ETV Bharat / state

વિસનગરમાં રમાતી ખાસડા હોળીની અનોખી પરંપરા, જૂતાં મારો તો વર્ષ સારું જાય - Visnagar Khasda Holi 2024 - VISNAGAR KHASDA HOLI 2024

આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ. પણ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા 100 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. જેને વિસનગરના લોકો ખાસડા યુધ્ધ તરીકે ઓળખે છે. કહેવાય છે કે, આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારૂં જાય છે.

Visnagar Khasda Holi 2024
Visnagar Khasda Holi 2024
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 9:28 AM IST

વિસનગરમાં રમાતી ખાસડા હોળી

વિસનગર: મંડી બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે 100 વર્ષથી ખાસડા યુધ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. જો કે, હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે.

કેવી રીતે મનાવે છે હોળી ?

વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રામણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે. બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જા‍ય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે.

શું છે ખાસડા હોળી પાછળની માન્યતા:

કહેવાય છે કે, જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂ જાય તેવી માન્યતા છે. વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું, ત્યારથી આ પરંપરાની શરૂઆત અહીં થઇ છે, જે આજે પણ યથાવત છે. બદલાવ એટલો આવ્યો છે કે, હાલ ખાસડાનું પ્રમાણ ઓછું હોય છે. તેનું સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિ‌તનાં શાકભાજીએ લીધું છે. ધૂળેટીના દિવસે 100 વર્ષથી વિસનગરવાસીઓએ હજુ પણ આ પરંપરાને સાચવી રાખી છે. જો કે, હવે ખાસડાને બદલે શાકભાજીનો જ મારો ચલાવીને આ ઉજવણી થાય છે.

આમ તો કોઇને શાકભાજી કે ખાસડું છુટ્ટુ મારવામાં આવે તો ઝઘડો થઇ જાય. પણ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઇ પણને શાકભાજી કે ખાસડું મારવાની છૂટ છે. લોકો હોંશે હોશે ખાસડા અને શાકભાજીનો માર ખાય છે. કારણ કે વર્ષ સારું જાય છે ભાઈ...

  1. જાણો ડાકોરના ઠાકોરની હોળી વિશે, ડાકોર રણછોડરાયજી મંદિરમાં રંગોત્સવની ધૂમ - Holi 2024 Dakor
  2. હોળીના તહેવારો દરમિયાન ખજૂર, ધાણી અને દાળિયા ખાવા આરોગ્ય માટે લાભપ્રદ શા માટે ? - Holi 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.