ETV Bharat / state

ભરઉનાળે આફત આવી, ગુજરાતમાં કેટલું કમોસમી નુકસાન વરસ્યું, જુઓ આંકડા... - Gujarat unseasonal rain - GUJARAT UNSEASONAL RAIN

હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા નુકસાન થયાના અહેવાલ પણ છે. ક્યાં કેટલો વરસાદ વરસ્યો અને રાજ્યમાં વરસાદે સર્જેલા નુકસાનના આંકડા જુઓ...

ગુજરાતમાં કેટલું કમોસમી નુકસાન વરસ્યું, જુઓ આંકડા...
ગુજરાતમાં કેટલું કમોસમી નુકસાન વરસ્યું, જુઓ આંકડા... (ETV Bharat Desk)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 8:23 PM IST

ગાંધીનગર : ગુજરાતભરના વાતાવરણમાં બે દિવસથી પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 118 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

ક્યાં કેટલો વરસાદ ? ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી મળેલા ડેટા અનુસાર 13 મે, સોમવારે સવારે 6 વાગ્યાથી 14 મે, મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 66 mm સુધીનો વરસાદ નોંધાયો છે. તાલુકા અનુસાર જોઈએ તો સાવરકુંડલામાં સૌથી વધુ 66 mm, નેત્રંગમાં 48 mm, ગરુડેશ્વર અને વડીયા તાલુકામાં 43 mm વરસાદ નોંધાયો છે.

બે લોકોએ જીવ ગુમાવ્યો : વહીવટી તંત્રએ વરસાદથી થયેલા નુકસાન અંગે રિપોર્ટ મંગાવ્યો હતો. જેના અનુસાર ભરઉનાળે ખાબકેલા કમોસમી વરસાદે રાજ્યમાં 2 લોકોના જીવ લીધા છે. રાજ્યભરના જિલ્લાઓના કંટ્રોલરૂમને સતત કાર્યરત રહેવા સૂચના આપવામાં આવી છે. વડોદરામાં માત્ર એક કલાકમાં વરસાદના કારણે 35 વૃક્ષો ધરાશાયી થયા છે. વડોદરા ફાયર બ્રિગેડની 12 ટીમે કામગીરી કરી છે.

એલર્ટ મોડમાં વહીવટી તંત્ર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની તાત્કાલિક સમીક્ષા હાથ ધરવા કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરને દિશા નિર્દેશ આપ્યા છે. સુનયના તોમરે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લામાં થયેલા વરસાદ, પવન અને વીજળીની સ્થિતિ વગેરેની તલસ્પર્શી માહિતી મેળવી હતી. ઉપરાંત જિલ્લા તંત્રવાહકોને એલર્ટ મોડ પર રહેવા અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગોતરા આયોજન કરવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.

કમોસમી વરસાદની આગાહી : હજુ પણ રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બપોરે 1 વાગ્યા સુધી વરસાદની આગાહી હતી. જે અનુસાર રાજ્યના 13 જિલ્લામાં 1 વાગ્યા સુધી વરસાદ થઈ શકે છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

રાહત કામગીરી : રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતા કહ્યું કે, રાજ્યમાં કુલ 41 તાલુકાઓમાં 2 મીલીમીટરથી લઈને 38 મીલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ સાથે પવનની ગતિ પણ વધુ હતી. વીજળી પડવાને કારણે રાજ્યમાં બે માનવ મૃત્યુ નોંધાયા છે. પવનને કારણે 249 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી, તે તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.

  1. હવામાનમાં પલટાની પ્રતિકુળ અસરઃ મુંબઈ જનાર 6 ફ્લાઈટ સુરત ડાયવર્ટ કરાઈ - Bad Weather Effect
  2. ભાવનગરમાં મોડી રાત્રે મીની વાવાઝોડું ફૂંકાયું, વૃક્ષો પડતા અનેક રસ્તાઓ થયા બંધ - Thunderstorm

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.