. દરમિયાન ગોકળભાઈ વહાણભાઈ વરૂ નામનો એક યુવાન આ કામગીરીના ફોટા પાડી રહ્યો હતો અને વિડીયોગ્રાફી કરી રહ્યો હતો. દરમિયાન 5 જેટલા શખ્સોએ યુવાન પર છરી તથા ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો.
પોલીસ ફરિયાદઃ જામનગરમાં ખનીજ માફિયા કાયદાથી પર હોય તેમ બેફામ વર્તી રહ્યા છે. આ બનાવમાં ઉંડ નદી વિસ્તારમાં ખનીજચોરીના ફોટો તથા વિડીયોગ્રાફી કરવા બાબતનો ખાર રાખી યુવાનને ખનીજ માફિયાઓએ ઢોરમાર માર્યો હતો. આ હુમલા અંગે ગોકળભાઇએ 5 શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે યોગેશ ગોઠી, બાદનપરનો જીગો ઘેટિયા, રમીલાબેન (લીઝ હોલ્ડર), હિટાચી મશીનવાળો યુવાન અને 30 વર્ષનો એક અજાણ્યા યુવાનનો સમાવેશ થાય છે. ગોકળભાઈને પર છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઢોર માર માર્યો હતો. હુમલાખોરોએ ફરિયાદીના 3 નંગ મોબાઈલને પણ નુકસાન કર્યુ હતું. આ બનાવ સંદર્ભે જોડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PSI પી.જી.પનારા આગળની તપાસ કરી રહ્યા છે.