ETV Bharat / state

GPSCના નવા ચેરમેન તરીકે પ્રામાણિક છબી ધરાવતા IPS હસમુખ પટેલને કાર્યભાર સોંપાયો - GPSC CHAIRMAN IPS HASMUKH PATEL

ગુજરાત સરકાર દ્વારા GPSC ના નવા ચેરમેન તરીકે પોલીસ અધિકારી હસમુખ પટેલને કાર્યભાર સોંપવામાં આવ્યો છે.- GPSC Chairman IPS Hasmukh Patel

IPS હસમુખ પટેલ (File Pic)
IPS હસમુખ પટેલ (File Pic) (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2024, 5:54 PM IST

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા Gujarat Public service commission (GPSC)ના ચેરમેન પદનો કાર્યભાર વરિષ્ઠ IPS હસમુખ પટેલના ખભે મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેઓ કાર્યભાર લે તે સાથે જેમને આ પદ પર નિમણૂક કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારીઓ અનુસાર, 1993 બેચના પોલીસ અધિકારી હસમુખ પટેલ મૂળ બનાસકાંઠાના ઈકબાલગઢના વતની છે. ત્યાં બનાસકાંઠામાં જ તેમણે હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો અને તે પછી તેઓએ વડોદરાની મ.સ. યુનિ.માં બી ઈ સિવિલનો અભ્યાસ કર્યો છે. જોકે તેઓની અભ્યાસની ડીગ્રીઓની વાત કરીએ તો તેઓ ઘણી ડીગ્રી ધરાવતા અધિકારી છે. તેમણે આ ઉપરાંત એમ ઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, માસ્ટર ડીગ્રી ઈન પોલીસ મેનેજમેન્ટ, એલએલએમ, એમબીએ, પીએચડી પણ કરેલી છે. ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવતા હસમુખ પટેલને માત્ર પાંચ માર્ક્સ ઓછા હોવાને કારણે મેડિકલને બદલે એન્જિનિયરિંગ લાઈનમાં આવવાનું થયું હતું. ચાર વખત UPSC આપી અને ત્રણ વખત ઈન્ટરવ્યૂ સુધી પણ પહોંચ્યા હતા. તેમણે ત્રીજા પ્રયાસમાં ઈન્ડિયન એકાઉન્ટ સર્વિસ અને ચોથા પ્રયાસમાં પોલીસ સર્વિસ પસંદ કરી હતી. સુરત, વલસાડ, પોરબંદર, ભાવનગરમાં પણ તેઓ જિલ્લા પોલીસ વડા તરીકે કાર્યભાર સંભાળી ચુક્યા છે. ઉપરાંત DIG IGP તરીકે તેઓ સુરત, ગાંધીનગર રેન્જમાં અને એસીબી ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલમાં પણ પોતાની સેવા આપી ચુક્યા છે. તેમને યુએન કીપિંગ ફોર્સ કોસોવામાં પણ સ્પેશ્યલ ડેપ્યુટેશન પર લઈ જવાયા હતા.

તેઓ હવે GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેમની છાપ પ્રામાણિક અધિકારીઓમાં થાય છે. તેથી સામાન્ય લોકોમાં પણ આ નિમણૂકની વાત થતા જ વિવિધ સરકારી ભરતી અને પરીક્ષાઓના સંચાલનમાં તેમની ભૂમિકા મહત્વની રહેશે તેવી છાપ છે. સરકારી આદેશ પ્રમાણે તેઓ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું હવે સંચાલન કરશે અને ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળે તેવી અપેક્ષાઓ લોકોમાં સેવાઈ રહી છે.

  1. દિવાળીમાં ફટાકડાનો અવાજ પાલતુ પ્રાણીઓ માટે હાનિકારક, પાલતુ પ્રાણીઓની દેખરેખ કેવી રીતે રાખવી? જાણો
  2. ભાવનગર વાસીઓનું અનોખું ફરસાણ: આ દિવાળીમાં તમે પણ માણો 'મૈસુબ'ની મહેક, જાણો બનાવવાની રીત...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.