ETV Bharat / state

ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયો સરેરાશ 132 મી.મી વરસાદ - Rain in Dang - RAIN IN DANG

જિલ્લામાં આજે છેલ્લાં 24 કલાક દરમિયાન, જિલ્લામાં સરેરાશ 132 મી.મી.વરસાદ નોંધાયો છે. આ પરીસ્થિતીના લીધે 16 ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના ૧૬ જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે.

ડાંગ જિલ્લામાં વરસાદ
ડાંગ જિલ્લામાં વરસાદ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2024, 6:08 PM IST

ડાંગ: જિલ્લામાં આજે છેલ્લાં 24 કલાક દરમિયાન, જિલ્લામાં સરેરાશ 132 મી.મી.વરસાદ નોંધાયો છે. જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામાં 132 મી.મી, વઘઇમાં 135 મી.મી, સુબીરમાં 129 મી.મી, મળી જિલ્લામાં સરેરાશ 132 મી.મી વરસાદ નોંધાયો છે. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા 24 કલાક દરમિયાન 105 મી.મી વરસાદ નોંધાવા પામ્યો છે. વરસાદને કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપિંગ થતા આજે સવારે સ્થિતિએ 16 જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા હતા.

આજે સવારે 8 વાગ્યાની સ્થિતિએ 16 ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના ૧૬ જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં સુબિર તાલુકાના (1) કાકડવિહીરથી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, (2) હિંદળાથી ધુડા રોડ, સહિત આહવા તાલુકાના (1) ચિકટીયા-ગાઠવી રોડ, (2) ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ રોડ, (3) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ-1, (4) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ-૨ તથા વઘઇ તાલુકાના (1) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-1, (3) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, (4) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (5) ઘોડવહળ વી.એ.રોડ, (6) આહેરડી-બોરદહાડ રોડ, (7) ચીખલદા વી.એ.રોડ, (8) સુંસરદા વી.એ.રોડ, (9) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, અને (10) આંબાપાડા વી.એ.રોડ, ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે. જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

જિલ્લા કલેકટર મેહશ પટેલ સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. આ દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનું કાર્યમથક નહિ છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે. કાયદો વ્યવસ્થા જાળવતા લાશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે, વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા, જિલ્લા વહીવટી તંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે.

  1. વલસાડ જિલ્લામાં મેઘ"કહેર" : ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા, 150 લોકોને સલામત સ્થળે ખસેડાયા - Valsad Rain Update

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.