રાજકોટ: જિલ્લાના TRP ગેમ ઝોનકાંડના આરોપી મનસુખ સાગઠીયાને આજે જેલમાં રક્ષાબંધન નિમિત્તે તેની બહેન દ્વારા કંઈક ચિઠ્ઠી આપવામાં આવી રહી હતી. ત્યારે બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાને તે ચીઠ્ઠી આપવા દીધી ન હતી.
TRP ગેમ ઝોનકાંડમાં મનસુખ સાગઠીયાનું નામ: રાજકોટના નાનામાંવા રોડ ઉપર આવેલા TRP ગેમ ઝોનમાં ગત 25 જૂનના રોજ જે દુર્ઘટના બની હતી. જેમાં 27 લોકોની જીંદગી હોમાઈ ગઈ હતી. જેમાં સરકારી અધિકારીઓ જમીનના માલિકો અને કર્મચારીઓ સહિત સામે ગુનો દાખલ થયો હતો. જેમાં હાલ 15 આરોપીઓ જેલ હવાલે છે. જેમાં મનપા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાનું નામ આવ્યું હતું. જેની સામે ACBની પણ ફરિયાદ થઈ છે.
બહેન દ્વારા ચિઠ્ઠી આપવાનો પ્રયાસ: બોગસ ડોક્યુમેન્ટ ઉભી કરવાની પણ ફરિયાદ થઈ હતી. જે મામલે હાલ મનસુખ સાગઠીયા જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે આ મનસુખ સાગઠીયાને આજે રક્ષાબંધન નિમિત્તે તેની બહેન રાખડી બાંધવા આવી હતી. ત્યારે રાખડી બાંધતી સમયે બહેન દ્વારા એક ચિઠ્ઠી મનસુખ સાગઠીયાને આપવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ સુરક્ષામાં તેનાત પોલીસ જવાન દ્વારા આ પ્રયાસને નાકામ કરવામાં આવ્યો હતો.
જેલમાં રહેવા છતા સાગઠીયાની કરતૂતો સામે આવી: ચિઠ્ઠી પાછી મનસુખ સાગઠીયાની બહેનને જ આપી દેવામાં આવી હતી. આ પોલીસ બંદોબસ્તની સતર્કતાને કારણે આ ચિઠ્ઠી મનસુખ સાગઠીયા સુધી પહોંચી નહોતી. મનસુખ સાગઠીયા જેલમાં પણ પોતાની કરતૂતો મૂકતો નથી તેવું આના ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે.