ETV Bharat / state

રાજકોટના જેતપુરમાં નકલી પનીર અને અખાદ્ય દૂધના ચાલતા વેપલાનો પર્દાફાશ, ફુડ વિભાગની મોટી કાર્યવાહી - Fake cheese manufacturing caught - FAKE CHEESE MANUFACTURING CAUGHT

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગાંધીનગરની ફુડ વિભાગે રેડ નાખી નકલી પનીર તેમજ અખાદ્ય દૂધના જથ્થાનો પર્દાફાશ કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે સેમ્પલ કલેક્શન કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. જાણો વિગતવાર માહિતીઓ આ અહેવાલમાં. Fake cheese manufacturing factory caught

રાજકોટના જેતપુરમાં ગાંધીનગર ફૂડ વિભાગે નકલી પનીર તેમજ અખાદ્ય દૂધનો કર્યો પર્દાફાશ
રાજકોટના જેતપુરમાં ગાંધીનગર ફૂડ વિભાગે નકલી પનીર તેમજ અખાદ્ય દૂધનો કર્યો પર્દાફાશ (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 6, 2024, 2:22 PM IST

વનસ્પતિ ઘી અને અખાદ્ય દૂધના ઉપયોગ કરીને પનીર બનાવવામાં આવતું (etv bharat gujarat)

રાજકોટ: ખાધ પદાર્થોમાં ભેળસેળ કરી લોકો સાથે છેતરપિંડી કર્યાના અનેક બનાવો બનતા હોય છે. જેમાં ખાધ ચીજ-વસ્તુઓમાં ભેળસેળ, નકલી વસ્તુઓનો ઉપયોગ અને સામે પૈસા મુજબ ક્વોલિટી ન મળતા ગ્રાહકોને ડબલ નુકસાન થાય છે. ત્યારે રાજકોટના જેતપુરમાં નકલી પનીર બનાવટી ફેક્ટરી ઝડપાતા દૂધ, પનીર, ચીઝના રસિયાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટના જેતપુરમાં ગાંધીનગર ફૂડ વિભાગે નકલી પનીર તેમજ અખાદ્ય દૂધનો કર્યો પર્દાફાશ
રાજકોટના જેતપુરમાં ગાંધીનગર ફૂડ વિભાગે નકલી પનીર તેમજ અખાદ્ય દૂધનો કર્યો પર્દાફાશ (etv bharat gujarat)

ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી: વર્તમાન સમયમાં દરેક વસ્તુઓ ભેળસેળયુક્ત જ મળે છે. જેમ કે હળદર, ચોખા, દૂધ, જીરૂ આ તમામ વસ્તુઓ તો સમજ્યા પણ હવે આ ભેળસેળમાં પનીર પણ બાકાત રહ્યું નથી. લોકોને સૌથી વધારે મનપસંદ પનીરમાં પણ ભેળસેળ કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોના જેતપુરમાં ગાંધીનગરના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 633 કિલો અખાદ્ય પનીરનો જથ્થો તેમજ 2000 લીટર અખાદ્ય દૂધનો નાશ કરવામાં આવ્યો હતો.

આ મામલે સેમ્પલ કલેક્શન કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ
આ મામલે સેમ્પલ કલેક્શન કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ (etv bharat gujarat)

ફેક્ટરીના માલિકની પૂછપરછ: જેતપુરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસે મોઢવાડી વિસ્તારમાં ચાલતી ફેક્ટરી માહિતીના આધારે ફૂડ વિભાગ દ્વારા પકડી પડ્યા બાદ તેને સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ ફેક્ટરીમાં બનેલ પનીરનો નમૂનો લેબોરેટરી ખાતે પણ મોકલવામાં આવ્યો છે. ફૂડ વિભાગની પ્રાથમિક તપાસમાં દ્વારા માહિતી મળી છે કે, આ પનીર વનસ્પતિના ઘીમાંથી બન્યું હતું. જેના કારણે તે ખાવા લાયક નહોતું. હાલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફેક્ટરીના માલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે.

633 કિલો અખાદ્ય પનીરનો જથ્થો તેમજ 2000 લીટર અખાદ્ય દૂધનો નાશ
633 કિલો અખાદ્ય પનીરનો જથ્થો તેમજ 2000 લીટર અખાદ્ય દૂધનો નાશ (etv bharat gujarat)

રજવાડી ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડા: વાસ્તવમાં સમગ્ર ઘટના એમ છે કે, ગાંધીનગર ફૂડ વિભાગની ટીમ તેમજ રાજકોટ સંયુક્ત ટીમ દ્વારા જેતપુરના ચંદ્રમોલેશ્વર મંદિર નજીક મોઢવાડિયા વિસ્તારમાં ચાલતી રજવાડી ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 633 કિલો જેટલો અખાદ્ય પનીરનો જથ્થો તેમજ 2000 લીટર દૂધ મળ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા આ ફેક્ટરીના માલિકની પૂછપરછ માહિતી મળી હતી કે, આ પનીરનો જથ્થો શહેરમાં જુદી જુદી જગ્યાએ તેમજ રેસ્ટોરન્ટમાં સપ્લાય કરવામાં આવતો હતો. જો કે આ પનીરનો જથ્થો સપ્લાય થાય તે પહેલા જ ફૂડ વિભાગ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો છે. હાલ આ મામલે ફૂડ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વનસ્પતિ તેલ તેમજ ક્રિમ મલાઈ 1660 કિલો જેમની કિંમત 5,42,001 છે તેટલો મુદ્દામાલ સીલ
વનસ્પતિ તેલ તેમજ ક્રિમ મલાઈ 1660 કિલો જેમની કિંમત 5,42,001 છે તેટલો મુદ્દામાલ સીલ (etv bharat gujarat)

અખાદ્ય દૂધનો જથ્થો નાશ કરાયો: ગાંધીનગર ફુડ વિભાગના અધિકારી જી.બી. રાઠોડના જણાવ્યા પ્રમાણે ઘણા સમયથી આ ફેક્ટરી ધમધમતી હતી. જેમનો માલિક મયુર મોહનભાઈ કોયાણી જે જામકંડોરણામાં રહે છે, તે પોતાની માલિકીની જગ્યા પર રજવાડી ડેરી પ્રોડક્ટના નામથી આ સમગ્ર કારસ્તાન ચાલતું હતું. ફ્રુડ વિભાગે જુદા જુદા ચાર સેમ્પલો લીધા હતા, જેમાંથી 1,64,580 કિંમતનો 633 કિલો પનીરનો જથ્થો તેમજ 46,000 કિંમતનો 2000 લીટરનો અખાદ્ય દૂધનો જથ્થો નાશ કરાયો હતો. જ્યારે વનસ્પતિ તેલ તેમજ ક્રિમ મલાઈ 1660 કિલો જેમની કિંમત 5,42,001 છે તેટલો મુદ્દામાલ સીલ કરાયો હતો. આ તમામ પદાર્થના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે દૂધની વાત કરવામાં આવે તો આ દૂધ અહેમદનગરની મોથેબાબા દૂધ સીતકરણ નામની ડેરી પરથી મંગાવવામા આવતું હતું. એટલે ક્યાંક આ સમગ્ર બાબતે શંકા ઉપજાવે તેમ છે.

નગરપાલિકા દ્વારા શંકાની સોય: અહી પનીર બનાવવા, વનસ્પતિ ઘી અને અખાદ્ય દૂધના ઉપયોગ કરીને પનીર બનાવવામાં આવતું હતું. સાથે ભેળસેળયુક્ત પનીર બનાવવાનો કાળો કારોબાર કરવામાં આવતો હતો. આરોગ્ય વિભાગે સ્થળ પરથી મયુર પાસેથી તમામ વિગત મેળવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અહી પનીર બનાવવા માટેના સાધનો તેમજ ખાલી બેલર, વેજીટેબલ ઘીના ડબ્બા અને દૂધ પાવડર સહિતનો સામાન સીઝ કર્યો છે. હાલ તો ગાંધીનગર ફુડ વિભાગ વિભાગે સેમ્પલ લઈને આગળની તપાસ હાથ ધરી છે. જેતપુર નગરપાલિકા દ્વારા શંકાની સોય ઉપજાવે તે ચોક્કસ પણે શેવાઈ રહ્યું છે પાલિકા વિભાગ મૂક પ્રેક્ષક બન્યું હોઈ આની પાછળનું કારણ વિભાગની બેદરકારી છે કે સેટિંગ તેવા સવાલો સાથે લોકોમાં તર્કવિતર્ક થઈ રહ્યા છે. અધિકારીઓ સક્રિય થઈ તપાસ કરી લોકોના આરોગ્ય સાથે થતાં ચેડાં અટકાવે તેવી માંગ થઈ રહી છે.

  1. રાજકોટ એસ.ટી.ના 4 કટકીબાજ કંડકટર અને ટિકિટ વગર મુસાફરી કરતા 32 મુસાફરો ઝડપાયા - Rajkot ST System Verification
  2. રાજકોટ અગ્નિકાંડમાં "સીટ" સરકારી પંગતમાં બેસી ગઈ ? ઉચ્ચ અધિકારીઓ સામે તપાસનું રટણ...... - rajkot fire mishap

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.