ETV Bharat / state

મેઘ મહેર નહિ પણ મેઘ કહેર, વીજળી પડવાથી પલકારામાં જ 2 બહેનોના ગયા જીવ... - 2 girls died due to lightning

સુઈગામ તાલુકાના નવાપુરા ગામે વરસાદની સાથે આકાશી વીજળી પડવાથી શ્રમિક પરિવારની બે કિશોરીઓના મોત નિપજતા હતા. પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આકાશી વીજળી પડવાની આ ઘટનામાં બે સગી બહેનોના મોત થયા છે. 2 girls died due to lightning

વીજળી પડવાથી 2 બાળકીના મોત
વીજળી પડવાથી 2 બાળકીના મોત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 25, 2024, 2:33 PM IST

બનાસકાંઠા: જિલ્લામાં મેઘ મહેર મેઘ કહેર બની છે. આવામાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના નવાપુરા ગામે વરસાદની સાથે આકાશી વીજળી પડવાથી શ્રમિક પરિવારની બે કિશોરીઓના મોત નિપજતા હતા. પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આકાશી વીજળી પડવાની આ ઘટનામાં બે સગી બહેનોના મોત થયા છે. એક જ પરિવારની બે દીકરી (એક 15 વર્ષીય અને 8 વર્ષીય) મોતને ભેટતા પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ છે.

વીજળી પડવાથી 2 બાળકીના મોત
વીજળી પડવાથી 2 બાળકીના મોત (ETV Bharat Gujarat)

બંને બહનોના દુ:ખદ મોત: 23 જૂનના દિવસે સમી સાંજે અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સાંજે વાતાવરણ બદલાયું હતું અને અચાનક જ વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારે રોજિંદા સમયના જેમ આ બંને કિશોરીઓ ખેતરમાં હતી. તે દરમિયાન આકાશી વિજળી પડતા તેઓના દુઃખદ મોત થયા હતા.

લોકોના ટોળેટોળા રેફરલ હોસ્પિટલે પહોંચ્યા: આ ઘટના બાદ ગ્રામજનો અને પરિજનો દ્વારા બંને કિશોરીના મૃતદેહને સુઈગામ રેફરલ ખાતે પોસ્ટમોર્ટમઅર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થયા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. દુઃખદ ઘટનાના સમાચાર મળતા જ લોકોના ટોળેટોળા રેફરલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.

  1. કચ્છમાં અત્યાર સુધીમાં સીઝનનો 75 ટકા જેટલો વરસાદ, 170 ડેમો પૈકી 58 ડેમ છલકાયા - haevy rain in kutch 2024
  2. ખંભાળિયામાં ત્રણ માળનું મકાન ધરાશાયી, ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા - Dwarka building collapsed

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.