ETV Bharat / state

આઇ.સી.ટી દિવસ પ્રસંગે ઈશા અંબાણી પોતાના ભાષણમાં કોમ્યુનિકેશન,સ્ત્રી પ્રતિનિધિત્વ,જાતિગત ભેદભાવ વિશે વાત કરી - ISHA M AMBANI SPEECH - ISHA M AMBANI SPEECH

ગર્લ્સ ઇન ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેકનોલોજી (આઇ.સી.ટી.) દિવસ ઇન્ડિયા 2024 પ્રસંગે ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે, આજે અહીંયા ઉપસ્થિત તમામ લોકો પરિવર્તનને સ્વીકારવા માટે તૈયાર રહો. સાયન્સ અને ટેકનોલોજીને કારકિર્દીના વિકલ્પ તરીકે સ્વીકારવા માટે તૈયાર રહો કારણ કે સાયન્સ અને ટેકનોલોજી ભવિષ્યની ચાવી છે.ISHA M AMBANI SPEECH

ર્લ્સ ઇન ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેકનોલોજી (આઇ.સી.ટી.) દિવસે પ્રસંગે ઇશા અંબાણીએ ભાષણ આપ્યું
ર્લ્સ ઇન ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેકનોલોજી (આઇ.સી.ટી.) દિવસે પ્રસંગે ઇશા અંબાણીએ ભાષણ આપ્યું (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 5:01 PM IST

મુંબઇ: ગર્લ્સ ઇન ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેકનોલોજી (આઇ.સી.ટી.) દિવસ ઇન્ડિયા 2024 પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર ઇશા એમ.અંબાણીએ સ્પીચ આપી હતી. જેમાં તેમણે કોમ્યુનિકેશન, રોજગારી, આરોગ્યને લગતી સમસ્યાઓ અને સમાધાન જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, આપણે ખૂબ જ ઝડપી પરિવર્તનના સમયમાં જીવી રહ્યાં છીએ. વિશ્વ પરિવર્તન પામી રહ્યું છે, વિશ્વ નવિનતમ બની રહ્યું છે અને તેથી જ જો આપણે આ ઝડપથી પરિવર્તન પામતા વિશ્વમાં બચવું હોય તો આપણે નવા સંશોધનો કરવા જ પડશે.

સાયન્સ અને ટેકનોલોજી ભવિષ્યની ચાવી: ગર્લ્સ ઇન ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેકનોલોજી (આઇ.સી.ટી.) દિવસ ઇન્ડિયા 2024 પ્રસંગે ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે, આજે અહીંયા ઉપસ્થિત તમામ લોકો પરિવર્તનને સ્વીકારવા માટે તૈયાર રહો. સાયન્સ અને ટેકનોલોજીને કારકિર્દીના વિકલ્પ તરીકે સ્વીકારવા માટે તૈયાર રહો કારણ કે સાયન્સ અને ટેકનોલોજી ભવિષ્યની ચાવી છે. ભવિષ્યની મોટાભાગની રોજગારી આ ક્ષેત્રોમાં હશે. તેથી, પરંપરાના બંધનો તોડી નાંખો, તમારી જાતને પડકાર આપો અને પરિવર્તનકારી બનો.

દરેક ક્ષેત્રમાં ઇન્નોવેશન આધાર છે: કમ્યુનિકેશન, શિક્ષણ અને આરોગ્યસંભાળથી માંડીને વ્યવસાય અને ફાઇનાન્સ સુધી, ટેકનોલોજીની પરિવર્તનકારી તાકાત દ્રશ્યમાન છે. સામાન્ય રીતે STEM અને ખાસ કરીને ICT ટેકનોલોજીની અભૂતપૂર્વ પ્રગતિના ચાલકો છે. આપણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં વધારે ઉંડાણમાં ઉતરીએ તો ICTની ભૂમિકા વધુને વધુ મહત્વપૂર્ણ બનતી જાય છે. જે દરેક ક્ષેત્રમાં ઇન્નોવેશનનો આધાર છે અને સુનિશ્ચિત કરે છે કે, આપણી ડિજીટલ અને ટેકનોલોજીકલ પ્રગતિ તરફની યાત્રા અવિરત ચાલુ રહે અને આપણો દેશ આગળ વધશે.

ટેક વર્કફોર્સમાં જાતિગત ભેદભાવ: તેણે કહ્યું કે, દુઃખદ રીતે, આજે પણ ભારતના ટેક વર્કફોર્સમાં જાતિગત ભેદભાવ જોવા મળે છે. આપણે પ્રથમ બે ઔદ્યોગિક ક્રાંતિ ચૂકી ગયા છીએ અને ત્રીજીમાં માત્ર કદમતાલ મિલાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગે આપણને સુધારો કરવાની તક આપી છે. આપણે તકનો લાભ લેવો જોઇએ. આપણે આપણી જાતને જોતરવી જોઇએ અને આપણે શ્રેષ્ઠ બનવું જોઇએ. નહીંતર, આપણાં પર અપ્રસ્તુત બની રહેવાનું જોખમ રહેલું છે. તેથી ભારતના શ્રેષ્ઠતમ પ્રદર્શન માટે, વધારેને વધારે છોકરીઓ જે આવતીકાલની મહિલાઓ છે. STEMના ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઇએ અને ટેકનોલોજીને કારકિર્દીના વિકલ્પ તરીકે સ્વીકારવી જોઇએ.

વર્કફોર્સમાં મહિલાઓનું ઓછું પ્રતિનિધિત્વ: આગળ જણાવતા તેણે કહ્યું કે, ટેક ઇન્ડસ્ટ્રીના સતત વિકસી રહેલા પરિદૃશ્યમાં વર્કફોર્સમાં મહિલાઓનું ઓછું પ્રતિનિધિત્વ આઘાતજનક વાસ્તવિકતા છે. જાતિગત તફાવત માત્ર જાતિગત પૂર્વગ્રહ દર્શાવે છે. એટલું જ નહીં પરંતુ નવીન સંશોધનના માર્ગમાં અડચણ પણ છે. આ ખાઇને દૂર કરવી એ વ્યૂહાત્મક રીતે આવશ્યક છે, ઉદ્યોગની સાથે-સાથે સમાજ માટે સર્વગ્રાહી વિકાસ માટે જરૂરી છે. મહિલાઓ લીડર અને ચેન્જ મેકર બનવા માટે પુરુષો કરતાં ઓછી યોગ્ય નથી. અને તેમ છતાં સ્ત્રીનું ટોચ પર પહોંચવું પુરુષની પ્રગતિ કરતાં હંમેશા વધુ મુશ્કેલ છે. હું અંગત રીતે માનું છું કે, લીડર તરીકે મહિલાઓ પુરૂષોની સરખામણીએ સરસાઇ ધરાવે છે. સ્ત્રીઓમાં સહાનુભૂતિ હોય છે અને તે આપોઆપ તેમને વધુ સારા લીડર બનાવે છે

સ્ત્રીઓ જન્મજાત લીડર્સ હોય છે: ઇશા અંબાણીએ પોતાની માતા વિશે કહેતા જણાવ્યું કે, મેં મારી મમ્મી, એટલે કે મહિલા સશક્તિકરણની ચેમ્પિયન, શ્રીમતી નીતા અંબાણીને વારંવાર એવું કહેતા સાંભળ્યાં છે કે, તમે એક પુરુષને સશક્ત બનાવશો તો તે એક પરિવારનું પાલનપોષણ કરશે. પરંતુ તમે એક મહિલાને સશક્ત બનાવશો તો તે આખા ગામનું પાલનપોષણ કરશે. મારું માનવું છે કે, મારી મમ્મી જે કહે છે તે સાચું છે. સ્ત્રીઓ જન્મજાત લીડર્સ હોય છે. તેમની નિઃસ્વાર્થ ભાવના જ તેમને વધુ સારી લીડર્સ બનાવે છે. માટે મહિલાઓને લીડરશીપની ભૂમિકાથી વંચિત રાખીને આપણે વાસ્તવમાં આપણી જાતને આપણી સંપૂર્ણ ક્ષમતાને બહાર લાવવાની તકથી વંચિત રાખીએ છીએ. સમાન સહભાગીતા માટે આપણાં STEM અભ્યાસક્રમને સુદૃઢ બનાવવો મહત્ત્વપૂર્ણ છે. આપણે આપણી શિક્ષણ સામગ્રીને તમામ પક્ષપાતથી મુક્ત તેમજ બંને જાતિ માટે એકસમાન બનાવવાનું સુનિશ્ચિત કરવા જાતિગત સમાનતા નિષ્ણાતો સાથે પરામર્શ કરવો જ પડશે.

મહિલાઓના પ્રતિનિધિત્વમાં 6%ની વૃદ્ધિ: આગળ ઇશાએ કહ્યું કે, આપણા વિઝનરી વડાપ્રધાન, શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં, સરકાર પણ કોર્સમાં જરૂરી ફેરફારો તેમજ સુધારા કરી રહી છે અને તેના પરિણામો આપણી સામે છે. છેલ્લા એક દાયકામાં ટેક વર્કફોર્સમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં 6%ની વૃદ્ધિ જોવા મળી છે. ચાલો, આપણે આપણા સામાજિક માળખા અને શૈક્ષણિક પ્રણાલિમાં આમૂળ પરિવર્તન લાવીને તેને વધુ સમાવિષ્ટ બનાવીએ. STEM અને ICT દ્વારા મહિલાઓને સશક્ત બનાવીને આપણે મહિલાઓની અંદર ધરબાયેલી ક્ષમતાઓને બહાર લાવવાની સાથે તેમની આખી એક નવી પેઢીને ચોથી ઔદ્યોગિક ક્રાંતિના આ યુગમાં નેતૃત્ત્વ માટે પ્રેરિત કરી શકીએ છીએ. ત્યારબાદ તેણે કહ્યું કે, તો ચાલો, આ કોન્ફરન્સને આપણે એક નવી શરૂઆત તરીકે અંકિત કરીએ જેના થકી નવેસરથી પ્રયાસો હાથ ધરીને આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે, દરેક યુવા મહિલાને STEM અને ICTમાં તેના સ્વપ્નોને સાકાર કરવા પર્યાપ્ત તક અવશ્ય મળે.

  1. પાકિસ્તાની અમેરિકન બિઝનેસમેન સાજિદ તરારે પીએમ મોદી માટે શું કહ્યું જૂઓ - Pakistani American Businessman
  2. પીએમ મોદી પાસે ન તો કોઈ ઘર, ન તો કોઈ શેર, પગાર બેંક વ્યાજ સહિતની આવકના સ્ત્રોત જાણો - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.