ETV Bharat / state

સુરતમાં વેપારીના આપઘાત મામલે થયા મોટા ખુલાસા, પોલીસે 4 વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો - businessman suicide in Surat - BUSINESSMAN SUICIDE IN SURAT

પૂના રહેતા અને મૂળ કર્ણાટકના કાપડ વેપારીના આપઘાત મામલે ડીંડોલી પોલીસે વેપારી સુશીલ જોષી, હરીશ, ગૌતમ અને જ્યેશ નામના વેપારીઓ સામે હોટલમાં લઈ જઈ ત્રાસ આપવા, આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. businessman suicide in Surat

સુરતમાં વેપારીએ આપઘાત કર્યાનો મામલો, પોલીસે 4 વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો
સુરતમાં વેપારીએ આપઘાત કર્યાનો મામલો, પોલીસે 4 વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 13, 2024, 2:13 PM IST

સુરતમાં વેપારીએ આપઘાત કર્યાનો મામલો, પોલીસે 4 વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો (Etv Bharat gujarat)

સુરત: જિલ્લાના ડીંડોલી વિસ્તારની હોટલ ડિલાઇટ ઈનના ચોથા માળે આવેલા રૂમ નંબર 104માં બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી બારીમાંથી મોતની છલાંગ લગાવનાર પૂણેમાં રહેતા અને કાપડનો વેપાર કરતા રાકેશ ચૌધરીના આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. વેપારીના અપહરણ બાદ 40 લાખની પઠાણી ઉઘરાણી કરી હોટલમાં ગોંધી રાખી ત્રાસ આપવાને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપાયો: 2 દિવસ બાદ પોસ્ટમોર્ટમ કરાયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિને 6 જેટલા લોકોએ મરવા માટે મજબૂર કર્યા છે. મારા પતિનું મર્ડર થયું છે, આરોપીઓને ઝડપથી પકડો અને તેમને કડક સજા નહીં, પણ ફાંસીની સજા આપી દો. મારા સસરા પેરેલાઈઝ છે, સાસુ માનસિક બીમાર છે અને મારે એક 6 વર્ષની દીકરી છે. આ લોકોએ અમારો આધાર છીનવી લીધો છે.

સમગ્ર ઘટના શું હતી?: 6 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના પૂણેમાં ઘરેથી નીકળેલા રાકેશનું રસ્તામાંથી જ અપહરણ કરી સુરત લઈ જવામાં આવ્યો હતો. 7 ઓગસ્ટથી રાકેશને ડીંડોલી વિસ્તારમાં મધુરમ આર્કેડના ચોથા માળે આવેલી હોટલ ડિલાઈટ ઈનના રૂમ નંબર 104માં ગોંધી રાખવામાં આવ્યો હતો. સુશીલ જોશી, હરીશ, ગૌતમ અને જયેશ આ 4 લોકોએ રાકેશને પુણેથી અપહરણ કરી લાવીને અહીં હોટલમાં ગોંધી રાખી 40 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી.

આરોપીઓ સામે દુષ્પ્રરણાનો ગુનો: આ રૂપિયાની માગણીથી કંટાળીને રાકેશે 8 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યા આસપાસ હોટલના રૂમના બાથરૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. રાકેશની પત્ની પૂજાએ આ ચારે આરોપીઓ સામે નામજોગ અને અન્ય તપાસમાં જે નીકળે તેની સામે દુષ્પ્રરણાનો ગુનો નોંધાવ્યો છે.

  1. 'ઓ માય ગોડ',થી લીધી પ્રેરણા, જુનાગઢની એ NGO જે 13 વર્ષથી ચલાવે છે 'મિલ્ક બેંક ઓફ મહાદેવ', - JUNAGADH MILK BANK OF MAHADEV
  2. ધાય,ધાય,ધાય...વાપીમાં બિલ્ડરે કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ, જમીનમાં એન્ટ્રી મામલે બની ઘટના - Vapi Firing crime

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.