ETV Bharat / state

શા માટે વધી રહ્યો છે વિદેશ જવાનો ક્રેઝ ? IT અને ડેટા સાયન્સ માટે અમેરિકા હોટ ફેવરિટ - STUDENT VISA - STUDENT VISA

વિદેશમાં અભ્યાસ અને કમાવવા અર્થે જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. પરંતુ અભ્યાસ અર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓ વિષયની પસંદગી, પ્રોસેસ, ડોક્યુમેન્ટ અને નિયમો અંગે પૂરતી માહિતીના અભાવે મૂંઝવાતા હોય છે. શું તમે પણ વિદેશ જવા માંગો છો પણ જાણતા નથી શું કરવું ? તો ETV Bharat નો આ અહેવાલ ખાસ વાંચો...

શા માટે વધી રહ્યો છે વિદેશ જવાનો ક્રેઝ ?
શા માટે વધી રહ્યો છે વિદેશ જવાનો ક્રેઝ ? (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 5, 2024, 5:17 PM IST

શું તમે પણ વિદેશ જવા માંગો... (ETV Bharat Reporter)

અમદાવાદ : દિવસને દિવસે વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. જેમાં વિદેશ જતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ અમેરિકા અને કેનેડા છે. શા માટે વિદ્યાર્થીઓ વિદેશ જઈ રહ્યા છે અને આ દરમિયાન તેમને કેવી તકલીફ પડી શકે છે, જાણો આ અહેવાલમાં...

વિદેશમાં અભ્યાસનો ક્રેઝ : વિદેશ જતા વિદ્યાર્થીઓમાં ગુજરાત ટોપ 4માં આવે છે. વિદેશ જવાને લઈને વિદ્યાર્થીઓમાં અનેક પ્રશ્નો હોય છે. આ મામલે EDI ગ્લોબલ એજ્યુકેશનના ડિરેક્ટર કૌમુદી પાધ્યાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ તેમની આર્થિક સગવડ અને પોતાના રસના આધારે વિષય અને દેશની પસંદગી કરતાં હોય છે. જેમાં અમે તેમને ગાઈડ કરતાં હોય છે. સામાન્ય રીતે ગુજરાતીઓ સૌથી વધારે અમેરિકા અને ત્યારબાદ કેનેડા, જો કે હવે ધીમે ધીમે આયરલેન્ડ પણ વિદ્યાર્થીઓ જતા થયા છે.

વિદેશમાં પસંદગીના વિષય : સૌથી વધારે વિદ્યાર્થીઓ માસ્ટર્સ, ડેટા સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ વાળા વધારે હોય છે. મેડિસીન વાળા સ્ટુડન્ટ જોકે ઓછા જતા હોય છે. બેચલર્સ માટે IT સૌથી વધુ પસંદ કરતાં હોય છે. જોકે વિદ્યાર્થીઓને જે દેશમાં જવું હોય તે પ્રમાણે પણ તેઓ વિષયની પસંદગી કરતાં હોય છે. IT અને કમ્પ્યુટર સાયન્સ માટે US હોટ ફેવરિટ છે. બિઝનેસ અને એકાઉન્ટિગ માટે કેનેડા બેસ્ટ છે. પણ જોકે આ ફરજિયાત નથી.

વિદેશ જવાના મુખ્ય ફાયદા : આજે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિદેશ જઈ રહ્યા છે તેના કારણો વિદેશનું એક્સપ્લોઝર મળે, જે એમના કેરિયરને આગળ વધારવામાં મદદ મળે. વિદ્યાર્થીઓ તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને સારા કનેક્શન બનાવે છે. જે તેમને આગળ જતાં કારકિર્દીમાં મદદગાર સાબિત થાય છે. ગ્લોબલાઈઝેશનના જમાનામાં અલગ અલગ ભાષાની સ્કીલ પણ ડેવલપ કરે છે. એક નવા કલ્ચરમાં ઢાળીને પોતાને સ્વતંત્ર રીતે કામ કરવાની ક્ષમતા પણ વધારે છે. નવી તકો મળે છે.

વિદ્યાર્થીઓને શા માટે ઘેલુ લાગ્યું ? અમુક વિદ્યાર્થીઓ જ્યારે સારી ડિગ્રી લીધા પછી સારું પેકેજ ન મળે તો પોતાની જાતને અપગ્રેડ અને સારા પેકેજ માટે બહાર જતાં હોય છે. ઉપરાંત ત્યાંનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ આકર્ષિત કરે છે. ઘણા વિદ્યાર્થીઓમાં એવું પણ જોવા મળ્યું છે સામાજિક જવાબદારી ત્યાં એટલી હોતી નથી, એટલે પણ જાય છે. ઉપરાંત વિદેશમાં જે સારી વહીવટી સિસ્ટમ હોય છે, તે પણ તેમને આકર્ષિત કરે છે.

  • Indian Student Mobility Report 2023 અનુસાર વિદેશમાં જતા વિદ્યાર્થીઓમાં સૌથી વધારે પંજાબ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ થાય છે.
રાજ્ય વિદ્યાર્થીઓ(%)
પંજાબ12.05
આંધ્રપ્રદેશ/તેલંગાણા 12.05
મહારાષ્ટ્ર 12.05
ગુજરાત 8
દિલ્હી/NCR 8
તમિલનાડુ8
કર્ણાટક 6
અન્ય 33

ભારતીય વિદ્યાર્થીઓનું વિદેશગમન : બ્યુરો ઓફ ઈમિગ્રેશનના (BOI) ડેટા અનુસાર, 2023માં માત્ર 40,431 વિદેશી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાં આવ્યા હતા. જ્યારે વિદેશમાં અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 7.65 લાખ હતી. જ્યારે 2022 માં ભારત આવેલા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 31,910 અને 2021 માં 22,159 હતી.

2022માં વિદેશમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓના અંદાજિત ડેટા અનુસાર, યુનાઈટેડ સ્ટેટ્સ (4.65 લાખ) અને કેનેડા (1.83 લાખ) બે મુખ્ય દેશો છે, જે ભારતીય વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આકર્ષિત કરે છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા (1 લાખ), UAE (1.64 લાખ) અને યુનાઇટેડ કિંગડમ (0.55 લાખ) છે.

વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ : કૌમુદી પાધ્યાએ જણાવ્યું કે, અન્ય દેશોમાં કલ્ચર અને ભાષા અલગ હોય છે, જેથી તેમને અગાઉથી આ બાબતે માર્ગદર્શન મળવું જોઈએ. વધારે ત્યાં રહેઠાણના પ્રશ્નો ઉભા થતા હોય છે. શેરિંગમાં કોઈની સાથે ફાવે અથવા ન ફાવે. પાર્ટટાઈમ જોબ્સને લઈને સ્ટુડન્ટ તકલીફ અનુભવતાં હોય છે. USA, UK, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોએ 2024માં થોડા નિયમો સખ્ત બનાવ્યા છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાંથી ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ભણવા જાય છે. પરંતુ અનેક વિદ્યાર્થીઓ ફક્ત ત્યાં એન્ટ્રી માટે જતાં હોય છે. અને પછી ગેરકાયદેસર રહે છે. જેથી આ અંગે જે તે દેશો દ્વારા કડક તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ જ વિઝા એપ્રુવલ થાય છે.

કઈ બાબતોનું ધ્યાન રાખશો ? વિદેશી યુનિવસિર્ટીની ફી ઘણી જ વધારે હોય છે. વિદ્યાર્થીઓને ભાષા માટે હેરાન થવું પડે છે. વિદ્યાર્થીઓને કલ્ચરલ શોક પણ લાગતો હોય છે. હવામાન પણ ઘણા વિદ્યાર્થીઓને સેટ થતું નથી. વિદ્યાર્થીઓને પાર્ટ ટાઈમ જોબ અને અકોમોડેશનમાં પણ તકલીફ પડે છે. ક્યારેક રેસીઝમનો પણ સામનો કરવો પડતો હોય છે. જ્યારે તમે સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરો છો ત્યારે ડોક્યુમેન્ટનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય તમે બીજી પ્રવૃતિઓમાં સારું કરી રહ્યા છો તો એને પણ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તરીકે આપવા જોઈએ.

  1. અમેરિકન અર્થતંત્રમાં ભારતીય વિદ્યાર્થીઓનું યોગદાન વધ્યું, જાણો કઈ બાબતે ચીનને માત આપી
  2. ‘ટ્રમ્પની રંગભેદી ઇમિગ્રેશન પોલિસીને કારણે રદ થયા સ્ટુડન્ટ વીઝા’: શ્રીનિવાસન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.