ETV Bharat / state

બરડા જંગલ સફારીનો ટૂંક સમયમાં થશે પ્રારંભ, કઈ કઈ વ્યવસ્થાઓ અને કેટલી હશે ટિકિટ જાણો... - BARDA JUNGLE SAFARI PARK START SOON

પોરબંદર જિલ્લાના બરડામાં બરડા જંગલ સફારી પાર્ક શરૂ કરવામાં આવશે. જેનો લાભ પ્રવાસીઓ લઈ શકશે. પોરબંદરના રેન્જ ફોરેસ્ટ ઓફિસરે આ બાબતે માહિતી આપી હતી.

બરડા જંગલ સફારીનો ટૂંક સમયમાં થશે પ્રારંભ
બરડા જંગલ સફારીનો ટૂંક સમયમાં થશે પ્રારંભ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2024, 1:02 PM IST

પોરબંદર: એશિયાઇ સિંહો માટે ગિરનાર, અમરેલી અને ત્યારબાદ હવે બરડા જંગલ એક વધુ રહેણાંકનું સ્થાન બની ગયું છે, ત્યારે બરડામાં અન્ય પ્રાણીઓ પણ વસવાટ કરી રહ્યા છે. ગુજરાત વન વિભાગ દ્વારા ટૂંક સમયમાં નાગરિકો માટે બરડા જંગલ સફારીનો પ્રારંભ થઈ રહ્યો છે. બરડા જંગલ સફારી અંગે રાણાવાવ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ આર ભમરે જણાવ્યું હતું કે,'કપુરડી નાકાથી શરૂઆત કરવામાં આવશે અને 27 કિલોમીટરનો રસ્તો રહેશે. જેમાં નાગરિકો કુદરતી સૌંદર્ય સાથે સાથે કિલ ગંગા નદીનો નજારો માણી શકે તે હેતુથી આ જંગલ સફારીમાં રૂટ નક્કી કરાયો છે. પોરબંદર રાણાવાવ અને ભાણવડના રસ્તાઓ પર સાઈન બોર્ડ પણ લગાવી દેવાયા છે.'

કપૂરડી નાકાથી ઓફલાઇન ટીકીટ મળશે: બરડા જંગલ સફારીમાં જવા માટે લોકો કપૂરડી નાકાથી ટિકિટ મેળવી શકશે અને તેની શરૂઆત પણ કપૂરડી નાકાથી થશે. આ સફારી દર્શન માટે શિયાળામાં છ પેસેન્જર બેસી શકે તેટલી ક્ષમતા ધરાવતી ઓપન જીપ્સી મૂકવામાં આવશે. જેમાં ગાઈડની વ્યવસ્થા પણ રાખવામાં આવશે. સફારી માટેની પરમિટ ફી 400 રૂપિયા અને ગાઈડ માટેની ફી 400 રૂપિયા તથા જીપસીની ફી 2000 રૂપિયા રાખવામાં આવી છે. પરમિટ ટિકિટ બુકિંગ કાઉન્ટર ખાતેથી લઈ શકાશે.

બરડા જંગલ સફારીનો ટૂંક સમયમાં થશે પ્રારંભ (Etv Bharat Gujarat)

સફારી પાર્કમાં હાલ એક સિંહ અને પાંચ સિંહણ છે: બરડા સફારી પાર્કમાં એક સિંહ અને પાંચ સિંહણ રાખવામાં આવ્યા છે. એક વર્ષ અગાઉ એક સિંહ માંગરોળથી ચાલીને બરડા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ ગત દિવાળી સમયે એક સિંહણ અને તેનું બચ્ચું માંગરોળથી ચાલીને બરડા જંગલ સુધી પહોંચ્યા હતા. આમ બરડા જંગલને સિંહોએ વસવાટ બનાવ્યો છે આથી બરડા જંગલ સફારી હવે સિંહનું કાયમી ઘર બન્યું છે.

બે ભાગમાં લોકો સફારીની મોજ માણી શકશે: રાણાવાવ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ આર ભમરના જણાવ્યા અનુસાર સફારી શિયાળાની સીઝન દરમિયાન સવારના 6:45 થી 9:45 અને બપોરના ત્રણથી છ એમ કુલ બે વિભાગમાં માણી શકાશે. ઉનાળા દરમિયાન સવારના 6 થી 9 અને બપોરના ત્રણ થી છ કલાક કુલ બે ભાગમાં સફારી કરી શકાશે. દર વર્ષે તારીખ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સફારી પાર્ક બંધ રહેશે.

સફારી દરમિયાન લોકોએ સૂચનાઓનું પાલન કરવું પડશે: બરડા જંગલ સફારીમાં જતા લોકો માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યો છે. જેમાં સુચન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, અને પ્રાણીઓને કોઈ નુકસાન ન થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. વન વિભાગ દ્વારા આપવામાં આવેલા સૂચનાઓનું લોકોએ ચુસ્ત પાલન કરવું પડશે. તેવું એસ આર ભમરે જણાવ્યું હતું.

આ પણ વાંચો:

  1. 'અજવાળું દીઠ્યું મધરાતે' અમરેલીમાં કવિ ગોપાલ ધકાણના પ્રથમ કાવ્યસંગ્રહનો વિમોચન: ગીતો રજૂ કરાયા
  2. વાવ પેટા ચૂંટણીઃ જાહેરાત સાથે જ ઉમેદવારોના નામોની ચર્ચાઓ શરૂ, લોકો-નેતાઓએ શું કહ્યું?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.