વડોદરા: વડોદરાના બે જાણીતા બિલ્ડર ગ્રુપને ત્યાં આજે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને વડોદરામાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી દ્વારા બે થી વધુ બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રીયલ એસ્ટેટ ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્કીટેક્ટને ત્યાં પણ તેમજ 10 થી વઘુ સ્થળોએ હાલ ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરના કર ચોરોમાં ભારે ફફડાટ: આજ રોજ વહેલી સવારથી જ આઇટીની ટીમ દ્વારા વડોદરા શહેરના મોટા બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેને લઈને વડોદરા શહેરના વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં મોટી માત્રામાં કર ચોરી કરતા વેપારીઓનો રાફડો ફાટ્યો હતો. જેને લઈને આઈટી વિભાગે આજે સર્ચ ઓપરેશન કર્યું હતું.
નજીકના દિવસોમાં જ દિવાળી પર્વ આવી રહ્યો છે: વડોદરા સહિત દેશભરમાં દિવાળીનો તહેવારની તાડમડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજ રોજ વડોદરા શહેરમાં આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વેપારીઓમાં પણ આ પર્વને લઈને વધુમાં વધુ વેચાણ થાય તેવું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
120 થી વધુ અધિકારીઓ દરોડામાં જોડાયા: આજરોજ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ જાણવા મળતી માહિતી મુજબ વડોદરાના નિલેશ શેઠ અને રોનક શાહ સાથે સંકળાયેલા બે મોટા બિલ્ડર જુથોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની ટીમો એ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા, અમદાવાદ અને સુરત આમ ત્રણ શહેરની ટીમો બે બિલ્ડર જુથોનો ત્યાં દસ્તાવેજો, હિસાબી વહીવટ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના વ્યવહારોની ઝીણવટભરી તપાસમાં જોડાઇ છે. 120 થી વધુ અધિકારીઓ આ દરોડામાં જોડાયા છે.
ઇન્કમટેક્સ વિભાગના દરોડા: આ દરોડામાં રીયલ એસ્ટેટ ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્કીટેક્ટ સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે. વડોદરામાં આટલી મોટી કાર્યવાહીને પગલે કરચોરોમાં ભારે ફફડાટ પેેંસી જવા પામ્યો છે. આ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે. અને તપાસના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં આવે તો નવાઇ નહીં. હાલ, ઇન્કમટેક્સ વિભાગના દરોડાને પગલે બિલ્ડર લોબીમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. પરંતુ હજી સુધી ચોક્કસ કચોરીના આંકડાની માહિતી આવી નથી.
આ પણ વાંચો: