તાપી: જિલ્લાના વ્યારા ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાપી જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને મહિલા કિસાન દિવસની ઉજવણી સાથે મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાનાં વિવિધ ભાગોથી ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
આજે કૃષિ ક્ષેત્રમાં પુરુષ સાથે મહિલાઓ પણ ખભેથી ખભો મિલાવી પ્રગતિ કરી રહી છે. ત્યારે વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાપી જિલ્લાના કલેક્ટર ડૉ. વિપિન ગર્ગનાં અધ્યક્ષ સ્થાને મહિલા કિસાન દિવસની ઉજવણી સાથે મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીલ્લા કલેકટરે જિલ્લાની ગ્રામીણ મહિલાઓને અત્યાધુનિક ખેતી કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમ શિબિરમાં જિલ્લામાં પ્રગતિશીલ આદિવાસી મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં ખેતીલક્ષી વિવિધ વિભાગના અધિકારીઓએ જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલ આદિવાસી મહિલાઓને ખેતી કાર્યનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મશરૂમની ખેતી કરતા અંજનાબેન ગામીતએ જણાવતા કહ્યું હતું કે, "મશરૂમની ખેતીની તાલીમ મેં વ્યારા કૃષિ વિજ્ઞાનમાંથી લીધી હતી. ત્યારબાદ પોતાનો વ્યવસાય ચાલુ કર્યો હતો. આજે મહિલા મહિલા કિસાન દિવસ નિમિત્તે આજે અમને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અમારા વ્યવસાયને કારણે જે અમારી ઓળખ થઈ છે, આ કર્યા માટે અમારું તાપી જિલ્લા કલેકટર વતી સન્માન કરવામાં આવ્યું છે. સાથે સાથે વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો પણ હું આભાર માનું છું જેના થકી અમે પોતાની ઓળખ બનાવી શક્યા છીએ."
તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગએ આ કાર્યક્રમ મુદ્દે જણાવ્યું હતું કે, "આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મૂલક લીધી અને મહિલા ખેડૂતોનું સન્માન પણ થયું છે. આ કાર્યક્રમમાં સરકારની વિભિન્ન યોજનાઓ વિશે તેમને જાણકારી આપવામાં આવી હતી. મહિલાઓનો ફાળો ખેતીમાં વધી રહ્યો છે. તેઓ પરંપરાગત ખેતી તો કરે જ છે પરંતુ હવે સાયન્ટીફિક રીતે ખેતી પણ શીખવી જોઈએ. પ્રાકૃતિક કૃષિ અપનાવે અને જે કૃષિ પેદાશ છે તેની માર્કેટિંગ સારી રીતે થાય એ સંદેશ મહિલા ખેડૂતોને આજે આપવામાં આવ્યો છે."
આ પણ વાંચો: