મોરબી-વાંકાનેર: પ્રથમ રેડમાં મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન આરોપી અમીત સારલાના રહેણાંક મકાનમાં દારૂ-બીયરનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જ્યાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની બોટલ નંગ 47 કિંમત રૂ. 4700 અને બીયર નંગ 47 કિંમત રૂ. 4700 સહીત કુલ રૂપિયા 9400 નો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ આરોપી અમીત દિલીપ સારલા (ઉ.વ.21) (રહે.યમુનાનગર શેરી નં.3) મોરબી વાળાને ઝડપી લીધો છે. તો અન્ય આરોપી કેશુ રમેશભાઈ દેગામા (રહે મોરબી લાભનગરથી આગળ ધરમપુર) રોડવાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે.
એલસીબી ટીમે દારૂના કેસ મામલે વધુ કરી તપાસ: જયારે બીજી રેડમાં મોરબી એલસીબી ટીમે યમુનાનગર વિસ્તારમાં રેડ કરી હતી. જેમાં આરોપીનું નામ ખુલતા તે આરોપી ધરમપુર રોડ પર રહેતા કેશુભાઈ રમેશભાઈ દેગામાના મકાનમાં દારૂ અને બીયરનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જ્યાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની બોટલ નંગ 140 કિંમત રૂ. 14 હજાર અને બીયરના 72 ટીન કિંમત રૂ 7200 સહીત કુલ રૂપિયા 21,200 નો મુદામાલ જપ્ત કર્યો છે. રેડ દરમિયાન આરોપી કેશુ રમેશભાઈ સારલા હાજર મળી આવ્યો ન હતો જેથી આરોપી વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
બાવળની ઝાડીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો: જયારે ત્રીજી રેડમાં મોરબીના વેજીટેબલ રોડ પર રહેતા આરોપી વિજય ગોરધન દેગામાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 45 કિંમત રૂ 30,600 તેમજ નાની બોટલ નંગ 37 કિંમત રૂ.3700 સહીત કુલ રૂપિયા 34,300 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી વિજય ગોરધન દેગામા (રહે. લાભનગર) અને જયેશ જયંતી માકાસણા (રહે, ધરમપુર તા. મોરબી) એમ બે ઇસમોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો: ચોથી રેડમાં મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઘૂટું ગામની સીમમાં પીએચસી સેન્ટર પાછળ ખરાબામાં બાતમીને આધારે રેડ કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 37 કિંમત રૂ.11,100 અને બાઈક કિંમત રૂ30 હજાર મળી કુલ રૂ 41,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. જેથી બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો: જયારે પાંચમી રેડમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન લાકડધારની સીમ ઢુવા માટેલ રોડ પરથી આરોપી કાનાભાઈ મેરાભાઈ ટોટા (રહે. માટેલ તા. વાંકાનેર)ને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 3900 નો મુદ્દામાલ જથ્થો જપ્ત કર્યો છે. તો અન્ય આરોપી મુકેશ રાણાભાઇ ડાભી (રહે માટેલ તા. વાંકાનેર) વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવવામાં આવી છે.