ETV Bharat / state

વલસાડમાં વરસાદે વધારી આફત, બરૂડિયાવાડ વિસ્તારમાં આવેલા ઘરો પાણીમાં ગરકાવ - Heavy rains in Valsad - HEAVY RAINS IN VALSAD

દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી છે. 24 કલાકમાં 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વલસાડ તાલુકામાં નોંધાયો છે. વલસાડ શહેરના ઓરંગા નદીના પટ વિસ્તારમાં આવેલા લીલાપર ગામના બરોડિયા વાળ વિસ્તારમાં 10 થી 12 ગૌરવ પૈકી પાંચ જેટલા ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. Heavy rains in Valsad

લસાડના બરૂડિયાવાડ વિસ્તારમાં પાંચ ઘરોમાં વરસાદી પાણી ભરાયા
લસાડના બરૂડિયાવાડ વિસ્તારમાં પાંચ ઘરોમાં વરસાદી પાણી ભરાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 14, 2024, 1:29 PM IST

લસાડના બરૂડિયાવાડ વિસ્તારમાં પાંચ ઘરોમાં વરસાદી પાણી ભરાયા (Etv Bharat Gujarat)

વલસાડ: વલસાડ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં મેઘરાજાએ શહેરને બરાબર ઘમરોડ્યું છે. જિલ્લાના નજીકમાં આવેલા લીલાપર ગામના ઔરંગા નદીના પટ પાસે આવેલા બરોડિયાબવાડ વિસ્તારમાં અંદાજિત 10 થી 12 જેટલા ઘરો આવેલા છે. જેમાંથી પાંચ જેટલા ઘરોમાં આજે વરસાદી પાણી છેક ગળા સુધીના પરિવર્તા ઘરમાં રાખેલી તમામ વસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે ઘરમાં મૂકવામાં આવેલા અનાજ ઘરવખરી તેમજ વિવિધ સામાનમાં વરસાદી પાણીપુરી મળ્યું છે જેના કારણે પાંચ જેટલા ઘરોના લોકોને મુશ્કેલીમાં મુકવાનો વારો આવ્યો છે.

વલસાડના બરૂડિયાવાડ વિસ્તારમાં પાંચ ઘરોમાં વરસાદી પાણી ભરાયા
વલસાડના બરૂડિયાવાડ વિસ્તારમાં પાંચ ઘરોમાં વરસાદી પાણી ભરાયા (ETV Bharat Gujarat)

પાંચ જેટલા ઘોરોમાં છત સુધી પાણી ફરી વળ્યા: લીલા પોરના બરોડિયા વાળ વિસ્તારમાં પાંચ જેટલા ઘરોમાં વરસાદી પાણી એટલી હદે ફરી વળ્યા કે છેક ઘરની છતના છાપરા સુધી પાણી પહોંચવા માંડ્યું હતું. જેને પગલે ઘરમાં રહેતા તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘટના બનતા આસપાસના અન્ય વિસ્તારના લોકો પણ દોડી આવ્યા હતા અને જીવના જોખમે તમામ લોકોને બહાર કાઢ્યા હતા વરસતા વરસાદમાં ગળા સુધીના પાણીમાં ઉતરીને ઘરમાં રહેતા લોકોને બહાર કાઢી લેવાયા હતા.

ઘરમાં રાખેલો સામાન આસપાસના લોકોએ બહાર કાઢ્યો: લીલાપુર ગામે બરોડિયા વાડ વિસ્તારમાં રહેતા રહેતા લોકોના ઘરોમાં વરસાદી પાણી એટલી હદે ફરી વળ્યા કે ઘરમાં મુકેલો તમામ સામાન પાણીમાં ડૂબી ગયો હતો. કેટલોક સામાન ને બહાર કાઢી લેવા માટે આસપાસના લોકો જીવના જોખમે ડૂબેલા ઘરોમાં પહોંચી બહાર કાઢ્યો હતો અને આ સામાન બહાર કાઢવા માટે લોકોએ ગળા સુધીના પાણીમાં ઉતરીને ઝંપલાવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ થતાં જ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

ભર વરસાદમાં છતાં ઘરે બેઘર જેવી સ્થિતિ: લીલાપુર ગામમાં બરડીયા વાળ વિસ્તારમાં આવેલા 10 થી 12 ઘરો પૈકી પાંચ ઘરોના લોકોને વરસાદી પાણી પરિવર્તન ઘર હોવા છતાં પણ બે ઘર જેવી સ્થિતિ સર્જાય છે. વરસતા વરસાદમાં ખાલી હાથે એટલે કે, ઘરમાં રાખેલી તમામ ચીજ વસ્તુઓ વરસાદી પાણીમાં પલળી જતા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, અને છતાં ઘરે બેઘર જેવી પરિસ્થિતિ સર્જાય છે. જોકે સ્થાનિક લોકોએ બે ઘર બનેલા લોકોને મદદ માટે આગળ આવ્યા છે. અને વરસતા વરસાદમાં કેટલીક ચીજ વસ્તુઓ ડૂબેલા ઘરમાંથી પણ બહાર કાઢી મદદરૂપ બન્યા છે.

દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પરિસ્થિતિ: લીલાપુર ગામ ઔરંગા નદીની નજીકના પોર્ટ વિસ્તારમાં આવેલા બરડીયા વાળ ક્ષેત્રમાં દર વર્ષે ચોમાસું આવતા જ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. કારણ કે, વધુ વરસાદ થતાં નદીમાં આવતું પાણી અને આસપાસના વિસ્તારમાંથી આવતું વરસાદી પાણી તેઓના ઘરના આંગણે થઈ સીધુ ઘરમાં પ્રવેશી જતું હોય છે. જેના કારણે રાત્રિ દરમિયાન પણ અનેકવાર તેઓને પોતાના ઘરમાંથી બહાર નીકળવાનો વારો આવે છે. આ પૂર જેવી સ્થિતિમાં વરસતા વરસાદમાં લોકોએ પોતાના ઘરમાંથી બહાર નીકળી જવું પડે છે.

વલસાડના અનેક ગામોમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાયા: વલસાડના ઔરંગા નદીના પોર્ટમાં આવેલા આસપાસના લીલાપોર, પારડી સાંઢપોર, વલસાડ પારડી, હનુમાન ભાગડા, ભાગડા વાળા, ભદેલી દેસાઈ પાટી, અંજલાવ જેવા નીચાણ વાળા વિસ્તારના ગામોમાં વરસાદી પાણી અને નદીમાં પૂર આવતા અનેક રોડ ઉપર પાણી ફરી વળતા અનેક નીચાણવાળા ક્ષેત્રના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વલસાડ શહેરી વિસ્તારમાં પણ છીપવાડ દાણા બજાર તરિયાવાડ ક્ષેત્રમાં વરસાદી પાણી ફરી વળે છે.

વિવિધ તાલુકાઓમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ: આજે શનિવારે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં પાંચ તાલુકાઓમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેમાં વલસાડ તાલુકામાં 6 ઇંચ, ધરમપુર તાલુકામાં 3.2 ઇંચ, પારડી તાલુકામાં 4.1 ઇંચ, કપરાડા તાલુકામાં 4.5 ઇંચ, ઉમરગામ તાલુકામાં 4.6 ઇંચ, જ્યારે વાપી તાલુકામાં 3.7 ઇંચ, જેટલો વરસાદ નોંધાયો છે.

મધુબન ડેમના આઠ દરવાજા 1.30 મીટર ખોલાયા: ઉપરવાસમાં પડી રહેલા 24 કલાકથી ભારે વરસાદને કારણે મધુબન ડેમના આઠ જેટલા દરવાજા 1.30 મીટર સુધી ખોલાયા છે. જેમાં દર કલાકે ડેમમાં 37,533 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. હાલ ડેમનું લેવલ 72 મીટર સુધી છે જ્યારે આઉટ ફ્લો 39,577 ક્યુસેક પાણી રિલીઝ કરવામાં આવી રહ્યું છે. આમ મધુબન ડેમમાં પણ ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક વધી છે.

જિલ્લાના કુલ 35 જેટલા રોડ ઓવર ટોપિંગને કારણે બંધ: વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વિવિધ નદી અને નાડા ઉપર બનેલા ચેકડેમ લો લેવલના છે, એ તમામ ઉપરથી નદી અને નાડામાં આવતા વરસાદી પાણીના પૂર પરિવર્તનના કારણે 35 જેટલા માર્ગો બંધ થયા છે વાહન વ્યવહાર આ તમામ માર્ગો ઉપર હાલ બંધ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ ની માહિતી અનુસાર કપરાડા તાલુકાના 15 જેટલા રસ્તાઓ જ્યારે પારડી તાલુકાના ચાર વલસાડ તાલુકાના આઠ અને ઉમરગામ તાલુકાના સાત મળી કુલ 35 જેટલા માર્ગો ઉપર આવેલા નાના-મોટા બ્રીજો ઉપર વરસાદી પાણી ફરી વળતા ઓવરટોપિન્ગને કારણે રસ્તાઓ બંધ થયા છે.

  1. થોડા દિવસોની શાંતિ બાદ હવે ચોમાસું ફરી જોર પકડશે, જાણો ક્યારે અને કયા થશે વરસાદ ? - gujarat WEATHER FORECAST
  2. કામરેજ ખાતે લોકમાતા તાપીના જન્મદિવસ નિમિત્તે ભરવાડ સમાજે 551 મીટર લાંબી ચૂંદડી ઓઢાડી - Tapi River birthday

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.