જામનગર: શ્રી વરુણદેવને રીઝવવા આજ રોજ જામનગર શહેરની વેપારી સંસ્થા ઘી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન દ્વારા તેમની વર્ષોની પ્રણાલિકા મુજબ અષાઢી બીજ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. તેમની આ પ્રણાલિને અનુસરીને આ વર્ષે પણ સંસ્થા દ્વારા જામનગરની જુદી જુદી ગૌશાળાઓમાં ઘઉંના લોટના લાડુ બનાવીને વિતરણ કરવામાં આવશે. જેમાં 720 કિલો ઘંઉનો લોટ, 150 કિલો દેશી ગોળ, 150 કિલો ઘી, અને 150 કિલો તેલના આશરે 7000 નંગ ઘંઉના લાડુ ગાયો માટે બનાવવામાં આવે છે. તેમજ મજૂર ભાઈઓ માટે 80 કિલો ચણાના લોટની આશરે 1500 નંગ બુંદીના લાડુ બનાવી તેનું અષાઢી બીજ નિમિતે વિતરણ કરવામાં આવશે.
ઉપરાંત જામનગરમાં એવી પણ લોકમાન્યતા છે કે વેપારી સંસ્થા દ્વારા ગાયોને લાડુ ખવડાવવામાં આવે ત્યારબાદ જામનગર પંથકમાં સારો એવો વરસાદ થાય છે, છેલ્લા 60 વર્ષથી જામનગરની વેપારી સંસ્થા દ્વારા ગાયોને લાડુ ખવડાવવામાં આવે છે. જામનગર પંથકના 15 જેટલા ગૌશાળામાં આ લાડુનું વિતરણ કરવામાં આવે છે.