ભાવનગર : દેશમાં IPL 2024 નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે ભાવનગરમાં ક્રિકેટ ચાહકો અને ક્રિકેટના ખેલાડીઓ સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી હતી. ક્રિકેટના ખેલાડીઓની IPL માં અલગ અલગ ટીમો પોતાની પસંદગીનું હોવાનું સામે આવ્યું હતું. જો કે ખેલાડીઓ IPL મેચ પ્રારંભ થવાને પગલે ખૂબ ઉત્સુક જોવા મળી રહ્યા છે અને પોતાની ટીમ અને ખેલાડીઓ વિશે પોતાના મત આપી રહ્યા છે.
ચેન્નઈ સુપર કિંગ્સના વધુ ફેન પણ બદલાવને લઈ શું છે મત : ચેન્નઈ સુપર કિંગ્સને લઈને ઈટીવી ભારતે ક્રિકેટના ખેલાડીઓના મત જાણવાની કોશિશ કરી ત્યારે આઇપીએલની શરૂઆતમાં ચેન્નઈ સુપર કિંગના ફેન્સ ખૂબ ઉત્સુક જોવા મળી રહ્યા છે. જાડેજા નિષ્ફળ ગયા બાદ બીજી કેપ્ટનશીપ જ્યારે ઋતુરાજ ગાયકવાડને આપવામાં આવી છે. તેને લઈને ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સના ચાહકોનું માનવું છે કે જાડેજા બાદ ઋતુરાજ ગાયકવાડ કેપ્ટનશીપમાં સફળ થઈ શકે છે. ધોની કેપ્ટનશીપ નથી કરતો તેને લઈને થોડું દુઃખ પણ છે.
પંજાબ અને કેકેઆર પર ખેલાડીઓની પસંદગી : ચેન્નઇ સુપરકિંગ્સ બાદ ક્રિકેટના ખેલાડીઓ દ્વારા આઈપીએલની પોતાની ટીમની પસંદગીમાં પંજાબ અને કેકેઆર ઉપર પણ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. કેટલાક આઈપીએલની પંજાબ અને કેકેઆર ટીમના ફેન્સ દ્વારા તેમની ટીમ આ વર્ષે સારું પ્રદર્શન કરશે તેવો પ્રતિભાવ આપ્યો હતો. જો કે મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓએ વિદેશી ખેલાડીઓ ઉપર પણ પોતાનો મદાર રાખ્યો છે અને આશા સેવી છે કે તેઓ આ વર્ષની આઈપીએલમાં સારું એવું પરફોર્મન્સ કરીને ટીમને આગળ લઈ જશે.
IPL મેચ જોવા ચાહકોનું શિડયુલ તૈયાર : ભારતમાં શરૂ થતી IPL પ્રીમિયર લીગને લઈને ક્રિકેટ ચાહકો મેચના પ્રારંભ સમયથી પોતાનું શિડયુલ નક્કી કરી લીધું છે. ક્રિકેટના ખેલાડીઓ સાથેની વાતચીતમાં દરેક ટીમના ફેન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની ટીમની મેચ હોય ત્યારે તેઓ અચૂક સમય કાઢી લે છે. દિવસ દરમિયાનના કાર્ય પૂર્ણ કરીને સાંજના સમયે મેચ જોવા માટે તેઓ ઉત્સુક હોય છે અને પોતાની ટીમ જીતે તેવી અપેક્ષા તેઓ સેવતા હોય છે. આમ સમગ્ર ભારતમાં ક્રિકેટ ખેલાડીઓની સાથે ભાવનગરના ખેલાડીઓ અને ચાહકો પણ આઇપીએલની શરૂઆતને પગલે ખૂબ ઉત્સુક જોવા મળી રહ્યા છે. જ્યારે નાની વયના પણ ક્રિકેટ ચાહકો પરીક્ષાનો સમય હોવા છતાં પણ આઈપીએલની મેચ જોવા માટે ઉત્સુક હોવાનું જોવા મળ્યું છે.