વલસાડ: જિલ્લાએ દેશને મોરારજી દેસાઈ જેવા નાણાંમંત્રી અને વડાપ્રધાન આપ્યા છે, ત્યારે એક ગામના એટલે કે મોરારજી દેસાઈના જ ગામ ભદેલીના રહીશ સોહમ દેસાઈ જેઓએ હાલમાં ઇન્ડીયન ક્રિકેટ ટીમ જે ટી-20 વર્લ્ડ કપ જીતીમાં પોતાનું યોગદાન આપ્યું છે. આથી વલસાડ આવતા તેના માટે સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં 29 થી વધુ સંસ્થાઓ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે સોહમે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં લીડ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ તરીકે ફરજ આપી છે.
સોહમ દેસાઈ એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે: વલસાડના મૂળ ભદેલી ગામના રહીશ સોહમ મધ્યમ વર્ગીય પરિવારથી આવે છે. તેના પિતા અતુલ કંપનીમાં નોકરી કરે છે અને માતા એક ગૃહિણી છે. તેણે અતુલ શાળામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વધુ અભ્યાસ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો હતો. જ્યાં તેમણે આયર્લેન્ડ ખાતે માસ્ટર ઇન હાઇપરફોર્મન્સ કોચિંગમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ડિગ્રી લઈ તેણે અનેક જગ્યાએ પોતાની સેવા આપી હતી. જે બાદ 2020માં ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં તેની લીડ સ્ટ્રેન્થ કન્ડિશનિંગ કોચ તરીકે નિમણૂક થઈ હતી. અને હાલમાં જે t20 વર્લ્ડ કપ યોજાયો તેમાં પણ સોહમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
સોહમ પોતે ગર્વ અનુભવે છે: Etv ભારત સાથે વાતચીત કરતા સોહમ દેસાઈએ જણાવ્યું કે, એક સામાન્ય વલસાડ જેવા શહેરના નાનકડા ગામમાંથી એક ગ્લોબલ લેવલ સુધી પહોંચવું એ ખૂબ મોટી ગર્વ કરવાવાળી બાબત છે. વધુમાં જણાવતા તેણે કહ્યું કે, આજનો યુવાન કોઈપણ સપનું જુએ અને સતત આશા રાખે તો તે હંમેશા પોતાનું સપનું પૂર્ણ કરી શકે છે. આ સાથે હાર્ડવર્ક અને નસીબે પણ સાથ આપતું જોઈએ.
17 વર્ષ પછી વર્લ્ડ કપ t20 કપ આવ્યો: સોહમ દેસાઈએ વાતચીત કરતા જણાવ્યું કે, અમે ક્યારે પણ એવું વિચાર્યું ન હતું કે વર્લ્ડ કપ અમે જીતીને જ આવીશું, પરંતુ તમામ રમતવીરોની મહેનત, સ્વપ્ન અને ગુડ લક કામ કરી ગયું. પરિણામે વર્ષો પહેલા તમામ રમતવીરોએ જોયેલું સ્વપ્ન સાકાર થયું છે. તેણે વધુમાં જણાવતા કહ્યું કે, 13 વર્ષ પછી ભારતમાં આઈસીસી ટ્રોફી આવી છે અને 17 વર્ષ પછી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતીને આવ્યા છે જે ખૂબ મોટી વાત છે. બધા આનંદિત છે દરેક જગ્યાએ હાલમાં ઉજવણીઓ થઈ રહી છે.
હાઈ પર્ફોર્મન્સ કોચિંગ વિશે જણાવ્યું: તેણે હાઈ પરફોર્મન્સ કોચિંગ વિશે જણાવ્યું હતું કે, એક સામાન્ય રમતવીત કરતા હાઈ પરફોર્મન્સ કોચિંગ લીધા બાદ વિશ્વ લેવલ ઉપર રમતવીર કેવી રીતે આગળ વધી શકે એ તમામ પ્રકારના પાસા હાઇપરફોર્મન્સ કોચિંગમાં જણાવવામાં આવે છે. જે મળ્યા બાદ વ્યક્તિ ક્યારે પાછળ પડતો નથી.
વલસાડની 30 થી વધુ સંસ્થા દ્વારા સન્માન કરાયું: વલસાડમાં આવેલી 30થી વધુ સંસ્થાઓ દ્વારા સોહમ દેસાઈનો એક વિશેષ સન્માન સમારોહ વલસાડ મોંઘાભાઈ હોલ ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ વ્યક્તિ વિશેષ દ્વારા પણ તેને સન્માનિત કરવામાં આવ્યો હતો. અગ્રણીઓએ જણાવ્યું કે વલસાડ જિલ્લામાં મોરારજી દેસાઈ બાદ વધેલીનું જો કોઈએ નામ મોટું કર્યું હોય તો તે સોહમ દેસાઈ છે. અને તેનું નામ મોરારજી કાકાના લીસ્ટ માં મૂકવું જ જોઈએ.
ભવિષ્યમાં વલસાડમાંથી પણ રમતવીરો વિશ્વ ફલક ઉપર જાય: ઓહમ દેસાઈએ જણાવ્યું કે, વલસાડ જેવા નાનકડા શહેર અને આસપાસના ગામોમાં અનેક પ્રતિભા રહેલી છે તેમને પણ એક પ્લેટફોર્મ મળે અને તેઓ પણ વિશ્વ ફલક સુધી પહોંચે એવા હેતુ સાથે કોઈપણ મદદની જરૂર હોય તો તે આવા યુવાનોને મદદરૂપ થવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. આમ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં લીડ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ તરીકે ફરજ આપતા સોહમ દેસાઈએ પણ વર્લ્ડ કપમાં પોતાનું યોગદાન ખેલાડીઓનો જુસ્સો પૂરો પાડીને આપ્યું છે.