ETV Bharat / state

સોશિયલ મીડિયાના ચક્કરમાં ભાન ભૂલ્યા યુવાનો: રિલ્સ બનાવવા જતાં થયો ગંભીર અકસ્માત

નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાંથી એક ઘટના સામે આવી છે જેમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં બે યુવકોને અકસ્માત નડ્યો છે.

સોસિયલ મીડિયાના ચક્કરમાં ભાન ભૂલ્યા યુવાનો
સોસિયલ મીડિયાના ચક્કરમાં ભાન ભૂલ્યા યુવાનો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2024, 3:38 PM IST

નવસારી: આજના યુવાનો પર સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું એવું ભૂત સવાર થયું છે કે, ફેમસ થવા માટે યુવાનો ભયજનક વિસ્તારમાં જઈ સેલ્ફી લેવાનો ક્રેઝ કે ધૂમ સ્ટાઇલમાં બાઈક ચલાવી બાઈક પર સ્ટંટ કરી પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. આવા કિસ્સાઓ ભૂતકાળમાં અનેક વાર પ્રકાશમાં આવ્યા છે.

તાજેતરમાં જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બીલીમોરા શહેરથી ધોલાઈ જતા માર્ગ ઉપર પોતાની બાઈક પૂર ઝડપે હાંકી રિલ્સ બનાવવા જતાં યુવાનો ગંભીર અકસ્માતનો શિકાર બન્યા હતા. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ છે.

રિલ્સ બનાવવાના ચક્કરમાં બે યુવકોને અકસ્માત નડ્યો (Etv Bharat Gujarat)

શું છે મામલો? બીલીમોરા શહેરથી ધોળાઈ જતા માર્ગ ઉપર આયુષ પટેલ અને મેઘ પટેલ નામના બે યુવકો ધૂમ સ્ટાઇલમાં પોતાની બાઈક હંકારી વિડીયો શૂટ કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ કારણોસર તેઓનું બેલેન્સ ખોરવાતા મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. જેમાં આ બંને યુવકો પૂર ઝડપે પોતાની બાઈક હંકાવી રહ્યા હતા અને તેઓનો અકસ્માત થયો તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ આ યુવકોએ આ પ્રકારની ગંભીર ઇજા પહોંચાડતા સ્ટંટ કરતી રિલ્સ બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, અકસ્માતનો ભોગ બનેલા બે યુવાનોનું નામ આયુષ પટેલ અને મેઘ પટેલ છે. બંને યોવાનોને ગંભીર ઇજા થઈ છે. જેમાંથી એક યુવાન આયુષને બીલીમોરાની ખાનગી હોસ્પિટલ અને બીજા યુવાન મેઘને સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા બીલીમોરા પોલીસ પણ ઘટના સ્તર પર પહોંચી હતી અને પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે

આમ, સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું ભૂત આજના યુવાનોને મોતના મુખમાં ધકેલી દે છે જે આવા યુવાનો માટે આ કિસ્સો એક લાલબત્તી સમાન સાબિત થયો છે.

આ પણ વાંચો:

  1. ભયાનક અકસ્માત CCTVમાં કેદ ! ટ્રક ચાલક કારને 500 મીટર સુધી ઢસળી ગયો
  2. 'મા'થી છૂટા થઈ દીપડાના બે બચ્ચા કૂવામાં પડ્યા: વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.