ETV Bharat / state

રાજકોટમાં મેયર સહિતનાની હાજરીમાં લોકપ્રશ્ને ચર્ચા, સફાઈ સહિત વિવિધ પ્રશ્નો લોકોએ ઉઠાવ્યા - Organizing Mayors Lok Darbar - ORGANIZING MAYORS LOK DARBAR

રાજકોટમાં 'મેયર તમારે દ્વાર' લોકદરબાર શરુ કરવામાં આવ્યો છે . વોર્ડ નંબર-1નાં ધરમનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ સહિતનાં નેતાઓ ઉપરાંત મનપાનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમને લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

રાજકોટમાં મેયર સહિતનાની હાજરીમાં લોકપ્રશ્ને ચર્ચા
રાજકોટમાં મેયર સહિતનાની હાજરીમાં લોકપ્રશ્ને ચર્ચા (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 23, 2024, 4:36 PM IST

રાજકોટમાં મેયર સહિતનાની હાજરીમાં લોકપ્રશ્ને ચર્ચા (Etv Bharat gujarat)

રાજકોટ: 'મેયર તમારે દ્વાર' લોકદરબાર શરુ કરવામાં આવ્યો છે . વોર્ડ નંબર-1નાં ધરમનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ સહિતનાં નેતાઓ ઉપરાંત મનપાનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમને લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં લોકોએ વરસાદી પાણી ભરાવા, સફાઈ સહિતનાં વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ વોર્ડમાં કાર્યક્રમ હોવાને કારણે સફાઈ કરી અને DDT છાંટવામાં આવ્યો હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો.

કચરાગાડી ટાઇમસર નથી આવતી: રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતા શૈલેષભાઇએ જણાવ્યું હતું કે, મારો પ્રશ્ન હતો કે, રૈયાધારમાં આવેલી સરકારી સ્કૂલ નજીક રોજ કચરો ફેંકવામાં આવે છે. ટીપરવાન આવે છે. પરંતુ લોકોના ટાઈમ પ્રમાણે નહીં આવતી હોવાથી લોકો તેમાં કચરો નાખી શકતા નથી. તેમજ આ ટીપરવાન દ્વારા કોઈ હોર્ન પણ મારવામાં આવતું નહીં હોવાથી ઘણી વખત તો ક્યારે આવી અને ક્યારે જતી રહી તે પણ ખબર પડતી નથી.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 2005થી કાર્યક્રમો કરાય છે: રૈયાધાર વિસ્તારમાં કચરાનાં ડબ્બા મુકવામાં આવે તેમજ ટીપરવાન તેમાંથી કચરો લઈ લે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો સમસ્યા દૂર થઈ શકે તેમ છે. આ શાળા પાસે કચરો થવાને કારણે બાળકો બીમાર પડતા હોવાથી આ પ્રશ્ને તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું કે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષ 2005થી આ પ્રકારના કાર્યક્રમો લોક સુવિધા માટે કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં લોકોની ફરિયાદોનું ત્વરિત અને સમયમર્યાદામાં નિવારણ થાય તે મુજબ કામગીરી કરવામાં આવે છે.

લોકોની સમસ્યાનું નિવારણ કરાશે: સવારે 9થી 11 દરમિયાન સંબંધિત વોર્ડના વોર્ડ ઓફિસરે આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કરવાનું રહેશે. જેમાં નાગરિકો દ્વારા રજુ થયેલ નીતિવિષયક બાબતોની નોંધ કરવામાં આવશે. તેમજ મહાનગરપાલિકાની સેવાઓને લગતી ફરિયાદોનું નિયમિતપણે ફોલોઅપ લઈ લોકોની સમસ્યા ઉકેલવા માટેના પ્રયાસો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લોકો કોઈપણ પ્રકારના દબાણ વિના સીધા અમારા સુધી તેના પ્રશ્નો રજૂ કરે છે અને તેનું નિરાકરણ લાવવા અમારા દ્વારા કામગીરી કરાવવામાં આવશે.

  1. રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ - 31 Dam of Gujarat
  2. વલસાડના મધુબન ડેમમાંથી છોડાયું 46709 ક્યુસેક પાણી, ઉમરગામના દરિયામાં ડૂબાવવાથી યુવકનું મોત - Water released from Madhuban Dam

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.