સુરત: દેશભરમાં બળાત્કાર અને યૌન શોષણના મામલાઓ અવારનવાર સામે આવતા રહે છે. નરાધમો નાની બાળકીથી માંડીને મોટી ઉંમરની સ્ત્રીઓને પણ છોડતા નથી. ત્યારે એક આવી જ ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના પાલોદ ગામે રહેતી સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાના આરોપમાં એક યુવકને કોસંબા પોલીસે ગુનો દાખલ કરીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો.
સગીરા પર દુષ્કર્મનો આરોપ: સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મૂળ ઉમરપાડા તાલુકાના ગોલવણ ગામના ડુંગળીપાડા ફળિયામાં રહેતા 25 વર્ષીય પૌવલુસ નિરંજન વસાવા કામ અર્થે કરંજ ટોલનાકા પાસેના કોઈ એક વિસ્તારમાં રહેતો હતો.
આ યુવકે સુરતના એક ગ્રામ્ય વિસ્તારની એક સગીરા સાથે મૈત્રી સંબંધ થાય છે અને બાદમાં તેણીને લગ્નની વાત કરી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આ મામલામાં યુવક સામે સગીર વયની છોકરીને 2 વર્ષ દરમિયાન લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર 6 વખત દુષ્કર્મ કર્યાનો આરોપ છે.
સગીરાના પરિવારને ધમકી આપી: આ સંબંધો દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો હતો. તેણે સોનોગ્રાફી કરાવતા 22 અઠવાડિયા 6 દિવસનો ગર્ભ હોવાનું જણાતા તેણે આ અંગે આરોપી પૌવલુસ વસાવાને જાણ કરી હતી ત્યારે તેણે સગીરાના પરિવારને ઉશ્કેરાઈ જઇને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયો હોવાનો પણ આરોપ છે.
આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ: જે અંગે સગીરાના માતા-પિતાએ આરોપી પૌવલુસ વસાવા વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેની ઉપર દુષ્કર્મ કરી તેને સગર્ભા બનાવવા બદલ પોક્સો એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ ગુનાની ગંભીરતાનો ધ્યાને લઇને કોસંબા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: