ETV Bharat / state

કળિયુગી પુત્રએ જમવાનું બનાવવામાં મોડું થતા માતાની કરી હત્યા - Son Kills Mother - SON KILLS MOTHER

મહિસાગર જિલ્લાના વીરપુરના નાડા ગામ ખાતે જમવાનું સમયસર ન મળતા પોતાના માતા-પિતાને માર માર્યો હતો, જેમાં વાંસનો ડંડો માતાના માથા પર ફટકારતા માતાનું મોત થયું હતું. ત્યારબાદ આરોપી નાસી ગયો હતો. પોલીસે તેને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.

જમવાનું બનાવવામાં મોડું થતા પુત્રે માતાની હત્યા કરી
જમવાનું બનાવવામાં મોડું થતા પુત્રે માતાની હત્યા કરી (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 26, 2024, 5:11 PM IST

પોલીસે આરોપીની ધરપકડ કરી (Etv Bharat gujarat)

મહીસાગર: જિલ્લાના વીરપુરમાં આવેલ નાડા ગામમાં એક કળિયુગી પુત્રએ પોતાની સગા માતા પિતાને માર માર્યો હતો. જેમાં માતાને વધારે ઇજા પહોંચતા માતાનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર પુત્રએ પોતાની માતા પાસે જમવાની માંગણી કરી હતી. પરંતુ જમવાનું તૈયાર નહી હોવાથી માતાએ થોડી વારમાં બનાવવાનું કહ્યું હતું.પરંતુ દીકરાએ જલ્દી જમવાનું બનાવવાનું કહીને પોતાના માતા પિતાને ગડદા પાટુંનો માર મારવાનું શરુ કર્યું હતું. પુત્રએ માતાને ગડદાપાટુનો માર મારી વધુ ઉશ્કેરાઇ જઇને ઘરનાં આંગણાં પડેલ વાંસનો ડંડો લઇને માતાના માથાનાં ભાગે મારીને માતાનું મોત નિપજાવ્યું છે.

જમવાનું બનાવવામાં મોડું થતા પુત્રે માતાની હત્યા કરી
જમવાનું બનાવવામાં મોડું થતા પુત્રે માતાની હત્યા કરી (Etv Bharat gujarat)

પુત્રએ માતા પિતાને માર માર્યો અને માતાની હત્યા કરી: મળતી વિગતો અનુસાર વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાડા ગામ ખાતે પર્વત ઉર્ફે લાલોએ પોતાની માતા પાસે જમવાનું માગતા તેની માતા મધીબેને ખાવાનું તૈયાર નહી હોવાનું અને બનાવી આપું છું. તેવી વાત કરતા આરોપીએ ઉશ્કેરાઇ જઇને પોતાની માતા મધીબેન તથા પિતા રમેશભાઇ સાથે ઝગડો કરી તૈયારીમાં ખાવાનું બનાવી આપો નહી તો ટાંટીયા તોડી નાખીશ. આરોપીએ તેની માતાને જલ્દીમાં જમવાનું બનાવી આપવા કહેતા માતા મધીબેને તેને જમવાનું બનાવવામાં વાર લાગશે તેવું કહેતા આરોપી પુત્ર ઉશ્કેરાઇ ગયો હતો અને આરોપીએ પોતાની માતાને ગડદા પાટું નો માર મારીને ઘરના આંગણામાં પડેલ વાંસનો ડંડો તેની માતાના માથા પર મારી દેતા માતા ચીસ પાડીને ખાટલામાં પડ્યા હતા.ત્યારબાદ આરોપી બાજુમાં પડેલ ખાટલામાં સુઇ ગયો હતો. બીજા દિવસે માતાને મૃત હાલતમાં જોતા તેને ઉપાડીને ઘરમાં સુવડાવીને નાસી ગયો હતો.

પિતાએ માતાના હત્યારા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી: ત્યારબાદ મરનાર મધીબેનના પતિ રમેશભાઇ સવારમાં આઠેક વાગ્યે આવતા પોતાની પત્નીને મૃત હાલતમાં જોતા પોતાના નજીકના સગાસબંધીને બોલાવી પોલીસમાં ફરીયાદ આપતા વીરપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિરપુર PSI એ આ બનાવની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરતા મહીસાગર જીલ્લાના પોલીસ અધિક્ષકે આરોપી બીજો કોઇ ગુન્હો કરે તે પહેલા તેને ઝડપી લેવા વિરપુર પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આરોપીનો મોબાઈલ નંબર મેળવી તપાસ કરતા સ્વીચ ઓફ આવતો હોઇ તેનું કોઇ લોકેશન મળ્યું નહોતું, જેથી નાડા ગામ સીમ વિસ્તારમાં વિરપુર પોલીસે તપાસ હાથ ધરેલ તેમજ નાડા ગામમાં નાઇટ દરમ્યાન કોમ્બિંગ પણ કર્યું હતું. પરંતુ આ જંગલ વિસ્તાર આશરે 7 કિ.મી જેટલો વિશાળ અને ખુબ જ ગીચ હોવાથી આરોપી પુત્ર નાડા ગામના ડુંગરાળ જંગલમાં દેખાતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો.

માતાને મૃત હાલતમાં મૂકીને પુત્ર ફરાર થયો: મહીસાગર જિલ્લા DYSP ના જણાવ્યા મુજબ, આજથી 5 દિવસ પહેલા એટલે કે, 21 મી જુલાઇના રોજ વીરપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા નાડા ગામ ખાતે આશરે 10 વાગે આરોપી પર્વત ઉર્ફે લાલાભાઇ પોતાના ઘરે આવ્યા હતા અને માતા જોડે જમવાની માગણી કરતા, માતાએ જમવાનું બનતા વાર લાગશે એમ જણાવતા, આરોપીએ તેમના માતા-પિતાને મારવાનું શરૂ કર્યું હતું, જેથી તેમના પિતા રમેશભાઈ મારાથી બચવા માટે જગ્યા છોડીને ભાગી ગયેલા હતા. આ દરમિયાન આરોપી પુત્રે તેની માતાને મારવાનું શરૂ કર્યું હતું. તેની વચ્ચે તેના કાકાનો દીકરો ભરત બચાવવા માટે આવ્યો હતો ત્યારે આરોપીએ તેને પણ મારીને ભગાવી મૂક્યો હતો. ત્યારબાદ આરોપીએ આંગણામાં પડેલ વાંસના ડંડાથી પોતાની માતાને માથામાં મારતા, માતા બાજુમાં ખાટલામાં પડી ગયા હતા. ત્યારબાદ આરોપી પોતે ત્યાં સુઈ ગયો હતો અને સવારના 6 વાગે બાજુમાં માતાને મરેલી હાલતમાં જોઈ આરોપી ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ વીરપુર પોલીસને થતા પોલીસે તેને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા.

આરોપીને જંગલ વિસ્તારમાંથી પોલીસે ઝડપ્યો: મહીસાગર જીલ્લા પોલીસ અધ્યક્ષ જયદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ એક ટીમ બનાવી અલગ અલગ જગ્યાએ સર્ચ કરવામાં આવ્યું હતું અને આરોપીનો મોબાઇલ બંધ હાલતમાં હોવાથી આરોપીનું લોકેશન મળ્યું ન હતું. ત્યારબાદ પોલીસે જંગલ વિસ્તારમાં આરોપીને શોધવાનું શરુ કર્યું હતું. જંગલ વિસ્તાર 7 કિમીનો હોવાથી આરોપીનું લોકેશન નહોતું મળ્યું. આરોપીને શોધવા પોલીસે ડ્રોનની મદદ લીધી હતી. ચોમાસાની સિઝનમાં ડ્રોનની કામગીરી અસરકારક ન હોવાથી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કર્યું હતું અને આરોપીને જંગલ વિસ્તારમાથી ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.

  1. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિક 2024 માં ભાગ લઈ રહેલા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી - PARIS OLYMPICS 2024
  2. વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી, શહેર પાણીમાં તરબોળ - Vishwamitri River in Vadodara

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.