ETV Bharat / state

હવે 5 કલાકમાં અમદાવાદથી ભુજ, દેશની પ્રથમ નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેનનો પ્રારંભ, લોકોએ કરી ફ્રી મુસાફરી - Namo Bharat Rapid Metro Train

કચ્છના લોકોની હાઈ સ્પીડ ટ્રેનની માંગને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા દેશની સર્વ પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેનનો આજથી પ્રારંભ થયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી વર્ચ્યુઅલી જોડાઈને લીલી જંડી આપીને આ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ દિવસે નિઃશુલ્ક મુસાફરી હોવાથી કચ્છના કેટલાક મુસાફરોએ તેનો લાભ લીધો હતો. Namo Bharat Rapid Metro Train

ભારતની પ્રથમ નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેનનો આજથી પ્રારંભ
ભારતની પ્રથમ નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેનનો આજથી પ્રારંભ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2024, 8:47 PM IST

Updated : Sep 16, 2024, 9:20 PM IST

ભુજથી અમદાવાદ ભારતની પ્રથમ નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેનનું આજથી પ્રારંભ (Etv Bharat Gujarat)

કચ્છ: દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેનની આજે પ્રારંભ સમયે કચ્છના પ્રવાસીઓ માટે નિઃશુલ્ક મુસાફરીનું રેલવે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભુજથી ગાંધીધામ તો અનેક લોકોએ અમદાવાદ સુધીની મુસાફરી માટે આ નવી ટ્રેનમાં લાભ લેવા પહોંચ્યા હતા અને ટ્રેનમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ જોઈને પણ પ્રભાવિત થયા હતા.

નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેનનું આજથી પ્રારંભ પ્રથમ દિવસે લોકોએ કરી નિઃશુલ્ક મુસાફરી
નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેનનું આજથી પ્રારંભ પ્રથમ દિવસે લોકોએ કરી નિઃશુલ્ક મુસાફરી (Etv Bharat Gujarat)

કચ્છના વિદ્યાર્થીઓને તેમજ અન્ય પ્રાંતના લોકોને ખૂબ જ ઉપયોગી થશે: કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કચ્છને વધુમાં વધુ ટ્રેનો મળે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. ત્યારે આજે કચ્છને નવી મેટ્રો ટ્રેન મળતા કચ્છવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ મુદ્દે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે દેશની સર્વ પ્રથમ વંદે મેટ્રો ટ્રેન કચ્છને મળી રહી છે જેનું નામ પણ આજથી નમો ભારત રેપિડ ટ્રેન છે જે દેશ માટે અને કચ્છીઓ માટે આનંદની વાત છે. આ ટ્રેન 5 કલાકમાં ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ પહોંચશે. આ ટ્રેન અનેક સુવિધાઓથી સજ્જ છે. જેમાં 1150 જેટલા મુસાફરો મુસાફરી કરી શકશે. તમને જણાવી દઈએ કે, આ ટ્રેન મુંબઈ સાથે પણ કનેક્ટેડ છે સવારના ભુજથી અમદાવાદ પહોંચ્યા બાદ અમદાવાદથી લોકો બપોરે મુંબઈની વંદે ભારત એકસપ્રેસમાં મુસાફરી કરીને રાત્રે મુંબઈ પણ પહોંચી શકે છે. આ ટ્રેન કચ્છના વિદ્યાર્થીઓને તેમજ અન્ય પ્રાંતના લોકોને ખૂબ જ ઉપયોગી થશે.'

આગામી સમયમાં નોકરિયાત વર્ગ દ્વારા ખૂબ સારો આવકાર મળશે: પ્રથમ વખત મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા અને અગાઉ રેલવે વિભાગમાં નોકરી કરી ચૂકેલા ભીખુભાઈ આહિરે જણાવ્યું હતું કે, 'આ ટ્રેન ખૂબ સારી છે અને સ્વચ્છતા પણ છે. 10 વર્ષ અગાઉની ટ્રેન અને આજની ટ્રેનોમાં ખૂબ અંતર છે. આ ટ્રેનનો સમય પણ યોગ્ય છે તો આ ટ્રેનને આગામી સમયમાં ખૂબ સારો ટ્રાફિક મળી રહેશે. ભાડું પણ આ ટ્રેનનો ખૂબ વ્યાજબી છે અને આગામી સમયમાં નોકરિયાત વર્ગ દ્વારા ખૂબ સારો આવકાર મળશે.

ભુજથી અમદાવાદ ભારતની પ્રથમ નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેન
ભુજથી અમદાવાદ ભારતની પ્રથમ નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેન (Etv Bharat Gujarat)

આ ટ્રેનમાં સફર યાદગાર રહી જશે: મુસાફરી કરી રહેલા હિતેન્દ્ર ઝાલાએ જણાવ્યું હતું કે, 'પહેલી જ વખત કોઈ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છીએ. મિત્ર વર્તુળ સાથે આ નવી ટ્રેન જોવા માટે આવ્યા હતા અને ખૂબ અદ્યતન ટેકનોલોજી સાથેની આ ટ્રેન છે અને ખાસ કરીને ઝડપી છે જેથી લોકોનો સમય પણ બચશે. મોબાઈલ ચાર્જિંગ તેમજ ટોયલેટની પણ સારી સુવિધા છે. આ ઉપરાંત સેન્ટ્રલી એસી છે ત્યારે આ ટ્રેનમાં સફર યાદગાર રહી જશે.

વંદે મેટ્રોની સુવિધાઓ: મેક ઇન ઇન્ડિયા વંદે મેટ્રો ટ્રેન સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત છે અને આ ટ્રેનમાં 12 જેટલા એસી કોચ છે, જેમાં સેન્ટ્રલ ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, એલઈડી લાઈટિંગ, ઈવેક્યુએશન ફેસિલિટી સાથેના ટોયલેટ, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગ ફેસિલિટી, એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન ફેસિલિટી અને એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે.

110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે: ઉલ્લેખનીય છે કે, ભુજથી જતી સામાન્ય ટ્રેનો એન્જિન બદલાવવા માટે ગાંધીધામ ખાતે વધારે સમય લેતી હતી જોકે વંદે મેટ્રો ટ્રેનમાં બંને તરફ એન્જિનો હતા તે સમય પણ બચશે તો સાથે સાથે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ટ્રેન ચાલી શકે છે જેથી માત્ર 5:45 કલાક જેટલા સમયમાં જ તે ભુજ થી અમદાવાદ પહોંચાડશે.

શું રહેશે સમય? અમદાવાદ-ભુજ વંદે મેટ્રો શનિવાર સિવાય દરરોજ અમદાવાદથી 5:30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11:10 કલાકે ભુજ પહોંચશે. તો ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન રવિવાર સિવાય દરરોજ 05.05 કલાકે ભુજથી ઉપડશે અને તે જ દિવસે 10.50 કલાકે અમદાવાદ પહોંચશે. રેગલુર રીતે આ ટ્રેન ભુજથી 18 સપ્ટેમ્બર 2024થી દોડશે. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ મુસાફરી દરમિયાન આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સમાખ્યાલી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશન પર ઉભી રહેશે.

કેવી રીતે થશે ટિકિટ બુક કેટલું હશે ભાડું? આ વંદે મેટ્રો ટ્રેનનું ભાડું મિનિમમ 30 રૂપિયા જેટલું રાખવામાં આવ્યું છે તો ભુજથી અમદાવાદ માટે 359 કિમીના 455 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ ટ્રેનમાં 1150 જેટલા મુસાફરો બેસીને તેમજ 2000 લોકો ઉભા રહીને મુસાફરી કરી શકશે. આ ટ્રેન અનરિર્ઝવ હોવાથી તેમાં એડવાન્સ બુકિંગ નહીં કરી શકાય, પરંતુ રેલવે સ્ટેશન પરથી 2 કલાક પહેલા અથવા યુટીએસ કાઉન્ટર પરથી આ ટ્રેન માટેની ટિકિટ મેળવી શકાશે.

કચ્છના આર્થિક વિકાસને વેગ: ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ સ્ટેશનો વચ્ચે મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી રહી છે. આ વંદે મેટ્રો ટ્રેન વિવિધ પ્રકારના આધુનિક પ્રવાસના અનુભવો કરાવશે. આ વંદે મેટ્રો ટ્રેન કચ્છના આર્થિક વિકાસને વેગ આપશે, રોજગારીની નવી તકો ઊભી કરશે અને સ્થાનિક પ્રવાસનને પણ વેગ આપશે.

આ પણ વાંચો:

  1. હવે મિનિટોમાં જ અમદાવાદથી ગાંધીનગર, PM મોદીના હસ્તે મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ - gandhinagar ahmedabad metro train
  2. લાઈવ વડાપ્રધાનના હસ્તે ગુજરાતમાં વિકાસની વણઝાર, રાજ્યને મળશે 8 હજાર કરોડના વિકાસકાર્યોની સોગાત - PM Modi Gujarat Visit

Last Updated : Sep 16, 2024, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.