મોરબી: જિલ્લામાં અઢી લાખ રૂપિયાની લેતી-દેતીમાં શો-રૂમમાં જઈને ચાર ઇસમોએ મારામારી કરી મોરબીના રામચોક નજીક આવેલ ફેમીલી શોપમાં જઈને અઢી લાખ રૂપિયાની લેતી-દેતી મામલે વેપારીને લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વેપારી દ્વારા પોલિસ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી.
અઢી લાખ રૂપિયાની લેતી દેતી મામલે મારામારી : મોરબીના આલાપ રોડ પાસે સતનામ એપાર્ટમેન્ટના રહેવાસી રામજીભાઈ અમરશીભાઈ ભીમાણીએ આરોપી હાર્દિક જીતુભાઈ કૈલા, હરેશ ગઢવી તેમજ બે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત તારીખ ૧૫ જુનના રોજ ફરિયાદી પોતાની રામ ચોક નજીક આવેલ બોસ ઇન્ડિયા ફેમીલી શોપ નામની દુકાને હતા ત્યારે દુકાનના પાછળના દરવાજે હાર્દિક જીતુભાઈ કૈલા આવી રામજીભાઈને બહાર બોલાવ્યા. બહાર ગયા બાદ અને હાર્દિક દ્વારા કહેવામાં આવ્યું કે "તમારા દીકરા મિલન પાસેથી અઢી લાખ રૂપિયા લેવાના છે, જે મને આપો". ફરિયાદીએ મિલનને કહ્યું કે મારે રૂપિયા આપવાના હોય તો મારા દીકરાએ મને જાણ કરી હોત" . આમ કહી આપવાની ના પાડી દીધી.જેથી હાર્દિક અને તેની સાથે આવેલ હરેશ ગઢવી બંને માર મારવા લાગ્યા અને કારમાંથી ધોકો કાઢી ફરિયાદીને ખૂબ માર માર્યો.
બનાવ અંગે મોરબી A ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ :આ દરમિયાન બે અજાણ્યા ઇસમેં પણ હાથમાં લાકડાના ધોકા લઈ આવી ફરિયાદીને શરીરે મન ફાવે તેમ મારવા લાગ્યા હતા. ત્યારબાદ હાર્દિકે બોલીને ગયો કે, "આજ તો તું બચી ગયો બીજી વખત મળીશ તો જાનથી મારી નાખીશ", તેવી ધમકી આપી ચારેય ઈસમો ત્યાંથી ભગી ગયા હતા. આ સમગ્ર ઘટનાની મોરબી A ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી અને ચાર ઈસમો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી હતી.