ETV Bharat / state

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી 7 લાખથી વધુની રોકડની ચોરી - THEFT CASE IN MORBI

મોરબીમાં માઈક્રો ફાયનાન્સ કંપનીની ઓફિસના શટરના તાળા ખોલી અજાણ્યા શખ્સે તિજોરીમાંથી 7 લાખથી વધુની રોકડ ચોરી કરી.

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી 7 લાખથી વધુની રોકડની ચોરી થઈ
મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી 7 લાખથી વધુની રોકડની ચોરી થઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2024, 7:58 PM IST

મોરબી: રાજ્યમાં ચોરીના બનાવમાં વધુ એક કેસનો ઉમેરો થયો છે. જેમાં શહેરમાં આવેલ માઈક્રો ફાયનાન્સ કંપનીની ઓફિસના શટરના તાળા ખોલી અજાણ્યા શખ્સે ઓફિસમાં રહેલી તિજોરીમાંથી 7 લાખથી વધુની રોકડ રકમ ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

લોન કલેક્શનના રૂપિયા હતા: નાની વાવડીના રહેવાસી 36 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ સત્યમ પાનવાળી શેરીમાં આવેલ લાઈટ માઈક્રો ફાયનાન્સ પ્રા.લી. કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેથી ઓફિસની તમામ ચાવીઓ તેમના પાસે હોય છે. ગત 15 નવેમ્બરના રોજ રાબેતા મુજબ કામ ચાલ્યું હતું. સવારના સમયે ઓફિસ ખૂલ્યું હતું, ઓફિસનો સ્ટાફ આવી ગયો હતો અને શટર ખોલતા બધા બ્રાન્ચમાં ગયા હતા જ્યાં સાંજે બધાએ કલેક્શન કરીને પરત આવ્યા બાદ જય સોલંકી પાસે કલેક્શનના રૂપિયા જમા કરાવ્યા હતા. ફરિયાદી અને બ્રાંચ ઓફિસર જય સોલંકીએ આગલા દિવસના તેમજ 15 તારીખના કલેક્શન થયેલ રૂપિયા મળીને રોકડ રૂપિયા 7,01,500ની ગણતરી કરીને ઓફિસની તિજોરીમાં મુક્યા હતા.

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફિસની તિજોરીમાંથી 7 લાખથી વધુની રોકડની ચોરી થઈ (Etv Bharat Gujarat)

ચોરી કરનાર શખ્સ સીસીટીવીમાં કેસ થયો: ત્યારબાદ 16 નવેમ્બરના રોજ સવારે ઓફિસે આવતા શટરનો દરવાજો ખોલવા જતા તાળું તાળું પહેલાથી ખુલ્લું હતું. ઉપરાંત ઓફિસના અંડર જોતાં તિજોરી પણ ખુલ્લી હતી. તિજોરીમાં આગલી સાંજે મુકેલા રોકડ રૂપિયા 7,01,500 જોવા ન મળતા સ્ટાફના મિત્રોને તેમજ બ્રાંચ ઓપરેશન ઓફિસર જય સોલંકીને ફોન કરી બોલાવ્યા હતા. ઓફિસના સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ 15 ના રોજ રાત્રીના 10:30 કલાકે એક વ્યક્તિ મોઢે રૂમાલ બાંધી માથે ટોપી પહેરી ઓફિસમાં પ્રવેશ કરી રોકડ લઇ જતો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાની ફરિયાદ મોરબી પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી. જે બાદ હવે સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. વિદ્યાર્થીઓના માથે ભાર ! દિવાળી વેકેશન છતાં શાળાઓએ શૈક્ષણિક કાર્ય શરુ કર્યું, વિભાગે નોટિસ ફટકારી
  2. ગણદેવીની યુવતીને ઓનલાઇન પ્રેમ ભારે પડ્યો, પ્રેમીએ બ્લેકમેઇલ કરી લાખો પડાવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.